ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
પ્રાંતિજના અમીનપુર ગામમા ઉમિયા માતાના શિખર પ્રાણ પ્રતિષ્ઠામાં પ્રદિપસિંહ પરમારે આપી હાજરી
નીરવ જોષી, હિંમતનગર
- શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી થતા મંત્રી શ્રી પ્રદીપ પરમાર
- સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના અમીનપુર ગામમા ઉમિયા માતાના શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ
- મહોત્સવમાં ઉપસ્થિત રહેતા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદીપ પરમાર
આ પ્રસંગે ઊપસ્થિત ભાવિક જનતાને મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા જનતાની સુખાકારી અને યુવાનોને આગળ વધવા માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે જેમકે વિદેશ અભ્યાસ માટેની લોન જેમાં 15 લાખ સુધીની લોન ચાર ટકાના વ્યાજે યુવાનોને આપવામાં આવે છે આરોગ્યને લગતી સેવાઓ સુદ્રઢ બનાવી છે જેમાં આયુષ્યમાન ભારત કાર્ડ,મા કાર્ડ, ખેત મજુરો અને કડિયા કામ છૂટક મજૂરી કામ કરતા લોકો માટે ઈ શ્રમ કાર્ડ જેવી અનેક યોજનાઓ થકી ગરીબ લોકોનું જીવનધોરણ ઊંચું લાવવા પ્રયાસો થઈ રહ્યા છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ ગામમાં સુવિધા માટેની કોઈ રજૂઆતો હશે તોપણ ચોક્કસ સાંભળી અને તેનુ હકારાત્મક નિરાકરણ કરવામાં આવશે.
અમીનપુર ગામના ગ્રામજનોએ પાકો રસ્તો બનાવી આપવા કરી રજૂઆત
વધુમાં મંત્રીશ્રીએ ગામથી સમાજ વાડી સુધીનો પાકો રસ્તો બનાવી આપવાની ગ્રામજનોની રજૂઆત સાંભળી હતી તેમજ ગામની દૂધ મંડળી ની મુલાકાત લઈ ત્યાં સ્વચ્છતા અને વ્યવસ્થાપન અંગે જાણકારી લીધી હતી.
આ પ્રસંગે ગામના સરપંચ શ્રી ભાવેશભાઈ પટેલ અગ્રણી શ્રી બાબુભાઈ પટેલ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા