ભાજપના વચનો ટાઢા પહોરના : કોંગ્રેસ પાસે છે શહેરોના વિકાસનું વિઝન

 ભાજપના વચનો ટાઢા પહોરના : કોંગ્રેસ પાસે છે શહેરોના વિકાસનું વિઝન

નીરવ જોશી, અમદાવાદ (M-7838880134)

ભાજપના વચનો ટાઢા પહોરના : કોંગ્રેસ પાસે છે શહેરોના વિકાસ નો રોડ મેપ

-કોંગ્રેસનું ‘ખુશહાલ ગુજરાતી ‘નાં વિઝન સાથે ગુજરાતની પ્રજાને નક્કર વચન
-સ્માર્ટ સિટીની લોલીપોપ સામે વાસ્તવિક નાગરિક સુવિધા આપવા કટીબધ્ધ
-વારંવાર તૂટી જતાં રોડની ગુણવત્તા સુધારાશે, ઝુપડપટ્ટીને ગટર, લાઈટ,પાણીની સુવિધાઓ
– રાજકોટમાં મેટ્રો રેલનું આયોજન, સિટી બસ વ્યવસ્થામાં સુધારો
– નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને સ્વીમીંગ પુલ બનાવાશે

ચૂંટણી આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી જુદા જુદા વચનો આપીને લોકોને ભરમાવવાની કોશિશ કરે છે પરંતુ લોકો હવે જાણી ગયા છે કે, ભાજપના વચનો ટાઢા પહોરના ગપ્પા જેવા હોય છે. હવે લોકોને ફેંકુના વચનોમાં પણ વિશ્વાસ રહ્યો નથી. હવે તો લોકોને કોંગ્રેસમાં આશા જાગી છે. માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ કેન્દ્રમાં પણ વરસો સુધી સ્થિર સરકાર આપનાર કોંગ્રેસ જ લોકોને સુખ સુવિધા અને સુખાકારી આપી શકે છે. કોંગ્રેસે આ વખતે લોકોની માંગણીઓ અને તેમની સમસ્યાઓને ધ્યાનમાં રાખીને જે ચૂંટણી વચનો આપ્યા છે તે નક્કર અને વાસ્તવિક છે અને તેમાં પણ રાજકોટ જેવા શહેરો માટે તો એક ચોક્કસ વિઝનને ધ્યાનમાં રાખીને આ વચનો આપવામાં આવ્યા છે તેમ એક નિવેદનમાં કોંગ્રેસનાં ઉમેદવાર ઇન્દ્રનીલભાઈ રાજગુરુ એ જણાવ્યું છે.

કોંગ્રેસ શહેરોના વિકાસ માટે એક ચોક્કસ વિઝન રાખે છે અને જો આ વખતે સરકાર આવશે તો આ વિઝન ઉપર જ આગળ વધીને બહુ ટૂંકા ગાળામાં શહેરોની શકલ-સૂરત બદલી નાખવામાં આવશે તેમ જણાવતા ઇન્દ્રનીલભાઈ રાજગુરુ એ એમ પણ કહ્યું છે કે, કોંગ્રેસે ‘ ખુશહાલ ગુજરાતી ‘ ના નામ સાથે દરેક મુદ્દાને આવરી લીધા છે અને મારું શહેર કેવું હોવું જોઈએ તેની રૂપરેખા આપી છે.

