કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
ઘનશ્યામ મહારાજના નવા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
Email: josnirav@gmail.com
આજરોજ ભગવાન સ્વામિનારાયણ મંદિર,કાલુપુર ગાદીના વર્તમાન આચાર્યશ્રી કૌશલેન્દ્ર પ્રસાદ હિંમતનગર મુકામે સહકારી જીન રોડ પાસે આવેલા નુતન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પધાર્યા હતા. આ મહોત્સવમાં તારીખ 9 નવેમ્બર ના રોજ ભાગવત સપ્તાહ કથાનું પ્રારંભ તેમજ તારીખ 11 થી ભગવાન વિષ્ણુ નો યજ્ઞ યાગ હવન શરૂ થયો હતો. આ કાર્યક્રમની પૂર્ણાહુતિના રોજ તેમજ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાન ઘનશ્યામ મહારાજ અને રાધાકૃષ્ણ દેવ તેમજ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય, આજના દિવસે આચાર્ય શ્રી કૌશલેન્દ્ર મહારાજ અમદાવાદથી પધાર્યા હતા. તેમની દિવ્યતા અને માર્ગદર્શક નિશ્રામાં આજે સવારના રોજ નુતન મંદિરમાં તેમના શુભ હસ્તે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી.
ભગવાન ઘનશ્યામ મહારાજ પર જલ અભિષેક તેમજ અન્ય ક્રિયાઓ અને પ્રાણ પ્રતિષ્ઠા આચારશ્રીના વરદ હસ્તે કરવામાં આવી હતી. ભગવાનને અન્નકૂટ જેવો ભોગ ધરાવ્યો હતો. ઘનશ્યામ ભગવાનના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા બાદ સવારે 9:00 વાગે દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ઉપસ્થિત રહેલા કૌશલેન્દ્ર મહારાજે જમુના નગરમાં બનાવેલા ગોપાળાનંદ સત્સંગ હોલ ખાતે જઈ સત્સંગ કરાવ્યો હતો તેમ જ વિષ્ણુયાગ હવનમાં ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજની આરતી પણ ઉતારી હતી. તેમણે આશરે 1:00 વાગ્યાની આસપાસ સત્સંગ સભાને સંબોધિત કરી હતી અને ભગવાન સ્વામિનારાયણના સત્સંગ બોધનો- તેમના દિવ્ય જ્ઞાનનો સત્સંગ સ્વામિનારાયણના હરિભક્તોને કરાવ્યો હતો.
સાથે સાથે ઉપસ્થિત હજારો શ્રોતાઓએ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના વર્તમાન આચાર્યશ્રી કૌશલિન્દ્ર મહારાજને રૂબરૂ જોવાનો લહાવો લીધો હતો. ઉલ્લેખનીય છે કે ગત ઓક્ટોબર મહિનામાં જ અમદાવાદ ખાતે કૌશલેન્દ્ર મહારાજના આચાર્ય પદે 50 વર્ષ પૂર્ણ થયાના મોટો મહોત્સવ સમાપન થયો હતો. ગત રાત્રી નૂતન સ્વામિનારાયણ મંદિરના પ્રાંગણમાં આતશબાજી અને લાઇટ એન્ડ સાઉન્ડ ઉપર આયોજ થયો હતો જેમાં હજાર હરિભક્તો મંદિરના પ્રાગણમાં ઉપસ્થિત રહ્યા હતા.
આજના રોજ કાર્યક્રમના પૂર્ણાહુતિ ના દિવસે બધા હરિભક્તો મહોત્સવના દિવ્ય સંસ્મરણો તેમજ સેવાના અન્ય ભાવ સાથે છૂટા પડ્યા હતા. આજથી ભગવાન સ્વામિનારાયણ કાલુપુર ગાદીનું હિંમતનગર ખાતે આવેલું સ્વામિનારાયણ મંદિર સરકારી જીન રોડ પાસે આવેલા પ્રથમ સ્ક્વેરની પાછળ દર્શન માટે ખુલ્લો મુકવામાં આવ્યું છે.
ગુજરાત ભરના સ્વામિનારાયણ મંદિર અનેક મંદિરોના સ્વામિનારાયણ સંતો તેમજ હરિભક્તો અને રાજસ્થાનથી આવેલા હરિભક્તોએ પણ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ખૂબ સુંદર લાભ લીધો હતો. હિંમતનગર માંથી પણ અનેક હરિભક્તોએ અને ખાસ કરીને યુવા વર્ગના હરિભક્ત તેમજ ઘનશ્યામ મહિલા સત્સંગ મંડળ ની આશરે 50 જેટલી બહેનોએ પાંચ દિવસ રાત દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ માટે સેવા આપી હતી મંદિરના મહંત શ્રી પ્રેમપ્રકાશ દાસ સ્વામીના માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમ હરિભક્તોના સહયોગથી ખૂબ જ આનંદ , ઉત્સાહ પ્રેમભાવના વાળા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને બધા હરિભક્તોએ પોતાના જીવનની ધન્યતા અનુભવી હતી! જય સ્વામિનારાયણ!