બાપુનગર અને નિકોલમાં ઉજવાયા તિરંગા અને જન્માષ્ટમીના પર્વ

સંકલન: નીરવ જોશી, અમદાવાદ (M-7838880134)
તાજેતરમાં જ દેશમાં ઉજવાતા આઝાદી કા અમૃત મહોત્સવ ના ભાગરૂપે તેમજ જન્માષ્ટમીના શુભ પ્રસંગે અને કાર્યક્રમો અમદાવાદમાં થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે રોજગારીની તકો ઉભી કરતો ડાયમંડ ઉદ્યોગ અને તેના કાર્યકર્તાઓએ માલિક અને મેનેજર તેમજ અન્ય જવાબદાર માણસો તેમજ રત્ન કલાકારો ખૂબ જ શાનદાર રીતે તિરંગા ને ડાયમંડ ફેક્ટરી ના બિલ્ડીંગ પર લહેરાવીને દેશભક્તિના ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યા હતા.
રજુ છે બે કાર્યક્રમની એક આછેરી ઝલક.
ચાલો ધરે ધરે ને પોતાની ફેક્ટરી ના ધાબા ઉપર નિકોલ ખાતે આવેલ કિરણ ડાયમંડ ફેકટરી ના છઠ્ઠો માળે ના ધાબા ઉપર ગુજરાત પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ ને પૂવૅ ગૃહમંત્રી શ્રી ગોરધનભાઈ ઝડફીયા સાથે ભાજપ ના આગેવાન શ્રી નરસિંહ પટેલ તેમેજ કિરણ ના સંચાલક શ્રી રાકેશભાઈ, સંદીપ સભાયા ને કારખાનામાં કામ કરતાં હજારો રત્નકલાકારો હાજરીમાં શ્રી ગોરધનભાઈ ઝડફીયા, નરસિંહ પટેલ ત્રિરંગો લહેરાવી ને તેની ઉજવણી કરી…
તા.13 – 15 ઓગસ્ટ 2022 દરમિયાન આઝાદીના 75 વર્ષ અને વિશ્વને બતાવીએ કે હુ ભારતીય છુ, ભારત મારો દેશ અને મને ભારતીય હોવાનું ગૌરવ છે જય હિન્દં. જય ભારત…..– સંદીપ સભાયા મેનેજર. કિરણ, ડાયમંડ હાઉસ, નિકોલ ખોડિયાર મંદિર સામે નિકોલ ,અમદાવાદ.
**********₹₹₹₹******
બાપુનગરમાં આવેલ ઇન્ડિયા કોલોની માં બ્રહ્માકુમારી કેન્દ્ર ખાતે બ્રહ્માકુમારી બહેનો વડે કૃષ્ણ ભક્તિનો દિવ્ય માહોલ સર્જાયો.
શહેર ના પૂવૅ વિસ્તારમાં આવેલ.ઈન્ડિયા કોલોની વોડૅ માં બ્ર્હભાકુમારી સેન્ટરમાં જન્માષ્ટમી ની ઉજવણી કરવામાં આવી… નાનકડા બાળક કૃષ્ણ ના વરદ હસ્તે મંટકી ફોડી ને અંદર થી પ્રસાદ -માખણ દરેક વ્યક્તિને પ્રસાદ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત સાધક ભાઈઓએ કૃષ્ણના દિવ્ય ગુણગાન અને તેમના કર્તવ્યને યાદ કર્યું હતું…
સેન્ટરના સંયોજક બ્રહ્મા કુમારી ભાનુ બહેન, બ્રહ્મા કુમાર બાબુભાઈ એ સફળતાપૂર્વક કાર્યક્રમ નું આયોજન કર્યું હતું.