તેમણે કહ્યું છે કે, કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં નાગરિક સુવિધાઓ
માટે જે વિઝન રજુ કર્યું છે તેમાં ઘર–ઘર સુધી સ્વચ્છ પીવાનું પાણી, ટકાઉ પાકા રસ્તા, ભૂગર્ભ ગટર, સફાઈ, સ્ટ્રીટ લાઈટ ગાર્ડન, લાઈબ્રેરી, જિમ્સ, બાલભવન–ક્રિડાંગણ, પબ્લિક સ્કૂલ, દવાખાના, કોમ્યુનિટી સેન્ટરહોલ્સ. શાકમાર્કેટ, પાથરણા બજાર, લારી સ્ટેન્ડ, રિક્ષા સ્ટેન્ડ, પબ્લિક ટોઈલેટ, પે એન્ડ પાર્ક સુવિધા.
દરેક ઝોનમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ, ઈન્ડોર સ્ટેડિયમ, સ્વિમિંગ પુલ્સ, એમ્યુઝમેન્ટ પાર્ક. શહેરો અને ગામમાં દરેક વિસ્તારમાં રમત–ગમતને ઉત્તેજન આપવા માટે, સાર્વજનિક હેતુ માટે ખુલ્લા પ્લોટનું આયોજન ,શહેરોમાં ઉભરાતી ગટરો અને ચોમાસામાં પાણીના ભરાવાને રોકવા અનુભવી અને વિશ્વસનિયતાવાળા કન્સલ્ટન્ટ અને એજન્સીઓની નિયુકિત.ગુણવત્તાયુકત કામ માટે લોક ભાગીદારી સુનિશ્ચિત કરાશે.

દરેક નવા વિકસીત વિસ્તારમાં ટીપી સ્કીમમાં ઉપરોકત હેતુઓ માટે વિસ્તારવાર પ્લોટસ રિઝર્વ કરી આગોતંરૂ આયોજન, દરેક મહાનગરપાલિકાના વોર્ડમાં રિટેલ ઝોન વિકસાવાશે. જળ સંચયની સુવિધા માટે ટીપી સ્કીમમાં શહેરી તળાવોનું આયોજન કરાશે. ઝૂંપડા વસાહતો અને ચાલીઓમાં કોઈપણ શરતો વગર ગટર, પાણી અને લાઈટની સુવિધાઓ આપવામાં આવશે. વસતીના પ્રમાણમાં શૌચાલયોની વ્યવસ્થા પણ આપવામાં આવશે. વારંવાર તૂટી જતાં રોડની ગુણવત્તા માટે ટકાઉ સ્પેસિફિકેશન્સ અને કામની ગુણવત્તાપૂર્ણ કામગીરી માટે કવોલિટી કન્ટ્રોલની જવાબદારી સાથેની જોગવાઈ.મોટા શહેરોમાં પ્રાથમિક સુવિધાઓની સમસ્યાના નિકાલ માટે યોગ્ય અનુભવી એજન્સીની નિયુકિત અને યુધ્ધના ધોરણે સર્વે તથા કામગીરી હાથ ધરાશે.

પે એન્ડ યુઝ ચાર્જિસને રહેવાસીઓને પરવડે તેવા નક્કી કરવામાં આવશે. રાહદારીઓ માટે શહેરોમાં લિફટની સુવિધા સાથે ચાર રસ્તાઓ પર ફુટ ઓવરબ્રિજ.
સિનિયર સિટીઝન અને બાળકોની સલામતી માટે ક્રોસિંગસિલની વ્યવસ્થા. શહેરોમાં યોગ્ય અંતરે મહિલા અને પુરૂષો માટે ટોઈલેટની વ્યવસ્થા. નવી ટીપી સ્કીમમાં પાકિગની વ્યવસ્થા ઉપરાંત ગીચ વસતી વિસ્તતારોમાં પે એન્ડ પાર્કની સુવિધા પુરતી પાકિગ સુવિધા સાથે બજાર કેન્દ્રો વિકસીત કરાશે. મુખ્ય શહેરોમાં ફલાયઓવર–અન્ડરપાસ અને સિલ્સ મોટા પ્રમાણમાં લાગુ કરાશે.

 

તમામ શહેરોમાં નવા રમત–ગમત સંકૂલ, ઈન્ડોર ગેમ્સ સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ્સ અને યુવા મંડળોની પ્રવૃત્તિ વિકસાવવામાં આવશે.સામાજિક પ્રસંગો માટે મોટા શહેરો–નગરપાલિકાઓમાં નવા કોમ્યુનિટી હોલ–પાર્ટી પ્લોટ બનાવાશે. પ્રજાકિય ફરિયાદોના કાર્યક્ષમ સમયબધ્ધ નિકાલ માટે સિટીઝન ચાર્ટરનો વ્યાપ વધારી તેના અસરકારક અમલ માટે આરટીઆઈની તર્જ પર નાગરિક અધિકાર કમિશનની રચના. દરેક વોર્ડ અને વિભાગોમાં જન ભાગીદારી માટે નાગરિક સલાહકાર સમિતિઓની રચના. અન્ય ગુજરાત સરકારે હાઉસિંગ સોસાયટીઓ માટે ૧૯૮૨થી ૨૦૦૧ દરમિયાન જે જે ફલેટ એલોટમેન્ટ કે પઝેશનથી એલોટ થયા હોય એ તમામ ફલેટના માલિકો તે સમયની જંગી અને પેનલટી ભરવાનું જાહેર કરાયેલ પરિપત્ર રદ કરાશે. સ્ટેમ્પ પેપર પાવર ઓફ એટર્નીથી અસ્તિત્વમાં આવેલ ૫.૦ વાર સુધીના આવાસો–સોસાયટીઓને રેગ્યુલરાઈઝ કરાશે.

 

તેમણે ઉમેર્યું છે કે, સુરત, વડોદરા અને રાજકોટમાં મેટ્રો રેલ શરૂ કરાશે. રાજય પરિવહનની બસોની સંખ્યામાં વધારો કરી ભાડાનું નિયમન કરાશે. શહેરોમાં બીઆરટીએસ રૂટની પુન: સમીક્ષા કરીને નવી બસો ઉમેરાશે. ખાનગી ટ્રાન્સપોર્ટ ઓપરેટરોના મુસાફરો માટે શહેરોમાં ખાનગી બસ સ્ટેશન બનાવાશે. તમામ મહત્વના શહેરોમાં શહેરી બસ ટ્રાન્સપોર્ટ સર્વિસ શરૂ કરાશે. સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસોને સ્વચ્છ સલામત અને સગવડભરી મુસાફરી કિફાયતી ભાડાથી પ્રજાલક્ષી પસદં તરીકે વિકસાવવામાં આવશે. ગ્રામિણથી રિક્ષા–છકડાને સલામત ડિઝાઈન સાથે કાયદેસરતા આપવામાં આવશે અને તેમને હપ્તારાજમાંથી મુકત કરાવશે.

ઘરના ઘરની ફાળવણી અને સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓ દ્રારા આવાસ નિર્માણ કોંગ્રેસની સરકારનો બહેનોને ‘ઘરનું ઘર’ મળે તે માટે આગામી પાંચ વર્ષનો મુખ્ય ધ્યેય બની રહેશે. આગામી પાંચ વર્ષમાં શહેરી વિસ્તારમાં રાજીવ ગાંધી આવાસ હેઠળ ૨૫ લાખ અને ગ્રામિણ વિસ્તારમાં ઈન્દિરા આવાસ હેઠળ ૧૦ લાખથી વધુ મકાનોનું નિર્માણ કરાશે. કોંગ્રેસ ૮ મહાનગરપાલિકા અને ૧૫૬ નગરપાલિકાઓમાં તથા ૧૮ હજાર ગામોમાં મહિલાના નામે ઘરનું ઘર આપશે.
તમામ ઘરોની ફાળવણી મહિલાઓના નામે કરાશે. ફાળવણીમાં એકલ મહિલા, ત્યકતા, વિધવા, દિવ્યાંગ અને વૃધ્ધને પ્રથમ પસંદગી. છેલ્લા ૩૦ વર્ષમાં ટીપી અમલીકરણ અને વિવિધ પ્રોજેકટના કારણે બેઘર કરી દેવાયેલા ઝૂંપડાવાસીઓને નવા આવાસોની ફાળવણીમાં પ્રાથમિકતા અપાશે.

લો ઈન્કમ ગ્રુપના આવાસોમાં શકય હોય ત્યાં સુધી ચાર માળના લોરાઈઝ મકાનો બનાવાશે.મોટી સંખ્યામાં આવાસોના નિર્માણ માટે શહેરી જમીન ટોચ મર્યાદા, ફાજલ જમીનનો ૧૦૦ ટકા ઉપયોગ ઉપરોકત હેતુ માટે કરાશે. પોતાનું મકાન નથી એવા તમામ રેશનકાર્ડ ધારકોને ઘરનું ઘર આપવા ગુજરાત હાઉસિંગ બોર્ડને સક્રિય કરાશે. તમામ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૧–૧૨–૨૦૨૨ સુધીમાં ઝૂંપડા–ચાલીમાં વસવાટ કરતાં તમામ પરિવારોનો સર્વે કરીને પુખ્ત પરિણીત પુત્રને અલગ વ્યકિત ગણીને નોંધણી કરાશે ઉપરાંત ફાળવણી માટેના વ્યવહા ધોરણો નકકી કરાશે તે માટે અલગ કેટેગરીનું લિસ્ટ બનાવી જાહેર કરાશે.

ગામતળમાં વસવાટ કરતા ભૂમિહીન પરિવારોને વસવાટના હકક આપી ગ્રામ્ય વિસ્તારમાં ખરાબાની જમીન અપાશે. સરકારી અર્ધ સરકારી અને યુએલસીની જમીન ઉપર વસવાટ કરતાં ઝૂંપડાવાસીઓને શકય હોય ત્યાં સુધી તે જ સ્થળે પુન: વસવાટ કરવામાં આવશે અન્યથા વૈકલ્પિક જગ્યા ફાળવાશે.
શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઘરવિહોણાઓનું સર્વે કરી રાહતદરે વ્યાજ અને હાની વ્યવસ્થા. જનભાગીદારી યોજનાઓની સમીક્ષા અને બિલ્ડરો–ડેવલપર્સને જમીન આપી દેવાને બદલે તમામ જમીનનો આવાસ નિર્માણ માટે ઉપયોગ કરાશે.

સરકારી–અર્ધ સરકારી માલિકીની જમીનમાં રી–ડેવલપેમન્ટની હાલની યોજનામાં ફાજલ થતો જમીનનો ઉપયોગ પણ ગરીબ–નબળા વર્ગના આવાસો માટે જ કરાશે. બીજી કોઈ શરતો સાથે જોડયા વગર ૨૫ ચોરસ મીટર સુધીના રહેણાંકો માટે વીજળીનું કનેકશન ઓન ડિમાન્ડ આપવામાં આવશે. શહેરી–ગ્રામિણ વિસ્તારોમાં વધુમાં વધુ ઈડબલ્યુએસ અને એલઆઈજી આવાસોનું નિર્માણ કરાશે. ૫૦ વર્ષ સુધી ટકી રહે તેવા આવાસોની ડિઝાઈન બનાવવામાં આવશે.હિતધારકોની ભાગીદારી સાથેનું સુપરવિઝન દાખલ કરાશે.

ગરીબોના મકાનોની જાળવણી–સમારકામ–સુવિધા આ આવાસોના મઈન્ટેનન્સની સંપૂર્ણ જવાબદારી કોર્પેારેશન મ્યુનિસિપાલિયી સંભાળશે અને ખર્ચ માટે પ્રોપર્ટી ટેકસમાં અથવા માસીક રીતે રકમ લાઈટબિલમાં ઉઘરાવવાની વ્યવસ્થા કરાશે. શહેરી અને ગ્રામિણ વિસ્તારોમાં વધુને વધુ ઈડબલ્યુએસ અને એલઆઈજી આવાસોનું નિર્માણ. જનભાગીદારી યોજનાનું રિવ્યૂ કરી બિલ્ડરો–ડેવલપર્સને જમીન આપવાને બદલે તમામ જમીનનો આવાસ નિર્માણ માટે ઉપયોગમાં લેવાશે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *