હિંમતનગરમાં ભારત વિકાસ પરિષદે પાણીની પરબ શરૂ કરી

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
કાળજાળ ગરમીમાં લોકોને પીવાના સ્વચ્છ પાણીની રસ્તામાં ખૂબ જરૂર પડતી હોય છે. હિંમતનગરના આર્થિક રીતે સંપન્ન કેટલાક નગરજનો વડે રસ્તે જતા રાહદારી અને સામાન્ય લોકોને રાહત થાય તેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે. આવા જ પ્રયાસ અંતર્ગત પાણી ની પરબ *ભારત વિકાસ પરિષદ* અને વિનોદભાઈ પટેલ(ઓરેકલ) ના સહયોગ થી પાણી ની પરબ ની શુભ શરૂઆત આજ રોજ તા 18/04/2025, શુક્રવારના રોજ સવારે ૭:૪૫ કલાકે આકાશગંગા કોમ્પલેક્ષ જોડે કરી.
જલ સેવા એ પ્રભુ સેવા એવા ઉદ્દેશો સાથે શરૂ કરાયેલી સેવામાં ડો મુકેશભાઈ મોદી, ઉપપ્રમુખ શ્રી જે કે સોની, મંત્રી પરીન શાહ , સહ મંત્રી અતુલભાઈ સોની, સહ સંયોજિક અરુણાબેન કડિયા, પરીક્ષિત વખારિયા , પિયુષભાઈ ચૌહાણ, ધવલ પ્રજાપતિ, હિરેનભાઈ શાહ હાજર રહ્યા.
ભરત વિકાસ પરિષદ હિંમતનગર લેવલે કયા કાર્યો કરે છે?
ભરત વિકાસ પરિષદ ખાસ કરીને હિંમતનગર ના વિદ્યાર્થીઓના બૌદ્ધિક વિકાસ માટે કાર્ય કરે છે તેમજ અલગ અલગ શાળાઓના બાળકોના માર્ગદર્શન માટે પણ કાર્યરત છે. હિંમતનગરમાં મુખ્યત્વે તે ત્રણ કાર્યક્રમો વાર્ષિક રૂપે કરે છે , જેમાં એક જાણો ભારત છે …જેમાં બાળકોને સમગ્ર ભારતના અંગે વિશ્વ જ્ઞાન આપવામાં આવે છે અને તેને જિલ્લા, રાજ્ય તેમજ રાષ્ટ્ર લેવલે પરીક્ષા આપવા માટે પણ પ્રેરણા અપાય છે. આ ઉપરાંત બીજા બે કાર્યક્રમો પણ કરવામાં આવે છે જેમાં હિંમતનગરની સરકારી અને ખાનગી સ્કૂલો ભાગ લે છે. વધારે પડતી ખાનગી સ્કૂલોને જ આ કાર્યક્રમને જાણ હોય છે.