પંચસ્તરીય મોડેલ ફાર્મ થકી પ્રાકૃતિક ખેતીના પાકોનું વાવેતર કરી ખેડૂત બન્યો આત્મનિર્ભર
હિંમતનગર પાસેના બેરણા ગામના રોડની હાલતથી ગ્રામજનોમાં અસંતોષ

નીરવ જોષી, હિંમતનગર
આવતીકાલે ગ્રામપંચાયતની સમગ્ર ગુજરાતમાં ચૂંટણીઓ છે ત્યારે મતદારોએ કેવા પ્રકારના સરપંચ જોઈએ એ ગંભીરતાથી વિચારવું જોઈએ. હિંમતનગર શહેર પાસે આવેલ ગામ બેરણા ગ્રામ પંચાયતનો આઝાદ ચોક થી હનુમાનજી મંદિર જવાનો રસ્તો જે આશરે કિલોમીટર જેટલો નવો બનાવવામાં આવ્યો છે તે આશરે દોઢ-બે મહિના પહેલા રસ્તો બનાવાયો હતો . હાલ ખૂબ જ બિસ્માર અને કઢંગી હાલતમાં જોવામાં આવી રહ્યો છે . રોડની આવી ખરાબ હાલતમાં લોકોને ભારે તકલીફ પડી રહી છે તેમજ વાહનો ઉબડખાબડ રસ્તા પરથી પસાર થતા તેમને નુકસાન પણ થાય છે .. પરિણામે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે .ગ્રામજનોને પડતી હાલાકી અને આ રોડ પર સિમેન્ટ ઉખડી જતાં કપચી ના પથરા તેમજ ગંદકીના ઢગલાં જોવામાં આવી રહ્યા છે .આ રૂટમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર આચરાયો હોય તેની ચાડી ખાય છે.
આ ગામના જાગૃત નાગરિક ચિંતનભાઈ બારોટ ના જણાવ્યા મુજબ રસ્તો બનાવવામાં આવે છે તે રોડની કિનારીઓ પણ અનેક જગ્યાએ તૂટેલી જોવામાં આવે છે!!
તેમજ રોડની વચ્ચોવચ અમુક અંતરે ઇલેક્ટ્રિસિટી નો થાંભલો છે જે ખરેખર મોટો અકસ્માત સર્જી તેવું બની શકે એમ છે. આ ઉપરાંત આ રોડ ની બનાવટ માં જે પ્રમાણમાં સિમેન્ટ કપચી તેમજ અન્ય સામગ્રીનો ઉપયોગ થવો જોઇએ અને તેની મજબુતાઈ દેખાવી જોઈએ તેવું જણાયું નથી રહ્યું.. પરિણામે આગામી વરસાદી સિઝનમાં આ રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી વરસાદી પાણી ભરાઈ જશે એવું પણ હાલમાં જોવાઈ રહ્યું છે. આમ રોડ માટે લાખોનો ખર્ચ માંથી કેટલો પૈસો પાણીમાં જઈ રહ્યો છે એવું અનેક જાગૃત અને શિક્ષિત ગ્રામજનોને પણ લાગી રહ્યું છે અને લોકોના મનમાં કકળાટ તેમજ ભ્રષ્ટાચાર થયો હોય તેવી કુશંકા ગામમાં ચાલી રહી છે.
*****(ગામડાનો ઉપયોગી સમાચારો તેમજ સત્તાધારીઓનો ભ્રષ્ટાચાર ખુલ્લો કરવા સંપર્ક કરો નીરવ જોષી એડિટર-7838880134 , 9106814540)