ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
દેધરોટા ખાતે મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો
નીરવ જોષી , હિંમતનગર (7838880134)
મહિલા સશક્તિકરણની વાતો થાય છે ત્યારે ગામડાની મહિલાઓને સશક્ત કરવી અને તેમને તેમના હક્કો વિશે જાગૃત કરવું એ પણ એક મહત્વનું કાર્ય છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠાના હિંમતનગર પાસે આવેલા દેધરોટા ગામ પાસે ધારેશ્વર મહાદેવ મંદિર હોલ ખાતે ગામની મહિલાઓને તેમના મહત્વપૂર્ણ હકો અંગે એક દિવસ માર્ગદર્શક કાર્યક્રમ યોજાયો હતો.
સાબરકાંઠાના દેધરોટા ખાતે મહિલાઓને ઘરેલુ હિંસા અધિનિયમ અંગે માર્ગદર્શન સેમીનાર યોજાયો
સાબરકાંઠા જિલ્લાની મહિલાઓને ધરેલુ હિંસા આધિનિયમ ૨૦૦૫ થી અવગત કરાવવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,હિંમતનગર દ્વારા ઘરેલુ હિંસાથી રક્ષણ આપતો અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માર્ગદર્શન સેમીનાર હિંમતનગરના ધારેશ્વર મંદિર હોલ,દેધરોટા ખાતે યોજવામાં આવ્યો હતો. ભારત દેશનું બંધારણ સ્ત્રીને સ્વતંત્ર તેમજ શાંતિપૂર્ણ રીતે જીવવાનો હક આપે છે. આ હક્કોના રક્ષણ માટે વિવિધ કાયદાઓ ઘડવામાં આવ્યા છે. આવો જ એક કાયદો ઘરેલુ હિંસા અટકાવવા માટે સરકારે ‘ઘરેલુ હિંસા અધિનિયમ 2005” ને લાગુ કર્યો છે.ઘરેલુ હિંસામાં ઘરેલુ સંબંધ ધરાવતી વ્યક્તિ ઘરની મહિલા પર શારીરિક હિંસા, માનસિક હિંસા,શાબ્દિક, ભાવનાત્મક હિંસા અને આર્થિક હિંસાનો સમાવેશ થાય છે.
આ સેમીનારમાં લીગલ કમ પ્રોબેશન ઓફિસર શ્રી.એસ.આર.કેવટભાઈ દ્વારા ઘરેલુ હિંસાથી મહિલાઓને રક્ષણ આપતા અધિનિયમ ૨૦૦૫ ની કાયદાકીય જોગવાઈઓ વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.તેમજ દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી દ્વારા જાતીય સતામણી ( ફરિયાદોનું નિવારણ રક્ષણ તેમજ સુધારણા)અધિનિયમ-2013 સંક્ષપ્તમાં માહિતી આપવામાં આવી હતી.
આ સેમીનારમાં ગંગા સ્વરૂપા વિધવા આર્થિક સહાય યોજના, વિધવા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, વ્હાલી દિકરી યોજના, સ્વાવલંબન યોજના, પોલીસ બેઈઝ્ડ સપોર્ટ સેન્ટર,સખી વન સ્ટોપ સેન્ટર,૧૮૧અભયમ,નારીકેન્દ્ર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર વગેરે યોજનાઓ વિશે વિસ્તૃત માહિતી ફિલ્ડ ઓફિસરશ્રી તેમજ યોજનાકીય સ્ટાફ દ્વ્રારા આપવામાં આવી હતી.
આ સેમીનારમાં ડેપ્યુટી સરપંચ દેધરોટા શ્રીમતિ નિલમકુંવરબા, પંચયાત સદસ્ય સરોજબેન પટેલ, સ્ક્રાય યુનિસેફ જિલ્લા કોર્ડિનેટર શ્રીદિપકભાઇ પુરોહિત તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતી.