રાજ્યમાં ધોરણ 9 થી 11ના વર્ગો 26 જુલાઈ થી શરૂ થશે

 રાજ્યમાં  ધોરણ 9 થી 11ના વર્ગો 26 જુલાઈ થી શરૂ થશે

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગો સોમવાર-તારીખ 26 જુલાઈ 2021 થી શરૂ થશે

50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે-વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રહેશે

શાળામાં વર્ગખંડમાં પ્રત્યક્ષ શિક્ષણ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનો સંમતિપત્રક રજુ કરવાનો રહેશે- ઓનલાઈન શિક્ષણ પ્રથા યથાવત રહેશે

રાજ્યની શાળાઓમાં ધોરણ 9 થી 11 ના વર્ગોની શાળાઓમાં આગામી તારીખ 26 જુલાઈ 2021- સોમવારથી ફિઝિકલ-ભૌતિક શૈક્ષણિક કાર્ય ફરી શરૂ કરવામાં આવશે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિ અને ઉત્તરોત્તર ઘટતા જતા કોવિડ કેસોની સંખ્યાને ધ્યાનમાં લઈ દૈનંદીની પ્રવૃત્તિઓ શાળાવર્ગો વગેરે રાબેતા મુજબ પૂર્વવત કરવા અંગે વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તદઅનુસાર સમગ્ર રાજ્યમાં આગામી 26 તારીખ જુલાઈ 2021 થી શાળાઓના ધોરણ 9 થી 11 ના વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે આ વર્ગો 50 ટકા ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકાશે

એટલું જ નહિ વિદ્યાર્થીઓની હાજરી મરજિયાત રાખવામાં આવી છે. શાળા વર્ગોમાં અભ્યાસ માટે આવનારા વિદ્યાર્થીઓએ પોતાના વાલીનુંસંમતિપત્રક પણ લાવવાનું રહેશે આ સાથે ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ પણ યથાવત ચાલુ રાખવામાં આવશે તેવો નિર્ણય પણ મુખ્યમંત્રીશ્રીએ કોર કમિટીમાં કર્યો છે

ધોરણ 9 થી 11 ના વર્ગો આગામી 26 જુલાઈ 2021 થી શાળાઓમાં શરૂ થાય ત્યારે કોરોના સંક્રમણ નિયંત્રણની ગાઈડલાઈન્સ- SOPનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગે સુનિશ્ચિત કરાવવાનું રહેશે

રાજ્ય સરકારે આ અગાઉ તારીખ 9 જુલાઈથી ઉચ્ચત્તર માધ્યમિક ધોરણ 12ના વર્ગો તેમજ ડિપ્લોમા-ડિગ્રીના કોલેજ વર્ગો 50 ટકા કેપેસિટીથી શરૂ કરાવેલા છે. હવે, ધોરણ 9 થી 11 ના શાળા વર્ગો પણ ભૌતિક રીતે આગામી તારીખ 26 જુલાઈથી શરૂ થશે

કોર કમિટીના આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ, ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા તેમજ મુખ્યસચિવ શ્રી અનિલ મુકિમ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્ય સચિવશ્રી એમ.કે.દાસ, આરોગ્યના અધિક મુખ્ય સચિવશ્રી મનોજ અગ્રવાલ અને અન્ય સચિવશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

AVS POST Bureau

http://avspost.com

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच