આવતીકાલે પ્રખ્યાત લેખિકા, સમાજ સુધારક તેમજ સાંસદ સુધા મૂર્તિનો જન્મદિવસ

 આવતીકાલે પ્રખ્યાત લેખિકા, સમાજ સુધારક તેમજ સાંસદ સુધા મૂર્તિનો જન્મદિવસ

Writer: ડો.આશિષ ચોક્સી, Amdavad

સુધા મૂર્તિ : કર્ણાટકમાં ૩૦૦૦ જેટલી દેવદાસીઓ અને તેમના સંતાનો સામે એક પ્રવચનમાં)
જન્મ : ૧૯/૦૮/૧૯૫૦

સંકલન:નિરવ જોશી, અમદાવાદ (M-7838880134)

ગુડ મોર્નિંગ … have a nice day !😀⚘
૧૮ ઓગષ્ટ ૨૦૨૪
સાલ : ૧૯૭૪

સ્થળ : ઇન્ડીયન ઇન્સ્ટીટયુટ ઓફ સાયન્સ : બેંગલોર
૨૪ વર્ષની એક છોકરી એમ.ટેક ના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. મિકેનિકલ એન્જિનિયરીંગના દરેક વર્ષમાં કોલેજ ટોપર રહેનાર તે યુવતીને ph.D કરવા અમેરિકા જવા માટેની સ્કોલરશીપ પણ મંજુર થઇ ગઈ હતી. તેની હોસ્ટેલના નોટીસબોર્ડ પર એક જાહેરાત તેની નજરમાં આવી. જાહેરાત ‘ટાટા મોટર્સ – પુના’ ની હતી. તેમાં જણાવેલ કે યુવાન, મહેનતુ અને સારા શૈક્ષિણક લાયકાત ધરાવતા એન્જિનિયરોની જરૂર છે.

તે ચોપાનિયાની છેલ્લી લીટી “WOMEN CANDIDATES NEED NOT APPLY” વાંચતા યુવતી હતાશ થઇ ગઈ. તરત તેના રૂમમાં જઈ તેણે પોસ્ટકાર્ડ લીધું. સીધું ટાટા જુથના ચેરમેન JRD TATA, PUNE ના સરનામે લખ્યું. તેણે પોસ્ટકાર્ડમાં લખ્યું, ‘તમારે ત્યાં સ્ત્રીઓને તક નહી આપવાની વાતથી સ્ત્રીઓ આગળ વધવામાં અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવાની તકથી વંચિત રહેશે. ખુબ નિરાશા થઇ છે.’ પોસ્ટકાર્ડ પોસ્ટ કર્યા પછી ૧૦ દિવસ પછી યુવતીને TELCO ની ઓફીસ પુના ખાતે બોલાવવામાં આવી અને તેને સર્વિસ આપવામાં આવી.

એ છોકરી એટલે ‘સુધા મૂર્તિ’નો કાલે ૧૯ ઓગષ્ટે ૭૫ મો જન્મદિવસ છે. એ પછી આંઠ વર્ષ ટાટા ગ્રુપમાં જ પુના, મુંબઈ અને જમશેદપુર કામ કર્યા બાદ ૧૯૮૨ માં પતિ નારાયણમૂર્તિની નવી સ્થાપેલ કંપની ‘ઇન્ફોસિસ’માં મદદરૂપ થવાય આથી તેમણે TATA છોડ્યું. તે વખતે JRD TATA એ તેમને સલાહ આપી, ‘સમાજ આપણને આગળ વધવા માટે ઘણી તકો આપે છે અને ઘણી મદદ કરે છે. સમય આવ્યે આપણે પણ સમાજને પાછુ આપી ઋણ ચુકવવું જોઈએ.’ સુધા મૂર્તિએ આ દિવસ યાદ રાખ્યો અને આ સલાહને સંપૂર્ણપણે વળગી રહ્યા.

તેમના સામાજિક કામો અને સિદ્ધિઓ વિશે એક પુસ્તક લખાય. ઈન્ફોસીસમાં ચેર પર્સન, સલાહકાર, શિક્ષક, લેકચરર તેમજ કન્નડ અને અંગ્રેજી ભાષામાં તેમણે ૨૪ જેટલા ઉત્તમ પુસ્તકો લખ્યા જે દેશની ૧૬ ભાષામાં અનુવાદ થયા. ઘણા વર્તમાનપત્રોમાં કોલમિસ્ટ, સમાજ સેવિકા, ‘બિલ ગેટ્સ ફાઉન્ડેશન’માં સ્વાસ્થ્ય બાબતમાં સલાહકાર, પદ્મશ્રી (૨૦૦૬), પદ્મભૂષણ(૨૦૨૩) તેમજ રાજ્યસભાના સભ્ય થયા. ખુબ સાદાઈથી જીવન જીવનારા, વ્યવહારમાં નમ્રતા, દરેક સ્તરની વ્યક્તિ સાથે પ્રોત્સાહક વિચારોથી વાતો કરનાર સુધામૂર્તિએ ઘણી નવલકથાઓ લખી, એન્જિનિયરીંગના પુસ્તકો લખ્યા, બાળસાહિત્ય, મોટીવેશનલ તેમજ પ્રવાસવર્ણનના પુસ્તકો લખ્યા. તેમના લખેલા પુસ્તકો દ્વારા ઘણા લોકોને નવા વિચારો સાથે જીવન જીવવાની નવી દિશા મળી.

દાદા પાસે સંસ્કૃત શ્લોકો શીખેલી પૌત્રી, કવિયત્રી માતા તેમજ સર્જન પિતાની દીકરી, ભારતની બીજા નંબરની IT કંપનીના ચેરમેનના પત્ની અને બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકના સાસુ એવા સુધા મૂર્તિ પિકચરો જોવાના ઘણા શોખીન છે. તેમણે આપણા દેશમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વચ્છતા અભિયાનમાં ઘણો ફાળો આપ્યો. તેમના ઇન્ફોસિસ ફાઉન્ડેશને લગભગ ૫૦,૦૦૦ લાયબ્રેરી સ્થાપવામાં, ૨૩,૦૦૦ જેટલા ઘરો બનાવવામાં અને ૧૦,૦૦૦ જેટલા શૌચાલયો બનાવવામાં મદદ કરી છે.

છેલ્લો બોલ : “ હે પ્રભુ, મને રાજપાટ નથી જોયતું કે ન તો મને સમ્રાટ બનવું છે. ન તો મારે સોનાની ચમચી સાથે પુનર્જન્મ લેવો છે કે ન તો સ્વર્ગની ઝંખના છે. મને તારી પાસેથી કશું જ નથી જોયતું. હે ઈશ્વર, જો આપવું જ હોય તો મને એટલું આપજે કે મારી છાતીમાં એક કોમળ હ્રદય હોય અને કઠોર પરિશ્રમ કરી શકે એવા હાથ હોય જેથી હું પીડાતા લોકોના આંસુ લુછી શકું”

(સુધા મૂર્તિ : કર્ણાટકમાં ૩૦૦૦ જેટલી દેવદાસીઓ અને તેમના સંતાનો સામે એક પ્રવચનમાં)
જન્મ : ૧૯/૦૮/૧૯૫૦

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच