રાજકોટ હંમેશા મારા હૃદયમાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે: પ્રધાનમંત્રી

 રાજકોટ હંમેશા મારા હૃદયમાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે: પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી, શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજકોટ સાથેના તેમના જોડાણને યાદ કર્યું અને મોદી આર્કાઇવની એક્સ પોસ્ટ શેર કરી.

મોદી આર્કાઇવ પોસ્ટ એક ખાસ ક્ષણને યાદ કરે છે જ્યારે બરાબર 22 વર્ષ પહેલા 24 ફેબ્રુઆરી, 2002ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ગુજરાત વિધાનસભામાં પ્રવેશ કર્યો હતો અને રાજકોટ II મતવિસ્તારની પેટા ચૂંટણી જીતી હતી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

“રાજકોટ હંમેશા મારા હૃદયમાં ખૂબ જ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ શહેરના લોકોએ જ મારામાં વિશ્વાસ મૂક્યો અને મને પહેલીવાર ચૂંટણીમાં જીત અપાવી. ત્યારથી, મેં હંમેશા જનતા જનાર્દનની આકાંક્ષાઓને ન્યાય આપવાનું કામ કર્યું છે. તે પણ એક સુખદ સંયોગ છે કે હું આજે અને આવતીકાલે ગુજરાતમાં હોઈશ, અને એક કાર્યક્રમ રાજકોટમાં યોજાઈ રહ્યો છે, જ્યાંથી 5 એઈમ્સ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

AVS POST Bureau

http://avspost.com

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *