કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
ઇલોલ: સ્વામિનારાયણ મંદિર ત્રિદશાબ્દી મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી
નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)
આજરોજ ઇલોલ ખાતે ગામમાં આવેલા કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના હરી મંદિર ના 30 વર્ષની ભક્તિ યાત્રાની સફર પૂર્ણ કર્યાના સંદર્ભમાં ત્રી દશાબ્દિ મહોત્સવ નો ત્રીજો દિવસ હતો. અત્રે શરૂ થયેલ શ્રીમદ ભાગવત કથા જે જેતલપુરના શાસ્ત્રી ભક્તિ નંદનદાસજીના વ્યાસપીઠથી શરૂ થઈ છે તેનો ત્રીજો દિવસ ભક્તિ ભર્યા માહોલ માં સંપન્ન થયો હતો. રવિવારે ચોથો દિવસ અને સોમવારે પૂર્ણાહુતિ છે. જેમાં ભાગ લેવા માટે ઇલોલ ની આસપાસ આવેલા ૧૪ ગામના હરિભક્તો તેમજ હિંમતનગર થી પણ હરિભક્તો રોજ રોજ પધારે છે.
ઇલોલ ગામના હરિભક્તો આયોજન મંડળમાં કોઠારી પટેલ કિરીટભાઈ અમૃતલાલ તથા સમસ્ત ઇલોલ સ્વામિનારાયણ હરિભક્ત મંડળ ના બાળકો તેમજ યુવાન હરિભક્તોએ ખૂબ ઉત્સાહથી સેવા આપી રહ્યા છે.
છેલ્લા એક મહિનાથી ચાર ખેતરોને ભેગા કરીને એક ખૂબ મોટું સામિયાળો બનાવી આ ભાગવત કથાનું પંચ દિવસીય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે ત્રીજો દિવસ સંપન્ન થયો હતો. કથાનું સ્થળ ઇલોલ ગામ થી આગળ કાનડા જવાના રસ્તે આવેલું છે.*