ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
મહર્ષિ અરવિંદના યોગમાં 24 નવેમ્બરે શું થયું હતું?
Nirav Joshi, Ahmedabad
24 નવેમ્બર . #MaharshriAurobindo
આજનો દિવસ શ્રી અરવિંદ આશ્રમમાં અધિમનસ અવતરણનો દિવસ તરીકે ઉજવાય છે. આ એ દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ સાક્ષાત નારાયણ સ્વરૂપે આ પૃથ્વીની ચેતનામાં અવતરણ કર્યું હતું! તેમજ હજારો વર્ષો બાદ પૃથ્વી પર અવતરનારો કલકી અવતાર વર્તમાન યુગમાં કાલી અને ક્રિષ્ના સ્વરૂપે કલકી સ્વરૂપ ધારણ કરશે એવી આગાહી કે દિવ્ય દ્રષ્ટિ અરવિંદના દર્શનમાં પ્રગટ થતી હતી!
દેવતાઓની સૃષ્ટિ રચના કરનારી દિવ્ય શક્તિ અરવિંદ ને આશીર્વાદ આપ્યો હતો તેમજ 24 નવેમ્બરે ઓવર માઈન્ડ એટલે કે અધિમનસ અવતરણ મહર્ષિ અરવિંદ આશ્રમ ખાતે થયું હતું જે સમગ્ર પૃથ્વીની ચેતના માં ભળી ગયું હતું!
આ મહાન ઋષિ એ લખ્યું છે કે પૃથ્વીની ચેતનામાં જેવું થઈ રહી છે જે ક્રાંતિકાર પરિવર્તનની ચેતના થઈ રહી છે એની પાછળ પડદા પાછળ ભગવાન વિષ્ણુને આવનારા સમયમાં તૈયારી રૂપ જોવામાં આવે …જેને પરિણામે આખી મનુષ્ય જાતિને એક નવી મનુષ્ય જાતિ તરીકે તૈયાર કરવામાં આવશે… એટલું જ નહીં મનુષ્ય જાતિ રૂપાંતરણ તરફ આગે કુચ કરશે. એ ચોક્કસથી કેટલાક બળો કે અજ્ઞાન અને તમસના બળો આ નવી ચેતના નો વિરોધ કરશે પરંતુ કલકી અવતાર ની તલવાર જ સમગ્ર પૃથ્વીને અસુરી મનુષ્ય જાતિના બોજાથી મુક્ત કરશે.