ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે! રેઇન, રોમાન્સ અને રીકોલિંગના ત્રીપલ – RRR એટલે મોન્સુન!
સંકલન : નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)
મેઘા રે મેઘા રે: પ્રકૃતિના પિકચરથી લઈને ચલચિત્ર સુધી પોંખાતું ચોમાસું
રેઇન, રોમાન્સ અને રીકોલિંગના ત્રીપલ R એટલે મોન્સુન.
માર્ચ મહિનો એટલે કસોટી કાર્ડ એમાં પણ ખાસ કરીને બેંક અને નાણાકીય બાબતો સાથે જોડાયેલા દરેક વ્યક્તિને માર્ચ મહિનો અગ્નિ પરીક્ષા સમાન લાગે છે. પરંતુ ચોમાસાને પ્રકૃતિનો ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવે છે. તકતી ધરતીને લઈને જ્યારે કોઈ ખેડૂત ભવિષ્યની આશા વ્યક્ત કરે છે ત્યારે સૌથી પહેલો વિચાર ચોમાસાનો આવે છે. ચોમાસુ એટલે એક એવો વિષય જેને કવિઓથી લઈને કલાકારો સુધી દરેક વ્યક્તિએ દિલથી લગ્નના વરરાજાને પોંખે એ રીતે વધાવ્યો છે. ચોમાસુ એટલે વરસતું પાણી, અવનવી ઈચ્છાઓની ફૂટતી ધાણી, ખુશી અને ખાણીપીણીની આઈટમની અનોખી કહાની, ફૂલોને ફૂટતી વાણી, સર્વત્ર લીલીછમ ધરતીની ચાદરની સરવાણી, ઘનઘોર વાદળા વચ્ચે અચાનક વીજળીના ચમકારા સાથે પધારેલા વર્ષારાણી. વરસાદ એટલે પ્રકૃતિનો વૈભવ, કુદરતી નજારાનો બદલાતો ભવ, મેઘધનુષથી લઈને મેઘ મલ્હાર સાંભળવાની ઋતુ. દિલના ટેન્શન વાળા માહોલમાં વરસાદી ટીપા લાગણીને જીવંત કરી દે, એટલે જ આનંદ બક્ષી ગીતકાર લખે છે અને કાકા પૂછે છે કે ભીગી ભીગી રાતો મે, મીઠી મીઠી બાતો મેં, કેસા લગતા હૈ… કે પછી આજના સમયમાં થોડુંક મોર્ડન કહીએ તો એ મોસમ કી બારીશ યે બારીશ કા પાની…

વેધર, વરસાદ અને વૈવિધ્ય
સમગ્ર ગુજરાતમાં ચોમાસુ કેરળના હવામાનમાંથી ગુજરાતના હવામાન બાજુ આવે છે. કેરળમાં વરસાદ આવે એટલે ગુજરાતમાં વરસાદના એંધાણ શરૂ થાય છે. એક હકીકત એવી પણ છે કે ગુજરાતમાં વિશાળ દરિયા કિનારો હોવા છતાં કેરળની સિસ્ટમ સાથે ગુજરાતમાં ચોમાસુ સક્રિય થાય છે. જ્યારે સમગ્ર દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતમાં ટોટલ બે વખત ચોમાસાના રાઉન્ડ દક્ષિણ ભારતના રાજ્ય અને ભીના કરે છે. બંગાળની ખાડી અને અરેબિયન્સી એટલે કે અરબ સમુદ્ર વરસાદ માટે કેન્દ્રબિંદુ છે જ્યાંથી સિસ્ટમ બનવાનું શરૂ થાય છે અને દક્ષિણથી ઉત્તર તરફ વહે છે કેરળમાં ચોમાસુ અરબસાગર પરથી આવે છે જ્યારે તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટકા તેલંગણા થી લઈને છેક પશ્ચિમ બંગાળ સુધી બંગાળની ખાડીનું ચોમાસુ સિસ્ટમ બનાવે છે. બંને તરફ દરિયામાં શરૂ થતી સિસ્ટમ વાતાવરણ અને ભેજ સાથે મિશ્રિત થઈને વંટોળ સાથે આગળ વધે છે. પરંતુ વધતા જતા પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદી સિસ્ટમ ધીમી પડી રહી છે આ વાત પણ સ્વીકારવી પડે. ગુજરાતમાં અરબસાગર છેક દીવ અને સોમનાથ સુધી સ્પર્શે છે જ્યારે બંગાળાની ખાડી પશ્ચિમ બંગાળ અને નોર્થ ઇસ્ટ સુધી સ્પર્શે છે. મોસમને વણાક આપતા મેઘરાજાની ગુજરાતમાં મહા એન્ટ્રી થાય ત્યારે અષાઢ મહિનાનો ગાઢ માહોલ જોવા મળે છે માર્ચ એપ્રિલ અને મે મહિના સુધી સૂર્યદેવનો આકરો મિજાજ વર્તાય છે પછી બફારાનો બુસ્ટર ડોઝ શરૂ થાય છે. જે વરસાદ પછી પણ ગુજરાતમાં ભાદરવા મહિના સુધી ચાલે છે.
સૌથી અલગ સાઉથ ક્ષેત્ર
જ્યારે દક્ષિણ ભારતમાં ઓક્ટોબર મહિનો ચોમાસાનો છેલ્લો મહિનો ગણાય છે. જે રીતે કેરળથી ચોમાસુ શરૂ થાય છે એમ મેઘાની વિદાય પણ કેરળમાંથી જ થાય છે. વેસ્ટન રીજીયન માં ચોમાસુ ઠંડુ પડે એટલે તરત જ ટાઢો બોર્ડ માહોલ શરૂ થાય છે જેને ઉત્તર ભારતથી વહેતા ઠંડા પવનોથી ઓળખવામાં આવે છે. પરંતુ કેરળમાં વરસાદ એકાએક શાંત ત્યારે થાય જ્યારે સૂકા પવનો મારો શરૂ થાય. એક કરતાં વધારે વેધર સિસ્ટમ હવે એક્ટિવ થઈ રહી છે જેના કારણે મોનસુન મેઝરમેન્ટમાં પણ ઘણા બધા તફાવત જોવા મળે છે. હવામાન ખાતાના એક સિનિયર વેધર એનાલિસ્ટ અને અધિકારીએ નામ ન આપવાની શરતે એક સિસ્ટમ સમજાવી હતી. તેમણે કહ્યું કે ચોમાસુ કુદરતી વધારે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી મોટું છે. વિશાળ દરિયો હોવા છતાં ઘણી વખત વરસાદ થતો જ નથી એવા પણ કિસ્સા છે. આ પાછળનું કારણ ભેજ અને ખારાશ હોવાનું છે. કેરળમાં સતત ભેજનું સાતત્ય હોય છે એટલે એની અસર વધુ સમય સુધી રહે છે દક્ષિણ ભારતની ભૌગોલિક પરિસ્થિતિ ગુજરાત અને મહારાષ્ટ્ર કરતાં ઘણી અલગ છે. કારણ કે ત્યાં પહાડ ઓછા અને ઘાસના મેદાનો વધારે છે. વરસાદની એન્ટ્રીથી કેરળની ચર્ચા શરૂ થાય છે પરંતુ હકીકત એવી પણ છે કે કેરળનું ચોમાસુ ધીમે ધીમે નબળું પડતું જાય છે હવે દરિયા પર બનતી સિસ્ટમ અને એનો આગળ વધવાનો ફ્લો ચોમાસાની તીવ્રતાને નક્કી કરે છે.
અલનીનો એટલે? હા, સ્પેનીશ ભાષામાં ‘અલનીનો’ એટલે ખ્રિસ્તનું બાળક પરંતુ અહીં વાત હવામાનની છે. દક્ષિણ અમેરિકાના પેરૃ દેશના દરિયાકાંઠે દર પાંચ કે છ વર્ષે ગરમ પાણીના પ્રવાહ પેદા થાય છે. નિયમિત સમયાંતરે ક્રિસ્મસ વખતે જ આ પ્રવાહ પેદા થાય છે. એટલે તેનું નામ ખ્રિસ્તનું બાળક પડયું. આ પ્રવાહ આખી દુનિયાના હવામાન પર અસર કરે છે. આપણે ત્યાં આ પ્રકારની સિસ્ટમ પણ જોવા મળી છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં એકાદ બે વખત આ સિસ્ટમ લાગુ થઈ છે. આ સિવાય વધારે પડતા વેગ સાથે ત્રાટકી પડતું ચોમાસુ સુનામી ગણાય છે. જેને તાવતે,કેટરીના હુડ હુડ, ચક્રવાત જેવા નામથી તોફાન તરીકે ઓળખવામાં આવે છે. આ નામ કેવી રીતે પડ્યા અને કોણ પાડે છે એ અલગ ચર્ચાનો વિષય છે. ચોમાસાનું ઉદ્ઘાટન કેરળથી થાય છે વાત સાચી છે. પરંતુ હાથી કદના વાદળ હવે પહેલાના પ્રમાણ કરતાં ઓછા બંધાય છે. મહારાષ્ટ્રના કાઠેડા પ્રદેશ પર કોઈ સિસ્ટમ સક્રિય થાય તો ગોવાને અસર થાય છે. ગોવામાં કોઈ સિસ્ટમ બને તો વરસાદ પહેલા મહારાષ્ટ્રમાં પડે છે. પરંતુ આ બંને નજીક કોઈ સિસ્ટમ બને તો ગુજરાતને સીધી અસર કરે છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાનું કારણ મહારાષ્ટ્રની આબોહવાની સીધી અસર છે. મહારાષ્ટ્ર અને ગુજરાત બોર્ડર વચ્ચે ઘણા બધા ખેડૂતો હવે ચોખા તેમજ બાગાયતી પાક લેતા થયા છે. વરસાદી સિસ્ટમ બંધાતા જેના કારણે એક એન્વાયરમેન્ટલ ઈફેક્ટ ઉભી થાય છે. જે વરસાદને ટકાવી રાખે છે.
વેધર રીપોર્ટ કેવી રીતે બને?
ચોમાસાનો વેધર રીપોર્ટ સામાન્ય રિપોર્ટ કરતાં ઘણો બધો અલગ હોય છે. જેમાં વરસાદની સાથે તાપમાનને પણ નોટ કરવામાં આવે છે. જેમકે સતત વરસાદ વચ્ચે તાપમાનમાં કેટલો ઘટાડો થયો. આ વખતે ના એક સામાન્ય રિપોર્ટ પર નજર કરીએ તો અમદાવાદમાં 10 ઇંચ વરસાદમાં તાપમાન સીધું આઠ ડિગ્રી ઘટ્યું હતું. ચોમાસુ સિઝનમાં ભેજ નું પ્રમાણ વધે એટલે ઠંડક વધે. જ્યારે શિયાળાની સીઝનમાં ભેજ વધે એટલે વિઝિબિલિટીને પહેલી અસર થાય.
આ વિવિધાભાસ ગુજરાતમાં સરળતાથી જોઈ શકાય છે અને અનુભવી પણ શકાય છે. ચોમાસુ સીઝન દર વર્ષે થોડા ઘણા દ્રષ્ટિ કોણ થઈ બદલાય છે. સ્માર્ટ ફોનમાં જે રીતે સિસ્ટમ અપડેટ થાય તો સાયન્સ અને કુદરતમાં સોફ્ટવેર અપડેટ ન થાય? પણ એક વાત દાવા સાથે કહી શકાય કે ચોમાસુ એટલે ક્યુરોસિટીનો અંત અને ક્રિએટિવિટીની શરૂઆત. વરસાદી વાદળો એટલા શક્તિશાળી હોય કે રાજ્યના રાજ્યને ભીંજવી શકે. પરંતુ વરસાદ થાય એટલે મુંબઈના ચિત્રો હેડ લાઈનમાં આવે જ્યારે શિયાળો પડે એટલે દિલ્હીના દૃશ્યો વાવડ (સમાચાર) બને. દક્ષિણ ગુજરાતથી લઈને દક્ષિણ ભારત સુધી જુદા જુદા સમયે ચોમાસુ શરૂ થવા પાછળ કારણ દરિયો અને વરસાદી સિસ્ટમ છે. કેરળમાં મે મહિનાના અંતમાં ચોમાસુ બેસે છે જે ગુજરાતમાં 13 જૂન સુધીમાં સક્રિય થાય છે. જ્યારે દિલ્હીમાં 28 જૂને ચોમાસાનો વિધિવત દિવસ ગણાય છે. હવે તામિલનાડુ કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ અને તેલંગણા ની વાત કરવામાં આવે તો આ રાજ્ય કેરળ કરતાં પણ થોડા એડવાન્સ છે. જ્યાં વરસાદ માહોલ છુટા છવાયા ફોરા તરીકે શરૂ થાય. પરંતુ વિધિવત રીતે જુલાઈ મહિનામાં એકધારો કહી શકાય એવો વરસાદ પડે. ટૂંકમાં દક્ષિણ ભારતમાં વરસાદની કોઈ ચોક્કસ અવધી કેરળની તુલનામાં ન કહી શકાય. પરંતુ ઓક્ટોબર મહિનાથી શિયાળો શરૂ થઈ જાય છે.
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
આમ તો મોનસુન એટલે મોસમની મોર કળા કરતો હોય એ રીતે ખીલી ઉઠતી પ્રકૃતિની ઋતુ. કંઈક નવીન અને નેચરનું નવીન જે સિઝનમાં જોવા મળે એને ચોમાસુ કહેવાય. સતત અને સખત બફારા તથા કંટાળાના કવચને તોડીને શરૂ થતી સિઝન એટલે વર્ષા. અવસાદ(તણાવ)માંથી વરસાદ તરફનું આગે કુચ. જે રોમ અને રૂમમાં રોમાન્સ ભરી દે, લાગણી અને છલોછલ કરી દે. વરસાદી વિષયના દરેક કવિઓએ તેમજ લેખકોએ શબ્દોના શણગારથી વધાવ્યો છે. લોક કલાકાર સાઈરામ દવે એવું કહે છે કે ચોમાસામાં પલળવાની મોજ માણતો દરેક વ્યક્તિ મારે મન યુવાન છે. એ પછી સાત વર્ષના વૃદ્ધ હોય કે 16 વર્ષના ટીનેજ. તો જાણીતા લેખક જય વસાવડા એવું લખે કે વરસાદ એટલે લાગણીઓમાં ભીંજાઈને ભીનાશ અનુભવવાની ઋતુ. વર્ષા આટલી સ્પેશલ એટલે છે કારણકે વર્ષમાં આશા છે! કેટલીય આશા! ક્યાંક કોઈક ઘાંસને ઉગવાની, ધૂળ ને તડકો ઓઢીને ફરતા વૃક્ષને ભીંજાવાની, નદીના, ઝરણાના પુનર્જન્મની, ધરતીને એના પ્રેમી વાદળની એક ઝલકની, એના પ્રેમમાં તરબોળ થઈ જવાની, મકાનની ભીંતોની તિરાડના બે છેડાને જરા અમસ્તા પાણીથી જોડાઈ જવાની આશા. તો સૌરાષ્ટ્રના જાણીતા કવિ રમેશ પારેખ એવું લખે કે, આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે/ હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે,નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે/દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે, અહીં આપણે બે અને વરસાદ ભીંજવે/ મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે. આજ શ્રેણીમાં હરીન્દ્ર દવેનું એ ગીત કેવી રીતે ભૂલી શકાય. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા જાણે મોસમનો પહેલો વરસાદ છે થયા. બાળપણમાં દરેકે ગયેલું એ વરસાદનું બાળગીત અહીં જોડી દેવાય તો…આવરે મેહુલા આવ,
મેહુલા અષાઢના રે, ધેરી ધેરી વાદળી જાણે ભરી રે, વરસી ઝરમર જય…. નદીએ પાણી રેલશે રે, ધરતી ડૂબ ડૂબ થાય……. વરસાદમાં જેમ નવું ઘાસ ધરતી લીલીછમ બનાવે એ રીતે ચોમાસુ સિઝનમાં પણ ઘણા નવા કવિઓ પણ પોતાના શબ્દોની અભિવ્યક્તિ કરે છે. માત્ર ગુજરાતી જ નહીં પરંતુ હિન્દી સાહિત્યમાં પણ ચોમાસુ કેન્દ્રસ્થાને કાયમી ધોરણે રહ્યું છે. જેનું એક સરસ ઉદાહરણ એ આપી શકાય કે, કવિ જમાલ અહેસાની એવું લખે કે, ઉસને બારીશ મેં ખીડકી ખોલ કે દેખા નહી, ભીગ ને વાલો કો કલ ક્યાં પરેશાની હુંઇ, તો સામે નીદા ફાઝલી એવું પઠન કરે કે, બરસાત કા બાદલ તો દિવાના હૈ ક્યા જાને, કિસ રાહ સે બચના હૈ કિસ છત કો ભેગોના હૈ. એટલે હિન્દી અને ગુજરાતીની વિશાળ શબ્દ સૃષ્ટિમાં ચોમાસુ વિષય કરતા વ્હાલની ઋતુ વધારે છે. ચોમાસામાં પ્રેમ છે અને પ્રેમમાં ખરેખર ચોમાસું છે. બાકી પરિસ્થિતિઓ સામે આંખમાંથી નીકળતા પાણી કાયમી અષાઢ જ છે. વર્ષા સાથે બંધાયેલી કૃતિઓની યાદી બનાવ્યો હતો એક અલગથી આર્ટિકલ બની શકે પણ અંતે, ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ,
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ. હરીન્દ્ર દવેની આ લાઈન કાયમી રહી છે. હા, કવિ કાલિદાસે પણ ચોમાસાને દિલથી વધ્યાવ્યો છે. એની ઘણી કૃતિઓ ચોમાસાને હાઈલાઈટ કરે છે.
ટીપ ટીપ બરસા પાની….
શહેર હોય કે ગામ વરસાદ શરૂ થાય એટલે આ ગીત રેડિયો કે પ્લે લિસ્ટમાં પ્લે થયા વગર ન રહે. પણ આ ગીતની હકીકત એ છે કે વીડિયોમાં દેખાતો વરસાદ એ ઠંડા નહીં પણ ગરમ પાણીનો છે. કારણ કે પીળી સાડીમાં સૂર્યમુખી જેવી કટ અને કામણગારી કાયા જેવી લાગતી રવિના એ ગીત વખતે ખૂબ બીમાર હતી. તાવમાં ખદબદતી હાલતમાં તેમણે આ ગીત શૂટ કર્યું છે. ગીતની સફળતા એટલી કે તાજેતરમાં રોહિત શેટ્ટીએ આ ગીતનું રી ક્રિએશન કર્યું. સેલ્યુટ છે બીજું શાહના સંગીતને જણા પાણીના ટીપા ઉપર સંગીતને તથા અભિનેત્રીને થીરક્તા કર્યા. જોકે રેનફોલ અને લવફુલ બોલીવુડ નો સૌથી જૂનો વિષય છે. ખાસ કરીને કાકાની ફિલ્મમાં એકવાર તો વરસાદ પડે જ. ભીગી ભીગી રાતોમે મીઠી મીઠી બાતો મેં… બોલીવુડના લેજેન્ડરી એક્ટર ડિરેક્ટર રાજ કપૂરને વરસાદી સીઝન ખૂબ ગમતી યાદ કર્યો એ ગીત…. પ્યાર હુઆ એકરાર હુઆ હૈ…. ફિલ્મ શ્રી 420. હવે એને જ ડીરેક્ટ કરેલું ગીત ભોર ગયે પનઘટ પે મુજે નટખટ શ્યામ સતાયે… રામ તેરી ગંગા મેલી હો ગઈ.. તો સૌનું ફેવરીટ કિશોરદાના અવાજમાં એક લડકી ભીગી ભાગી સી..રાતો મેં જાગી સી… સામે અદનાન સામી પણ એવું લલકારે કે ભીગી ભીગી રાતોમે ફિર તુમ આઓ ના… એસી બરસા તો મે આવો ના… કેટરીના તો હવે ટીપ ટીપ બરસામાં આવી પણ કરીને મન મૂકીને વરસાદમાં ડાન્સ કર્યો છે યાદ છે એ ગીત ફિલ્મ ‘ચમેલી’ નું.. ભાગે રે મને કહી આગે રે મને ચલા જાય કિધર જાનુંના…. કરીના અને શાહિદનું ઇલુ ઇલુ પણ વરસાદમાં સુનામીની જેમ તાજુ થયેલું જે ગીત બંનેની કેરિયર માટે અમર થઈ ગયું. તુમસે હી દિન હોતા હૈ સુરમઈ શામ આતી હૈ તુમસે હી… આમાં પણ વરસાદ અને શાહિદની આંખમાં આભાસી કરીના છે. માત્ર મોસમ કી બારીશ માં જ શક્તિ કપૂરની છોકરીના વળાંક દેખાય એ નવી વાત નથી. સિસકારા બોલાવી દે એવું શ્રીદેવીનું ફિગર પણ વરસાદમાં તેજસ્વી બની જાય કાંટે નહીં કટતે યે દિન એ રાત કેહની થી તુમ સે વો દિલ કી બાત…. અનિલ કપૂર અને શ્રીદેવી એ પણ વરસાદમાં આહા…. શું રોમાન્સ હતો! ચોમાસુ સિઝન હોય અને સૌંદર્ય ખીલી ઊઠે એમાં એશ્વર્ય પડે તો…. બસ બીજું કંઈ નહીં બરસો રે મેઘા મેઘા. આ ગીતનું શૂટિંગ કુદરતી રીતે જ થયેલા વરસાદમાં થયું છે. એ પણ કેરળના જાણીતા અથીરાપલી વોટરફોલ પાસે. વાહ મણિરત્નમ વાહ! મ્યુઝિક ની દુનિયામાં માઈલસ્ટોન ગણાતા બે મ્યુઝિક ડાયરેક્ટર એ.આર રહેમાન અને આર ડી બર્મન. બર્મને કાચની ટક્કરમાંથી મ્યુઝિક પેદા કર્યું અને રહેમાને પાણીના ટીપા માંથી મ્યુઝિકના સૂર આપ્યા.
તાલનું ટાઈટલ સોંગ એની શરૂઆતમાં પણ વરસાદ છે અને ગીતમાં પણ વરસાદ છે. આ ગીતનું શૂટિંગ લોકેશન પણ યુવાનો માટે ટ્રેકિંગ પોઇન્ટ બની શકે લખી રાખો ચંબાવેલી હિમાચલ પ્રદેશ. બોલીવુડ વરસાદ અને બિગ બિ. આ ત્રણ વસ્તુ હોય એટલે સુપરહીટ નું બેનર ઓટોમેટીક લાગી જાય. આજ રપટ જાય તો હમે ના ઉથૈયો… હાથ લારીમાં સ્મિતાને ખેંચી જઈ જાહેર રોડ ઉપર રોમાન્સ. જેમાં ટીપે ટીપામાં સૌંદર્ય અને સંગીતનો કોમ્બિનેશન જોવા મળે. તો રીમઝીમ ગીત સાવન આજે ઘણા લોકોનું સૌથી ફેવરીટ ગીત રહ્યું છે. હિન્દી પોપ કલ્ચરમાં પણ અબ કે સાવન એસા બરસે..
ધમાકેદાર વરસી હતું. સામે અનુરાધા પોડવાલ પણ લલકાર્યું કે ચૂડી ભી ઝિદ પે આઈ હૈ પાયલને શોર મચાયા હૈ. આમાં પણ ગમતી વ્યક્તિને વરસાદમાં મળવાની તીવ્ર અપીલ છે. વરસાદમાં ઓટોમેટીક વ્યક્તિ વાઇલ્ડ બની જાય પરંતુ જરૂરી છે કે તે વાઇસ પણ બને. સિનેમાની સૃષ્ટિમાં સર્વોત્તમ ચોમાસાના આ ગીત અમર છે.

બે કટિંગ મસાલાવાળી
ગુજરાતમાં ચોમાસુ શરૂ થાય એટલે છત્રી કે રેઇનકોટ વાળા પછી કમાય પણ પહેલા રસપાત્રા અને ગાંઠીયાવાળા કમાય. વરસાદમાં ડેમના દરવાજા ખુલ્યા પછી નો જે ધોધ પડે એવો ધોધ ગુજરાતમાં વરસાદ પછી કે ચાલુ વરસાદે ભજીયા વાળાને ત્યાં પડે. એમાં પણ અમદાવાદના રાયપુરના ભજીયા સૌરાષ્ટ્રના રાજકોટમાં કારગિલના ભજીયા તો જૂનાગઢમાં કાળવા ચોકની ચા પીવા માટે લાઈનમાં વારો આવે. વરસાદ માત્ર મૂડ બદલનારો નથી પરંતુ ફૂડમાં ફેરફાર કરનારો પણ છે. સવારની ચા થી લઈને સાંજના જમવાના સુધી દરેક દેશમાં ડિફરન્સ લાવે એ ચોમાસુ. કડક અને મીઠી ચા ચોમાસામાં આદુવાળી બને, તો બપોરે ડુંગળીની વિદાય થાય એની જગ્યાએ લસણની થોડી તીખી ચટણી સ્થાન લે. તો સાંજે હળવી ખીચડી અને પાપડની મોજ આવે. ચોમાસુ સિઝનમાં ખાણીપીણીમાં સૌથી વધુ ધ્યાન રાખવું પડે કારણ કે સૂર્યદેવતા વેકેશન મુડમાં હોય અને વર્ષારાણી પ્રાઈમ ટાઈમમાં t20 રમતા હોય. પાચન સંબંધિત સમસ્યા ન થાય એ માટે ચોમાસામાં ડોક્ટર્સ પણ હળવો ખોરાક ખાવાનું કહે છે. પરંતુ ગુજરાતની સ્વાદ પ્રેમી જનતા હેવી ફૂડ માટે હડિયાપટ્ટી કરે. ગુજરાત સિવાય અન્ય રાજ્યમાં વરસાદ પડે એટલે સૌથી વધારે ભીડ ચાટ મસાલા અને છોલે ભટુરે વાળાને ત્યાં પડે. રાજધાની દિલ્હીમાં વરસાદ થાય ત્યારે સૌથી વધારે ગરમાગરમ પરોઠા પર પીટ પડે. જ્યારે આર્થિક રાજધાની મુંબઈમાં કાંદાભાજી ખાવા માટે લોકો કલાકો સુધી ઉભા રહે. તો ઓલ ટાઈમ ચોમાસુ ફેવરિટ મકાઈ અને કેવી રીતે ભૂલી શકાય ઉર્ફે ભુટ્ટો. મોસમની સાથે બદલાતું ફૂડ કલ્ચર આપણા શરીરને પણ નવી એનર્જી આપે છે. જ્યારે વિદાય લે તું ચોમાસું એટલે કે ઓક્ટોબર-નવેમ્બરનો મહિનો લીલોતરીનો મહિનો ગણાય છે. વરસાદી સિઝનમાં જો ઉદયપુર જયપુર ફરવાનું થાય તો ત્યાં આલુ બડે અને મિર્ચી બળે ખાસ ખાવા જેવા. આમ તો આ બંને ભજીયાની જ કેટેગરી છે પણ સ્વાદ ગુજરાતના ભજીયા કરતાં ટોટલી અલગ છે.
એપ્લિકેશનમાં વરસાદ:
સ્માર્ટફોન આવતા તાપમાન અને વેધર પ્રીડક્શન હાથવવું બની ગયું છે. પરંતુ અખબારોમાં છપાતા તાપમાન અને મોબાઈલના ડેટા શા માટે અલગ હોય છે? વિચારતા કરી દે એવો આ સવાલ ઘણા બધા સોર્સ પર કામ કરે છે. આનો જવાબ છે દરેક વેધર એપ અને એટમોસ્ફિયર એનાલિસ્ટના સોર્સિસ. જુદા જુદા સોર્સ હોવાને કારણે અને થોડા પ્રાઇવેટ પર લાઈન અપ થયું હોવાને કારણે વરસાદી વેધર હવામાન ખાતાના ઓફિશિયલ કરતા અલગ બતાવે છે. વરસાદ માટે કોઈ એક્યુરેટ ન હોઈ શકે. ક્યારેક હવામાન ખાતાની આગાહી ખોટી પડે તો ક્યારેક સાવ સામાન્ય કહેવાથી એપ્લિકેશનમાં પણ વરસાદી એલર્ટ આવે તો મેઘરાજા ધબધબાટી બોલાવે. સ્માર્ટફોન આવતા વેધર સોર્સમાં પણ અનોખું વેરીએશન આવ્યું છે. પરંતુ બેટરી કિલર હોવાને કારણે કોઈ એટલું એનાલિસિસ કરતું નથી. પરંતુ વરસાદી વેધરને સમજવામાં રસ અને રુચિ હોય તો windy.com સૌથી સારી વેબસાઈટ છે. આ સિવાય હવે તો આઈએમડી ગુજરાત પણ સમયાંતરે સેટેલાઈટ મેપ આપે છે. એન્જોય ધ મોન્સુન વિથ સેફ્ટી એન્ડ સેન્ટિમેન્ટસ
આ વાત પણ ખરેખર રસપ્રદ
ચોમાસાની સૌપ્રથમ આગાહી વર્ષ 1986 માં રેડિયો પરથી કરવામાં આવી હતી. જેમાં લંડનના હવામાન ખાતાએ ભારતને વરસાદી એલર્ટ આપ્યું હતું.
દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ બાગાયતી પાક ચાલુ રાખ્યા છે. એનાથી એ જમીન કસવાળી રહી છે. જે વરસાદી પાણીને લાંબા સમય સુધી જાળવી રાખે છે.
અત્યારે ગુજરાતના આકાશ પર બંગાળના અખાતના હવાના હળવા દબાણથી એકીકૃત થયેલાં વાદળો પવનના પ્રવાહે પશ્ચિમ ભારત પર છવાયેલાં છે તેનો લાભ મળે છે. જેથી વરસાદ થાય છે.
મોનસુન શબ્દ પોર્ટુગીઝ શબ્દ મોનકાવ ઉપરથી આવ્યો છે જેને ડચ લોકોએ મનસુનમાં ફેરવ્યો હોવાનું મનાય છે. કન્નડ ભાષામાં વરસાદને મૂંગારૂ માલે અને તમિલમાં મેરકું પૂરવા મલાઈ એવું કેહવાય છે. પણ જ્યારે પહેલો વરસાદ આવે ત્યારે જ આ શબ્દ વપરાય છે. એક વાત એવી પણ છે કે અરેબિક વોર્ડ મૌસીમ પરથી મોનસુન શબ્દ બન્યો છે.
ભારતમાં સૌથી વધારે છત્રીનું ઉત્પાદન પશ્ચિમ બંગાળમાંથી થાય છે. જે એક વર્ષમાં એક કરોડથી પણ વધારે છત્રી બનાવે છે. જ્યારે રેઇનકોટ માટે મુંબઈ સૌથી મોટું કેન્દ્ર મનાય છે.
આલેખન : વિરલ રાઠોડ , રાજકોટ
viral rathod313@Yahoo.com