ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
સાબરકાંઠાની ૪૭૩ શાળાઓમાં જિલ્લા શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ યોજાયુ
નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)
સાબરાકાંઠાની ૪૭૩ શાળાઓમાં જિલ્લા શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ યોજાયુ
અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના કુલ ૧૩,૪૦૮ જેટલા વિદ્યાર્થીઓ સર્વેક્ષણમાં જોડાયા
રાષ્ટ્રીય સ્તરે પરખ PARAKH ( Performance Assessment, Review and Analysis of Knowledge for Holistic Development) & NCERT દ્વારા બીજી અને ત્રીજી નવેમ્બરના રોજ State Education Achievement Survey (SEAS)-2023 અંતર્ગત ધોરણ ત્રણ,છ અને નવ ના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સર્વેક્ષણ ગોખણપટ્ટીને બદલે ક્ષમતા આધારિત શીખવાની પદ્ધતિની પસંદગી અને બેન્ચમાર્ક મૂલ્યાંકનનું પ્રતિનિધિત્વ કરે છે. ક્ષમતા-આધારિત શિક્ષણને અપનાવવાથી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળે એ માટે શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ કેન્દ્ર અને રાજ્ય સરકારી શાળાઓ, સરકારી સહાયિત શાળાઓ અને ખાનગી શાળાઓમાં યોજાયુ હતુ. .
સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાઓમાં ૪૭૩ શાળાઓમાં ધોરણ ત્રણ ,છ અને નવમાં શૈક્ષણિક સિદ્ધિ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના કુલ ૧૩,૪૦૮ જેટલા વિદ્યાર્થીઓ સર્વેક્ષણમાં જોડાયા હતા. આ સર્વેની કામગરી માટે બી.એડ કોલેજના ૫૨૧ જેટલા પ્રશિક્ષણાર્થીઓને ફિલ્ડ ઈન્વેસ્ટીગેટર તરીકેની તાલીમથી સજ્જ કરવામાં આવ્યા હતા.
આ સર્વેક્ષણની કામગીરીમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીમતિ મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી હર્ષદભાઈ ચૌધરી, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્યશ્રી કે ટી પોરાણીયા, નાયબ ડીપીઇઓ અલકાબેન નીનામા, ડૉ. એમ.જી ચૌહાણ,ડો. નિશાદ ઓઝા, તા.પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીઓ, બીઆરસી કો-ઓર્ડીનેટરશ્રીઓ,સીઆરસી કોઓર્ડીનેટશ્રીઓ જોડાયા હતા. સમગ્ર સર્વેક્ષણનું અમલીકરણ અને આયોજન ડાયટ ના સિનિયર લેક્ચરર અશ્વિન મો.પટેલે કરી હતી.