પંચસ્તરીય મોડેલ ફાર્મ થકી પ્રાકૃતિક ખેતીના પાકોનું વાવેતર કરી ખેડૂત બન્યો આત્મનિર્ભર
સ્વામિનારાયણ મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો હિંમતનગરમાં શુભારંભ

નીરવ જોશી, હિંમતનગર(M-7838880134)
હિંમતનગરમાં સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે.આજે ભગવાન વિષ્ણુનું યજ્ઞ શરૂઆત થયો હતો. આ સ્વામિનારાયણ મંદિર કાલુપુર સંપ્રદાયનું છે અને તે તદ્દન નવું સ્વરૂપ રૂપે આકાર પામીને હિંમતનગરમાં સહકારી જીન રોડ પાસે બનાવવામાં આવ્યું છે.
વર્ષોથી કાલુપુર સંપ્રદાયનું સ્વામિનારાયણ મંદિર ખાડિયા વિસ્તાર – બજાર વિસ્તારમાં આવેલું હતું. છેલ્લા દસેક વર્ષ પહેલાં આ મંદિર સ્વામિનારાયણ સોસાયટી, મહાવીર નગર ખાતે શિફ્ટ કરવામાં આવ્યું કારણ કે નવા મંદિર માટે જગ્યાની પસંદગી કરવામાં આવી હતી. આ નવીન જગ્યાએ એટલે સહકારી જીન રોડ પર પ્રથમ સ્ક્વેર બિલ્ડિંગ ની પાછળ આવેલા વિશાળ પ્લોટ માં નવીન શિખરબદ્ધ મંદિર સ્વામિનારાયણ મંદિર નું નિર્માણ કાર્ય છેલ્લા દસ વર્ષમાં ચાલી રહ્યું હતું જેની થોડા સમય પહેલા પૂર્ણાહુતિ થઈ છે અને આ શિખર બંધ મંદિર માં તારીખ 9 નવેમ્બર ના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું શુભારંભ થયો છે.
મહોત્સવના પહેલા દિવસે પોથીયાત્રા કાઢવામાં આવી હતી તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો કથાનું શુભારંભ પણ પ્રથમ દિવસે કરવામાં આવ્યો હતો. આજે ભગવાન વિષ્ણુ યજ્ઞનો શુભારંભ કરવામાં આવ્યો હતો મહોત્સવના ત્રીજા દિવસે કથા તેમજ સાંજે ડાયરા નું ભવ્ય કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત મહોત્સવના પ્રારંભે સમગ્ર હિંમતનગરમાં અલગ અલગ સ્થળે સ્વામિનારાયણ મંદિર ની મૂર્તિ પ્રતિષ્ઠા ના હોર્ડિંગ્સ મૂકીને હરિભક્તોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સહકારી જીન રોડ, અંકિતા ડેરી સામે એક વિશાળ સામિયાણા માં દરેક પ્રકારના ભક્તિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
તારીખ 10 નવેમ્બર- ગુરૂવારના રોજ શ્રીકૃષ્ણ જન્મ ભારે ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.
પાંચે પાંચ દિવસ સમગ્ર હિંમતનગર તેમજ સાબરકાંઠા અરવલ્લીના સ્વામિનારાયણ ભક્તો અને સમગ્ર ગુજરાત અને રાજસ્થાનથી કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આ કાર્યક્રમમાં પધારી રહ્યા છે અને કાર્યક્રમનો લાભ હિંમતનગર જનોને આપી રહ્યા છે.
તારીખ 13 નવેમ્બર ના રોજ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની પૂર્ણાહુતિ થશે અને શિખરબદ્ધ મંદિરમાં ભગવાન સ્વામિનારાયણ,રાધા-કૃષ્ણદેવ, શ્રી ગણેશ, હનુમાનજી ની મૂર્તિઓ શાસ્ત્રોક્ત મંત્રોથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.