સિલ્વર ઓક યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારોહ મંગળવારે યોજાશે
જાણો સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી પાસે આવેલા કુંભારીયા જૈન તીર્થનો મહિમા
હેમંત ઉપાધ્યાય, અમદાવાદ / નીરવ જોશી, હિંમતનગર
કુંભારિયા જૈન મંદિર કોઈપણ અંબાજી જતા યાત્રાળુઓને ધ્યાન પર આવ્યું હશે. ખાસ કરીને અંબાજી પ્રવેશો એના પહેલા રોડની જમણી કે ડાબી બાજુ બે ખાસ મંદિરો તમે જોયા હશે. એક મંદિર છે જે દક્ષિણ ભારતીય સ્ટાઇલમાં 52 શક્તિપીઠ નું પ્રતિનિધિ કરે છે. એ પણ અંબાજીના પહેલા પ્રવેશ દ્વાર પહેલા આવે છે અને થોડાક આગળ વધશો તો રોડની બીજી બાજુ કુંભારિયાનું જૈન મંદિર પણ રોડ પરથી જ દેખાય છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ તીર્થધામ અંબાજી થી 2 કિલોમિટર દૂર કુંભારીયા નામે ગામ છે. પ્રાચીન શિલાલેખમાં આલેખાયેલું ‘આરાસણા’ એ જ આ કુંભારીયા. શિલાલેખો ઉપરથી જણાય છે કે , સત્તરમા સૈકા સુધી આ ગામ ‘આરાસણ’ ના નામે પ્રસિદ્ધ હતું. તેને બદલે ‘કુંભારીયા’ નામ કેમ પડ્યું હશે? એ જાણી શકાતું નથી. ડો.ભાંડારકર કહે કે, “કુંભારીયાની આસપાસ અવશેષો પડેલા છે તે ઉપરથી એક જમાનામાં અહીં ઘણા જિનમંદિરો હોવાં જોઇએ એવું અનુમાન નીકળે છે.” ફાર્બસ સાહેબ ઉમેરે છે કે, “ધરતીકંપના લીધે આરાસણનાં ઘણાખરા મંદિરો જમીનદોસ્ત થઇ ગયાં હશે.” પણ એ માટે કશું પ્રમાણ જડતું નથી. અલબત્ત, એક કાળે આ ગામ મોટું નગર અને વેપારનું મથક હોઇ શકે, અહીંની વસ્તી ક્યારે, શા કારણે અહીંથી જતી રહી તે જાણવાનું કશું સાધન નથી. આજે તો થોડી ઘણી વસતિ અને અન્ય દેવાલયો તથા ધર્મસ્થાનોથી ધબકતા બનેલા આ પ્રદેશમાં 5 જૈન મંદિરો એક જ સંકુલમાં છે. આરાસણ ગ્રામની સ્થાપના મોટે ભાગે તો 15મા શતકનાં દ્વિતીય ચરણના આરંભના અરસામાં થઇ હશે. અહીં પ્રાપ્ત થતા જૂનામાં જૂના સંવત 1087(ઇસ્વીસન્ 1031)ના પબાસણ પરના લેખમાં આરાસણનગર પાટણપતિ, ચૌલુક્યવંશી મહારાજ ભીમદેવ પ્રથમને અધીન હોવાનું જણાવવામાં આવ્યું છે. ખરતરગચ્છ પટ્ટાવલીમાં વિમલમંત્રીએ આરાસનમાં અંબિકાનો પ્રાસાદ નિર્માણ કરાવ્યાનો ઉલ્લેખ આવે છે.
કુંભારિયા જૈન મંદિરો ભારત દેશના ગુજરાત બનાસકાંઠા જિલ્લાના કુંભારિયામાં પાંચ શ્વેતાંબર જૈન મંદિરોનો સમૂહ છે. ચાલુક્ય વંશના શાસન દરમિયાન ૧૦૬૨ થી ૧૨૩૧ સુધી તેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, તેઓ તેમના વિસ્તૃત સ્થાપત્ય માટે જાણીતા છે.
કુંભારિયા, ચૌલુક્ય વંશના સમયગાળા દરમ્યાન સૌથી મહત્વપૂર્ણ જૈન કેન્દ્રોમાંનું એક હતું એવું કહેવામાં આવે છે કે આ પ્રદેશમાં એક સમયે ૩૬૦ મંદિરો અસ્તિત્વમાં હતા પરંતુ જ્વાળામુખીને કારણે સૌ નાશ પામ્યા અને હવે ફક્ત પાંચ જ રહ્યા છે આ પાંચ જૈન મંદિરોનું નિર્માણ ૧૦૬૨ થી ૧૨૩૧ સુધી કરવામાં આવ્યું
•મહાવીર મંદિર ૧૦૬૨ માં બંધાવવામાં આવ્યું હતું. આ પ્રાચીન જૈન મંદિર છે.
•શાંતિનાથ મંદિરનું નિર્માણ ૧૦૮૨ માં થયું હતું.
•પાર્શ્વનાથ મંદિર ૧૦૯૪ માં સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું.
•નેમિનાથ મંદિર જયસિંહ સિદ્ધરાજના શાસન દરમિયાન બંધાવવામાં આવ્યું હતું.
•સંભવનાથ મંદિર ૧૨૩૧ માં બંધાવવામાં આવ્યું હતું.
અલબત્ જ્વાળામુખી દ્વારા કોઈ પણ મંદિરોનો નાશ થવાની શક્યાતા ઓછી છે કારણ કે ભારતમાં આંદામાન ટાપુઓ સિવાય ૫૦૦ હજાર વર્ષથી સક્રિય જ્વાળામુખીનો કોઈ પુરાવો નથી. ભારતમાં ભૂકંપ પ્રવૃત્તિ જોકે નોંધપાત્ર છે અને તે આવા મંદિરોના વિનાશ માટે જવાબદાર હોઈ શકે છે.
કુંભારિયા જૈન મંદિરો તેમના વિસ્તૃત સ્થાપત્ય માટે પ્રખ્યાત છે. દેલવાડા મંદિરો, ગિરનાર જૈન મંદિરો અને તારંગા જૈન મંદિરની સાથે, તેમને ચાલુક્ય સ્થાપત્યના ઉત્તમ ઉદાહરણો માનવામાં આવે છે.કુંભારિયા જૈન મંદિર સંકુલમાં આવેલા મહાવીર, શાંતિનાથ અને પાર્શ્વનાથ મંદિરો ભારતના કેટલાક પ્રખ્યાત જૈન મંદિરોમાં સ્થાન ધરાવે છે. આ પાંચ આરસના મંદિરો કદ, છબી કોતરણી અને સ્થાપત્ય વિગતમાં અલગ અલગ છે, દરેકની પોતાની લાક્ષણિકતાઓ છે.[૧] દરેક મંદિર વિસ્તૃત આંગણા સાથે રક્ષણાત્મક દિવાલોથી ઘેરાયેલું છે
મહાવીર મંદિરમાં પુષ્પાકારી છત
મહાવીર મંદિર, જેને આરાસણ સમગચ્છિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે જૈન ધર્મનો એક ગચ્છ છે આ શબ્દ આરસ પરથી ઉતરી આવ્યો છે આ મંદિરની આરસની છત બાહુબલીના જીવનના દ્રશ્યો દર્શાવે છે. ઉપલી તક્તીમાં બાહુબલી અને ભરત ચક્રવર્તીન વચ્ચેના યુદ્ધનું ચિત્રણ છે, જેમાં બંને સૈન્યના ઘોડાઓ, હાથીઓ અને સૈનિકો દર્શાવાયા છે. નીચલી તક્તી બે ભાઈઓ વચ્ચે દ્વંદ્વ યુદ્ધ દર્શાવે છે. મધ્ય તક્તીમાં ધ્યાનસ્થ બાહુબલી તરફ આવતા ભરત અને તેની પત્ની દર્શાવાયા છે. એક અન્ય છત તેમના માતાપિતા સાથે ભૂતકાળ અને ભવિષ્યના તીર્થંકર દર્શાવે છે. મંદિરના મંડપની ટોચમાં બહુ સ્તરીય સમવસરણનું ચિત્રણ છે ગૂઢમંડપમાં પરિકરયુક્ત બે ભવ્ય કાઉસગ્ગીયા પ્રતિમાઓ છે, તે બંને ઉપરના લેખો કંઇક ઘસાઇ ગયા છે પણ તે સંવત 1118ના લેખો હોવાનું સ્પષ્ટ જણાય છે. અહીંથી મળી આવેલા પ્રતિમાલેખોમાં આ લેખ સૌથી પ્રાચીન છે. આ લેખ કરતાંયે પ્રાચીન એવા સંવત 1087નાં લેખની નોંધ મુનિ શ્રી જયંતવિજયજીએ પોતાના પુસ્તક કુંભારિયાનાં પરિશિષ્ટમાં નોંધી છે. એ લેખથી જણાય છે કે આ મંદિર સંવત 1087 પહેલાં બની ચૂક્યું હતું.
કુંભારિયાથી દક્ષિણ દિશામાં દાંતા રાજ્યની હદમાં મહુડિયાપાદર નામે ગામ છે. તેની પાસેના જંગલમાં લગભગ અડધા માઇલ જેટલી જગામાં દેરાસરનાં ખંડિયેરોમાં મોટો પથ્થર ઉખેડાતો હતો ત્યારે પથ્થર ઉપાડતાં ભોંયરૂં જણાયું . દાંતાના રાજવીને આ હકીકતની જાણ થતાં તેમણે તે સ્થળે ચોકી બેસાડી પાકો બંદોબસ્ત કર્યો સંવત 2000(ઇસ્વીસન્ 1944)માં દાંતા રાજ્ય તરફથી જંગલ સાફ કરાવીને ભોંયરું ખોલવામાં આવ્યું તો તેમાંથી જિનપ્રતિમાઓ નીકળી આવી. ને બધી પ્રતિમાઓ દાંતા લાવવામાં આવી. તે બધી પ્રતિમાઓ શ્વેતાંબર જૈન આમાન્યાની હોવાનો નિર્ણય થતાં રાજ્યે દાંતાનાં શ્રી જૈન સંઘને તે પ્રતિમાઓ સુપરત કરી. તે પ્રતિમા કુંભારિયાના જિનાલયમાં સ્થાપન કરવાની સૂચના થતાં દાંતાના શ્રીસંઘે અમદાવાદની શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીને ખબર આપી અને કુંભારીયાજીમાં પણ સમાચાર મોકલ્યા. સંવત 2000(ઇસ્વીસન્ 1944)ના માહ મહિનાની વદિ 13ના દિવસે એ બધી પ્રતિમાઓને ગાડામાં પધરાવી કુંભારીયાજીમાં લાવ્યા.ચક્ષુ-ટીકાથી વિભૂષત કરીને સંવત 2001ના જેઠ સુદિ 10ના રોજ અઢાર અભિષેક કરીને તે બધી પ્રતિમાઓ શ્રીમહાવીરસ્વામી ભગવાનના દેરાસરની દેરીઓમાં સ્થાપિત કરી.
શાંતિનાથ મંદિર મહાવીર મંદિર જેવું જ છે. શિલાલેખો અનુસાર, શાંતિનાથ મંદિર મૂળ ઋષાભનાથને સમર્પિત હતું આ મંદિરમાં અષ્ટાપદનું ૧૨૧૦ની તારીખનું એક મહત્વપૂર્ણ ચિહ્ન છે. અષ્ટાપદની મૂર્તિ એક હીરાની આકારની વેદી છે જે ૨૪ તીર્થંકરોની મૂર્તિઓ સાથેના પર્વતને દર્શાવે છે જેમનું બે સ્તરો પર, ચારેય મુખ્ય દિશાઓ તરફ મુખ કરેલું છે. ચિહ્નની ટોચ પર ઋષભનાથની સમવશરણી ચૌમુખી મૂર્તિ દર્શાવવામાં આવી છે આ મંદિરની બાંધણી અહીંના શ્રી મહાવીરસ્વામી ભગવાનની મંદિર જેવી જ છે. ફરક માત્ર એટલો જ છે કે, ઉપરની કમાનની બન્ને બાજુએ ભગવાન મહાવીરસ્વામીના મંદિરની માફક ત્રણ ગોખલા નહીં પણ ચાર છે. આ દરેક ગોખલામાં સંવત 1138ના લેખો છે અને એક લેખ સંવત-1146નો છે. વળી, મંડપના આઠ સ્તંભો, જે અષ્ટકોણાકૃતિમાં છે તે ઘૂમટને ટેકો આપે છે. તેના ઉપર ચાર તોરણો છે. આ બધાં તોરણો તૂટી ગયાં છે. ફક્ત પશ્ચિમ તરફનું અવશેષ બચી રહ્યું છે.
પાછળનાં ખાલી ભાગમાં એક દેરી છે, તેમાં નંદીશ્વરની રચના કરેલી છે. કેટલીક નાની નાની મૂર્તિઓ પણ છે. પણ મોટે ભાગે તે ખંડિત થયેલી છે. બહાર ઓટલા ઉપરના ગોખલાની ભીંતમાં ચોંટાડેલી મૂર્તિ સૂર્ય યક્ષની છે, તેને કેટલાક ‘ગણપતિની મૂર્તિ’ કહે છે. તેની બંને બાજુએ ભીંતમાં બીજી કેટલીક મૂર્તિઓ ચોંટાડેલી છે. એમાં એક મૂર્તિ ચામરધારી છે.
આ શાંતિનાથ ભગવાનના મંદિરમાં વસ્તુત: સર્વપ્રથમ મૂળનાયક શ્રી ઋષભદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત હશે. મુનિ શ્રી જયંતવિજયજીના પુસ્તક કુંભારિયાનાં પરિશિષ્ટમાં આપેલા સંવત 1148ના લેખાંક : 28(14/6) માં આ મંદિરનો શ્રી મદાદિજિનાલયે એવો ઉલ્લેખ કરેલો છે. આ સિવાય સંવત વિનાના લેખાંક : 30 (150)માં ઋષભાલયે એવો ઉલ્લેખ મળે છે એટલે સંવત 1148 પછીના કોઇ સમયે અહીંના મૂળનાયકમાં ફેરફાર થયો હશે.
પાર્શ્વનાથ મંદિરની છત કોતરણી ધરાવે છે જેમાં વિમલ વસહી મંદિરની જેમ પાર્શ્વનાથ નાગેશ્રની ફેણ નીચે બેઠેલા છે. અજિતનાથ મંદિરની પથ્થરની બેઠક પર હાથીનું પ્રતીક છે. મંદિરમાં ઉચ્ચ સ્થાને નવ દેવ-કુલિકાની કૃતિઓ છે. તોરણ – સ્તંભની કોતરણીમાં વિદ્યાદેવી, અપરૈચક્ર, પુરુષદત્ત , મહાકાલિ, વજ્રશંખ, વજ્રંકુષ, અને રોહીણી ની મૂર્તિઓ છે મંદિરમાં સર્વનાહ અને અંબિકાની મૂર્તિઓની સાશન-દેવતા તરીકે સ્થાપના કરવામાં આવી છે. આ મંદિર મૂળગભારો, ગૂઢમંડપ, છ ચોકી, સભામંડપ, શૃંગારચોકીઓ, બંને તરફ થઇને 24 દેરીઓ, 1 ગોખલો અને શિખરબંધી બનેલું છે. આખુંયે મંદિર આરસપાષણથી બંધાયું છે.
મૂળગભારામાં મૂળનાયક શ્રીપાર્શ્વનાથ ભગવાનની સુંદર પરિકરયુક્ત એકતીર્થી મૂર્તિ બિરાજમાન છે. તેના ઉપર શ્રીવિજયદેવસૂરિએ પ્રતિષ્ડા કર્યાનો સંવત 1675નો લેખ છે.
ગૂઢમંડપમાં શ્રી શાંતિનાથ તથા શ્રી પાર્શ્વનાથ પ્રભુની પરિકરયુક્ત બે કાઉસગ્ગીયા પ્રતિમાઓ છે. તેના ઉપર સંવત 1176ના લેખો છે. ડાબા હાથ તરફ ત્રણતીર્થી વાળું એક મોટું ખાલી પરિકર સ્થાપન કરેલું છે. તેમાં મૂળનાયકજીની મૂર્તિ નથી. પરિકરમાંથી છૂટી પડી ગયેલી 3 કાઉસગ્ગીયા પ્રતિમાઓ અને એક અંબાજી માતાની મૂર્તિ પણ છે.
નેમિનાથ મંદિરના સ્તંભો વિમલ વસાહીની જેમ સુશોભિત રીતે કોતરવામાં આવ્યા છે. આ મંદિરમાં હિન્દુ દેવ ગણેશની એક મૂર્તિ છે જે લુણા વસાહી અને રણકપુર જૈન મંદિર સમાન છે મંદિરમાં અપરાચક્ર, વજ્રશૃંખલા, સર્વસ્ત્ર-મહાજ્વલા, રોહિણી અને વૈરોત્ય, જેવી વિદ્યા-દેવીઓની લઘુ કોતરણી કરવામાં આવી છે, પશ્ચિમ ભારતમાં ૧૧ મી અને ૧૨ મી સદી દરમિયાન આ મૂર્તિઓ પ્રખ્યાત હતી એક શિલાલેખ મુજબ, મુનિસુવ્રત બિમ્બની સ્થાપના ઈ. સ. ૧૨૮૧ ( વી. સં. ૧૩૩૮) માં થઈ હતી. આ મૂળનાયકની મૂર્તિના પબાસન ઉપર સંવત 1675માં આચાર્ય વિજયદેવસૂરિના હાથે પ્રતિષ્ડા થયાનો લેખ છે.ગૂઢમંડપમાં મોટા પરિકરયુક્ત ચાર કાઉસગ્ગીયા પ્રતિમાઓ છે. તેમાં મુખ્ય દરવાજા પાસેના કાઉસગ્ગીયા ઉપર સંવત 1214ના લેખો છે. તેમાં “આરાસણનગર-નેમિનાથ ચૈત્યમાં આ કાઉસગ્ગીયા સ્થાપન કર્યા એમ લખેલું છે. બીજા બે કાઉસગ્ગીયા ઉપર સંવત 1214ના લેખો છે.
સંવત 1310ના લેખવાળો એક 170 જિનનો સુંદર પટ છે. પરિકરમાંથી છૂટા પડેલા 4 કાઉસગ્ગીયા અને 1 યક્ષની પ્રતિમા છે. કાઉસગ્ગીયા પાસે ભીંત અગર સ્તંભમાં બે મૂર્તિઓ છે અને 1 ધાતુની પંચતીર્થી છે.શ્રી ધર્મસાગર ગણિએ રચેલી ‘તપાગચ્છ-પટ્ટાવલી’ માં જણાવ્યું છે કે, વાદિદેવસૂરિએ (સમય વિક્રમસંવત 1174 થી 1226) આરાસણમાં શ્રી નેમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરી હતી.
‘સપ્તતિ’ ગ્રંથ પ્રમાણે પાસિલ નામના શ્રેષ્ઠિએ આ શ્રી નેમિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું અને શ્રી વાદિદેવસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી હતી.
સંભવનાથ મંદિર એક નાનું મંદિર છે જે ચાલુક્ય સ્થાપત્યનું વિશિષ્ટ ઉદાહરણ છે. મહાવીર મંદિરમાં એક શિલાલેખ મુજબ, આ મૂર્તિને “પાહિની” દ્વારા ૧૦૮૫ માં ભેટ આપવામાં આવી હતી અને આ મંદિર મૂળ શાંતિનાથને સમર્પિત હતું. મંદિરની મૂળ મૂર્તિ પછીથી વિકૃત થઈ અને તેને નવી મૂર્તિથી બદલવામાં આવી. મંદિરની છત પર દેવી સરસ્વતીની મૂર્તિ છે. આ મંદિરની બાંધણી અહીંના શ્રી મહાવીરસ્વામી ભગવાનની મંદિર જેવી જ છે. ફરક માત્ર એટલો જ છે કે, ઉપરની કમાનની બન્ને બાજુએ ભગવાન મહાવીરસ્વામીના મંદિરની માફક ત્રણ ગોખલા નહીં પણ ચાર છે. આ દરેક ગોખલામાં સંવત 1138ના લેખો છે અને એક લેખ સંવત-1146નો છે. વળી, મંડપના આઠ સ્તંભો, જે અષ્ટકોણાકૃતિમાં છે તે ઘૂમટને ટેકો આપે છે. તેના ઉપર ચાર તોરણો છે. આ બધાં તોરણો તૂટી ગયાં છે. ફક્ત પશ્ચિમ તરફનું અવશેષ બચી રહ્યું છે.
પાછળનાં ખાલી ભાગમાં એક દેરી છે, તેમાં નંદીશ્વરની રચના કરેલી છે. કેટલીક નાની નાની મૂર્તિઓ પણ છે. પણ મોટે ભાગે તે ખંડિત થયેલી છે. બહાર ઓટલા ઉપરના ગોખલાની ભીંતમાં ચોંટાડેલી મૂર્તિ સૂર્ય યક્ષની છે, તેને કેટલાક ‘ગણપતિની મૂર્તિ’ કહે છે. તેની બંને બાજુએ ભીંતમાં બીજી કેટલીક મૂર્તિઓ ચોંટાડેલી છે. એમાં એક મૂર્તિ ચામરધારી છે.
આ શાંતિનાથ ભગવાનના મંદિરમાં વસ્તુત: સર્વપ્રથમ મૂળનાયક શ્રી ઋષભદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત હશે. મુનિ શ્રી જયંતવિજયજીના પુસ્તક કુંભારિયાનાં પરિશિષ્ટમાં આપેલા સંવત 1148ના લેખાંક : 28(14/6) માં આ મંદિરનો શ્રી મદાદિજિનાલયે એવો ઉલ્લેખ કરેલો છે. આ સિવાય સંવત વિનાના લેખાંક : 30 (150)માં ઋષભાલયે એવો ઉલ્લેખ મળે છે એટલે સંવત 1148 પછીના કોઇ સમયે અહીંના મૂળનાયકમાં ફેરફાર થયો હશે.
આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ દ્વારા આ મંદિરોનું સમારકામ, નવીનીકરણ, ફેરફાર અને સંચાલન કરવામાં આવે છે શ્રી કુંભારિયાજી તીર્થ ખાતે તમામ સુવિધાઓ સાથે નવનિર્મિત..
બે વિશાળ ધર્મશાળાઓ જેમાં નાના મોટા 27 રૂમો તથા 2 હોલ છે, જે યાત્રિક ભાઈ બહેનો માટે કાર્યરત છે.
તમામ સગવડતા સાથેની ભોજનશાળા પણ સુંદર રીતે ચાલે છે.
ફોટો- વિડિયો માટે નિર્ધારિત ફી ભરવાની હોય છે
તમામ તસવીરો -હેમંત ઉપાધ્યાય
તસવીર સહયોગ -બંકિમ જોષી