ટેકાના ભાવથી ખરીદી કરવા માટે સરકાર ખેડૂતોની માંગને ધ્યાને રાખીને નોંધણીના સમયમાં વધારો કરાશે – રાઘવજીભાઇ પટેલ

 ટેકાના ભાવથી ખરીદી કરવા માટે સરકાર ખેડૂતોની માંગને ધ્યાને રાખીને નોંધણીના સમયમાં વધારો કરાશે – રાઘવજીભાઇ પટેલ

નીરવ જોશી, ગાંધીનગર (M-7838880134)

ટેકાના ભાવથી ખરીદી કરવા માટે સરકાર ખેડૂતોની માંગને ધ્યાને રાખીને નોંધણીના સમયમાં વધારો કરાશે – કૃષી મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલ

રાજકોટ જીલ્લામાં ૧૧ કેન્દ્રો પરથી ૯૨૫૫ જેટલા ખેડૂતોએ મગફળી ટેકાના ભાવથી વેચવા માટે નોંધણી કરાવી

રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતેથી ટેકાના ભાવે વિવિધ જણસોની ખેડુતો પાસેથી સીધી ખરીદીનો શુભારંભ

કૃષી મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી મગફળી, સોયાબીન, મગ, અડદની ખેડુતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવે છે. આ વર્ષની ખરીદીનો રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે શુભારંભ કરાવ્યો હતો.


આ તકે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે ખેડૂતોની આવક બમણી થાય. આ માટે તેમની ઉપજનો પોષણક્ષમ ભાવ મળે જેથી દેશના ખેડૂતો આત્મનિર્ભર બનીને દેશને આત્મનિર્ભર બનાવવામાં પોતાનું મહત્તમ યોગદાન પ્રદાન કરે. ઉપરાંત ખેડૂતોના લાભ માટે વાવણી પહેલા જ વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા ટેકાનો ભાવ નક્કી થાય છે અને તે મુજબ ખરીદી કરવામાં આવે છે.

 

 

 

 

 

 

 

વધુમાં મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી ટેકાના ભાવની ખરીદ વ્યવસ્થાને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સંપૂર્ણ પારદર્શક રીતે અમલમાં મૂકવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારની માંગણી મુજબ ઉત્પાદિત જણસના ૨૫% જણસની ખરીદીની મંજૂરી કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. સરકાર દ્વારા ટેકાના ભાવે સમયસર ખરીદી કરવામાં આવી રહી છે. પ્રતિ વીઘા ૧૮.૫ મણની એવરેજના અંદાજે ખરીદી કરવામાં આવે છે. કેન્દ્ર સરકારના નિયમ મુજબ પ્રતિદિન ૧૨૫ મણની ખરીદી કરવામાં આવે છે. આજદિન સુધીમાં રાજકોટ જિલ્લામાં ૯૨૫૫ જેટલા ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે સરકારને વેચાણ કરવા માટે નોંધણી કરાવી છે.

રાજ્યભરમા ટેકાના ભાવે ખેતપેદાશોનું વેચાણ કરવા માટેની નોંધણી પ્રક્રીયા તા. ૧૦ નવેમ્બર સુધી ચાલુ રહેશે. જેથી ખેડૂતોને નોંધણી કરાવવા માટે પૂરતો સમય અને તક મળી રહે. આ ઉપરાંત, ખેડૂતોની માંગ મુજબ આવનારા સમયમાં નોંધણીનો સમય વધારવામાં પણ આવશે, તેવો મંત્રીશ્રી પટેલે વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ઇફ્કો અને ગુજકોમાસોલના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણીએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે બહુઆયામી વિકાસ થયો છે. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ખેતિવાડી ક્ષેત્રે અનેક વિકાસલક્ષી કાર્યો કરવામાં આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતના વિકાસમાં કૃષિ યુનિવર્સિટીઓના માધ્યમ થકી નવી પેઢીને તૈયાર કરીને કૃષિ ક્ષેત્રે વિકાસને નવા આયામ પર લઈ જવાની તૈયારી ગુજરાત કરી રહ્યું છે.
રાજ્ય સરકારની માંગણીને ધ્યાને લઈને કેન્દ્ર સરકારે આપેલી મંજુરીથી મગફળીના ૯,૭૯,૦૦૦ મે. ટન, મગના ૯,૫૮૮ મે. ટન, અડદના ૨૩,૮૭૨ મે. ટન અને સોયાબીનના ૮૧,૮૨૦ મે. ટન જથ્થાની ટેકાના ભાવે સમગ્ર ગુજરાતમાંથી ખરીદી કરવામાં આવનાર છે.સમગ્ર ગુજરાતમાં કુલ ૧૬૦ કેન્દ્ર પરથી મગફળીની ખરીદી કરવામાં આવશે. જે પૈકી રાજકોટ જિલ્લામાં ૧૧ કેન્દ્ર પરથી મગફળીની ખરીદી કરવામાં આવશે. રાજ્યભરમાં આજદિન સુધીમાં ૬૫,૩૩૮ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે પોતાની જણસનું વેચાણ કરવા માટે નોંધણી કરાવી છે.

મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વેચાણ માટે ખેતીની નોંધણી ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી તેમજ નિયત APMC ખરીદ કેન્દ્ર પર તા.૧૦/૧૧/૨૦૨૨ સુધી ચાલુ રહેશે. જેથી ખેડૂતોને નિશ્ચિંતપણે નોંધણી કરાવી શકશે.

આ તકે ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી લાખાભાઇ સાગઠીયા, એ.પી.એમ.સી. રાજકોટના ચેરમેન શ્રી જયેશભાઈ બોઘરા, સહિત ગુજકોમાસોલ અને ખેતીવાડી વિભાગના અધિકારીશ્રીઓ તથા બહોળી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच