હિંમતનગરમાં સૂર્ય ઉપાસનાનું છઠ પર્વ બિહારી સમાજે ધામધૂમથી ઉજવાયું

 હિંમતનગરમાં સૂર્ય ઉપાસનાનું છઠ પર્વ બિહારી સમાજે ધામધૂમથી ઉજવાયું

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

સમગ્ર વિશ્વમાં બિહારીઓ જ્યાં પણ રહે છે ત્યાં છઠપૂજાની ધૂમ હંમેશા લાભ પાચમથી જોવા મળે છે. ખાસ કરીને ગુજરાતીમાં લાભ પાચમ પછી દુકાનોના મુરત થાય છે.. ત્યારે એના પછીનો દિવસ સૂર્ય ઉપાસનાનો ત્રણ દિવસનું પર્વ છઠપૂજા સમગ્ર બિહારમાં ધામધૂમથી કૌટુંબિક ભાવનાથી અને ઉપાસના અને તપસ્યાના ભાવથી ઉજવવાનું શરૂ થાય છે!

પહેલો દિવસ એટલે કે લાભ પાચમ નો પહેલો દિવસ ‘નહાય ખાય ‘ બીજો દિવસ ‘ખરના’ અને ત્રીજો દિવસ એટલે કે છઠપૂજા નું સમાપન. છઠ પુજાના દિવસે સાંજે બિહારી પરિવારો ખૂબ જ ભાવભક્તિથી ડૂબતા સૂર્ય એટલે કે અસ્તગામી થતા સૂર્યનારાયણની ઉપાસના કરે છે!

સમગ્ર વિશ્વમાં આ એક જ બિહારી કોમ કે બિહારી લોકો છે જેમાં અસ્ત થતા એટલે કે ડૂબતા સૂરજને અર્ધ આપવામાં આવે છે ! ખરના પછી આખો દિવસ 36 કલાક થી કોઈપણ ભોજન કે પાણી પીતા નથી! આમ 36 કલાકનો ઉપવાસ નકોડો કરે છે!

છઠ્ઠી તિથિના સાંજના સૂર્યને અર્ધ આપી અને બીજા દિવસે સવારે ઉદય સૂર્યને અર્ધ આપી છઠપૂજાનું સમાપન કરવામાં આવે છે!

આ વખતે છઠ પૂજાના બીજા દિવસે એટલે કે વહેલી સવારે કાર્તિક માસની સાતમ અને આઠમ ભેગી થઈ ગઈ હતી ત્યારે સોમવારે વહેલી સવારે હિંમતનગરના મહેતાપુરા પાસે આવેલા એનજી સર્કલ પાસેની હાથમતી નદીના કિનારે તેમજ મહાવીરનગરના અમરનાથ સોસાયટીમાં છઠપૂજા ઘાટ નિર્મિત કરીને છઠપૂજાનો ભાવભર્યું શ્રદ્ધા પૂર્વક સમાપન થયું હતું.

સાબરકાંઠાના હિંમતનગરમાં આશરે 40 થી 50 જેટલા બિહારી સમાજના કુટુંબ વસે છે જેમાં 20 જેટલા ભગત પરિવાર ત્રણ ચાર પ્રજાપતિ પરિવાર અને ચાર પાંચ યાદવ તેમજ શ્રીવાસ્તવ પરિવારો વસેલા છે, ભોલેશ્વર વિસ્તારમાં પણ આશરે ૨૫ જેટલા  બિહારી પ્રજાપતિ સમાજના પરિવારો રહે છે જેઓએ ત્રણ દિવસનું છઠ મૈયાનું વ્રત જેને છઠ પૂજા કહેવામાં આવે છે અને સૂર્ય ઉપાસના કરવામાં આવે છે …તે શ્રદ્ધાપૂર્વક ઉજવ્યું હતું.

 

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच