સાબરકાંઠા: લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો 75મો જન્મદિવસ ભારે ઉત્સાહથી ઉજવાયો
બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના દાદી પ્રકાશમણિજીના 18મા સ્મૃતિ દિવસ – વિશ્વબંધુત્વદિવસ નિમિત્તે 225 બોટલ રક્તદાન નોંધાયું

નિરવ જોશી , હિંમતનગર (M-7838880134, 9106814540)
“બ્લડ ડોનેશન ડ્રાઈવ 2025 ધ્વારા બ્રહમાકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ના આદરણીય દાદી પ્રકાશમણિજીના 18મા સ્મૃતિ દિવસ તા. 25 મી ઓગસ્ટ 2025 ” વિશ્વબંધુત્વદિવસ ” નિમિત્તે સમગ્ર ભારતદેશના સર્વ ઝોન/સબઝોન અને સેવા કેન્દ્રો ધ્વારા તથા “સમાજ સેવા પ્રભાગ” બ ઈન્ટરનેશનલ હેડ કવાર્ટર, આબુ ના માર્ગદર્શન મુજબ “બ્લડ ડોનેશન ડ્રાઈવ” નો સમગ્ર ગુજરાતમાં તા. રર થી રપ ઓગસ્ટ દરમ્યાન વિશેષ સેવાના કાર્યક્રમનુ આયોજન થયેલ. એક બૂંદ બને અનંત આશિષ, રકતદાન એ મહાદાન – જીવનનુ વરદાન તથા પુણ્યનુ કાર્ય અને સેવાભાવ છે.
એક વ્યકિત નુ રક્તદાન અનેકોની જીંદગી બચાવે જેને લક્ષ્ય બનાવી હિંમતનગર બ્રહ્માકુમારીઝ સબઝોન ઈન્ચાર્જ આદરણીય રાજયોગીની બીકે જ્યોતિદીદી ધ્વારા સંસ્થાના બીકે ભાઈ-બહેનો તેમજ વિદ્યાનગરી સંસ્થાના પ્રમુખ ડૉ. ડી.એલ.પટેલસાહેબ તથા સ્ટાફ અને સ્ટુડન્ટ નાસહયોગથી સંકુલ ખાતે તા. રર મી ઓગસ્ટ ને શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી માન.એચ.એમ.વોરા સાહેબ (IAS)ના અધ્યક્ષ સ્થાને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પ નો ઉદ્ઘાટન-દિપ પ્રાગટય સમારોહ યોજાયો. આ પ્રસંગે પ્રમૂખશ્રી નગરપાલિકા વિમલભાઈ, અગ્રગણ્ય ડૉ.ભૂપેન્દભાઈ, ડૉ ગોપલાણી, ડૉ.મહેન્દ્ર પરમાર આઈએમએ ના સેક્રેટરી, જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ, રોટરી કલબના પ્રમુખશ્રી રાજુભાઈ અમીન, ભાજપ શહેર પ્રમુખ કુલદીપભાઈ તથા શહેરના અગ્રગણ્ય પ્રતિષ્ઠિત નાગરિકો અને બીકે ભાઈ-બહેનોની ઉપસ્થિતિમાં 207 બ્લડ દાતાઓના ઓનલાઈન રજિસ્ટ્રેશન તથા વોલન્ટિયર દાતાઓ મળી 225 ઉપરાંત બોટલના કલેકશન નુ આયોજન કરવામાં આવેલ. હિંમતનગર સબઝોનના અન્ય સેન્ટર ઈડર, ખેડબ્રહ્મા,પ્રાંતિજ, સુરેન્દ્રનગર અને ભૂજ-માંડવી ખાતે પણ આ ચાર દિવસ દરમ્યાન બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન થનાર છે.
બીકે બહેનોના સતત પરામર્શ માં રહી બીકે નરેશભાઈ, દેવેન્દ્રભાઈ, બહેચરભાઈ, નારણભાઈ, વિષ્ણુભાઈ, કરસનભાઈ વિગેરે ભાઈ-બહેનોએ કેમ્પને સખત પરિશ્રમ કરી સહયોગી બની સફળ બનાવ્યો. 🌹ઓમ શાંતિ🌹