ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
કોરોનાના ભોગ બનેલા હજારો ગુજરાતીઓને 4 લાખનું વળતર આપો- કોંગ્રેસ
નીરવ જોષી, હિંમતનગર
આજ રોજ સાબરકાંઠા કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગર ખાતે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનો ન્યાય મળે તેમજ નાણાકીય વળતર મળે તે હેતુથી ભિલોડા ના ધારાસભ્ય અનિલ જોષીયારા ના નેતૃત્વમાં તેમજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કમલેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કોવિડ 19 ન્યાયયાત્રામાં બે અઠવાડિયાં સમયગાળામાં જ સમગ્ર ગુજરાતમાં ૩૧૮૫૦ જેટલા પરિવારોની મુલાકાત લઈ ફોર્મ ભયૉ છે. આ દરમિયાન કોંગ્રેસ પક્ષના ધ્યાનમાં આવ્યું કે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના સરકારી આંકડાઓ કરતા મૃત્યુ પામેલા દર્દીઓના આંકડા ઘણા વધારે છે. જેમાં સાબરકાંઠામાં જ આશરે ૬૫ જેટલા ગામોની મુલાકાત લઈને કોંગ્રેસે કોરોના થી મૃત્યુ પામેલા ૭૫૦થી પણ વધુ દર્દીઓના પરિવારજનોના ન્યાય યાત્રા અંતર્ગત ફોર્મ ભયૉ છે.
કોરોનાની બીજી લહેરમાં જ્યાં સરકારની ઘોર નિષ્ફળતા અને મેડિકલ વિભાગની બેદરકારી ગુજરાતભરના નાગરિકોને લાચાર અને અસહાય બનીને નિહાળી છે કોંગ્રેસે કોવિડ 19 ન્યાયયાત્રા હેઠળ મૃત્યુ પામેલા દર્દી માટે ૪ લાખનું વળતર ની માંગણી કરી છે. આ ઉપરાંત કોવિડ ગ્રસ્ત તમામ દર્દીઓના મેડિકલ અને હોસ્પિટલના ખર્ચની રકમની ચુકવણી માટે પણ માંગણી કરી છે.
કોંગ્રેસ પાર્ટી એ આક્ષેપ કર્યો છે કે સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાને પરિણામે આટલી મોટી સંખ્યામાં ગુજરાતી દર્દીઓના મોત થયા છે તો તે માટે ન્યાયિક તપાસ પણ થવી જોઈએ. કોરોનાથી મૃત્યુ પામેલા સરકારી કર્મચારીઓના સંતાન કે પરિજનોમાંથી એકને કાયમી નોકરી પણ આપવી જોઈએ.
આજની આ પત્રકાર પરિષદના ઇન્ચાર્જ ભિલોડાના ધારાસભ્ય અનિલભાઈ જોષીયારા, સાબરકાંઠા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કમલેશભાઈ પટેલ,હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રિયવદન ભાઇ પટેલ, ,પૂર્વ તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ , પૂવૅ મીડિયા કોઓર્ડીનેટર યુસુફભાઈ બચ્ચા અને નિરવ ભાઈ જોશી હાજર રહ્યા હતા