ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
ચૂંટણી પંચાત: ફોન આવી ગયો! આ રીતે કદાચ બધાને જાણ કરાશે
નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)
કોથળામાંથી માંથી બિલાડું કાઢ્યું!- એ કોને કહેવાય એ હવે આ આગામી એક-બે દિવસમાં જોવા મળશે!
ભાઈ પેપર ફૂટી ગયું છે ! હવે બધા લોકોને ફોન જશે જેમને ધારાસભ્યની ચૂંટણી લડવાની છે એમને પ્રચાર કલામાં નિષ્ણાંત સાહેબની ટીમ ફોન કરશે! ટિકટોની ફાળવણી દરેક વસ્તુના તેમજ જાતિ લોકપ્રિયતા અને જે તે ઉમેદવારની પક્ષ પ્રત્યેની નિષ્ઠા જોઈને નક્કી થશે.
I guess -ભાજપ એની #innovative રીત કે છેલ્લા કેટલાક વર્ષોની વિકસિત કરેલી નવી સંપર્ક અને જાણકારી કરવાની પદ્ધતિ એટલે કે ફોન વડે તમને ચૂંટણી લડવી છે એવું જાહેર કરશે અને જે તે પત્રકારો ઉમેદવારોને એક અલગ જ અંદાજમાં જાહેર કરશે! ફોન આવી ગયો છે! મોડી રાતે ફોન આવ્યો!
2014માં જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારે પણ જેમને મંત્રી બનવાનું છે તેમને આ પદ્ધતિથી ફોન જતા હતા. મને લાગે છે કે હવે અહીંયા મંત્રી બનવા કરતા ભાજપના એમએલએ બનવાનું છે અને ગુજરાતમાંથી કયા નવા નિશાળીયાઓ કે આરએસએસના કયા વફાદાર કાર્યકર્તાઓને હવે રાજકારણીઓ બનવાનું મોકો મળી રહ્યો છે – એ જાણવું સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારના લોકો માટે પણ એ રસપ્રદ બનશે અને કોંગ્રેસ પણ આ બધું ખૂબ જ ધ્યાનથી અને ચાલાકી થી જોઈ રહી છે…કેજરીવાલ પાર્ટી પણ જોઈ રહી છે.. આ રીતે જ અને એ જ પ્રકારની આશ્ચર્યજનક અને લોકોમાં ચર્ચા જગાવતી આઠ વર્ષ પહેલાં પદ્ધતિથી ભાજપના ગુજરાત ઉમેદવારો જાહેર થશે! તો કદાચ નવાઈ નહીં પામતા!
બીજું ભાજપની આજે સોશિયલ મીડિયામાં ખૂબ જ કીર્કીરી થઈ રહી છે કારણ કે ગોધરાકાંડની અસરોના કારણે 20 વર્ષ પહેલા હિન્દુ ભાજપ લોકપ્રિય હતો એવું હવે રહ્યું નથી! 6 કરોડ ગુજરાતીઓમાંથી સાત કરોડ થયેલા ગુજરાતીઓનો માનસિક વિકાસ પણ હવે ૨૦ વર્ષમાં મોદીજીની સાથે સાથે ઘણો મોટો વિકાસ પુરુષ થઈ ગયો છે ! એનાથી ઊંધું હવે મોરબી કાંડ નો પુલ તૂટવાથી ભાજપના કાર્યકર્તાઓ થી માંડી નેતાઓ પણ માનસિક રીતે મૂંઝાઈ ગયા છે ! ગુજરાત મોડેલના વિકાસની વાતો કઈ રીતે મતદારોને કરવી એ પણ સમજ નથી પડતી પણ સાહેબ દિલ્હીમાં બેઠા છે ને ! બધું સાંભળી લેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 દરમિયાન બધું કળિયુગના દિલ્હીમાં બેઠેલા શ્રીરામ કૃપા પાત્ર એવા મોદીજીની ચૂંટણી લક્ષી રણનીતિ થી પાર પડશે અને ભાજપ ફરીથી સરકાર બનાવશે! એવું એમને – ગુજરાત ભાજપને – ભરોસો છે… એટલા માટે સ્લોગન આપવામાં આવ્યું છે -ભાજપ એટલે ભરોસાની સરકાર ! આ ગુજરાત મેં બનાવ્યું છે!
કેટલાક પત્રકારો એમના એફબી પર આવી રીતે લખી રહ્યા છે– ફોન આવી ગયો…. મોડી રાત્રે ફોન આવ્યો દિલ્હીથી!
આ વાત વાંચીને મારે શું સમજવાનું!!??? અને અંતે મેં કેટલાક જોડતી કડી જોડીને…. આ આખી પોસ્ટ લખી છે ..
તમારું શું કહેવું છે?????
Email : joshinirav1607@gmail.com