લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે, મેં મોબાઈલને દુનિયા બનાવી!

 લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે, મેં મોબાઈલને દુનિયા બનાવી!

વિરલ રાઠોડ ,( અમદાવાદ)

લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મેં મોબાઈલને દુનિયા બનાવી

 

આજકાલ બે મોબાઈલ રાખવાનો ટ્રેન્ડ છે. એક મોબાઈલ પ્રોફેશનલ યુઝ માટે બીજો પર્સનલ યુઝ માટે. બે મોબાઈલ એટલે ટોટલ ચાર મોબાઈલ નંબર થયા. એમાંથી એક મોબાઈલ નંબર તમામ સર્વિસ મફતમાં આપતી કંપની જીઓનો હોય છે. જે કંપનીએ તાજેતરમાં જ હોટસ્ટાર સાથે હાથ મિલાવીને કર લો દુનિયા મુઠ્ઠી મેં સ્વપ્ન સાકાર કર્યું. એક સર્વે એવું કહે છે કે, આ મોબાઈલ નંબર ભાગ્યે જ કોઈને યાદ હોય છે. ચાર મોબાઈલ નંબરમાંથી બે માંડ યાદ હોય છે બાકીના નંબરમાં રીચાર્જ કે બિલ ભરવાની પ્રક્રિયા ઓટો પેઈડ મોડ પર હોય છે. સતત અને સખત વ્યસ્ત રહેતા લોકો એક મોબાઈલમાં બે નંબરથી પણ કંટાળી ગયા હોય ત્યાં બીજો વસાવવો આર્થિક રીતે પણ ભારી લાગે અને સ્ક્રિન ટાઈમિંગ પણ વધી જાય. મોબાઈલ સગવડ કરતા સમસ્યા વધારે બન્યો છે એવું ઘણા લોકો માને છે. એમાં પણ જ્યારથી રીલ્સ અને નાના વિડિયોનો જે રાફડો ફાટ્યો છે એમાં કોને શું બતાવવું છે અને શું જોવું છે એની કોઈને ખબર જ નથી પડતી.

 

 

બધાને ફેમસ થઈ જવું છે પણ હકીકત એ સ્વીકારવી પડે કે, ફોટો હોય કે દુનિયા ઈમેજ બનાવતા અને ક્રેડિટ મેળવતા ઘણીવાર લાગે છે. ખેર, મોબાઈલનો વિષય તો પીએચડી થાય એટલો વિશાળ છે. પણ મોબાઈલના જુદા જુદા મોડલ પાછળ ઊંડો અભ્યાસ અને શોખ ધરાવતો માણસ કેવો હોય ખ્યાલ છે? મહારાષ્ટ્ર રાજ્યના ઐતિહાસિક નગર થાણેમાં એક વ્યક્તિ છે જેની પાસે મોબાઈલનું જે મોડેલ માગો એ મળે. એ પણ ચાલું કંડિશનમાં. આ ભાઈના બેડરૂમનું કોઈ પણ ડ્રોઅર ખોલો એટલે મોબાઈલ સિવાય કંઈ ન જડે. છેલ્લા સાત વર્ષથી મોબાઈલ ફોનનું ક્લેક્શન કરવા માટે કમરતોડ પ્રયાસ કરતા આ વ્યક્તિ પાસે કોઈ કંપની એવી નહીં હોય જેનો ફોન માર્કેટમાં આવ્યો હોય અને એ મોડેલ આ વ્યક્તિ પાસે ન હોય. ખાસ અને મોટીવાત એ છે કે, માની લો કે નોકિયા કંપનીએ જુદા જુદા મોડેલ માર્કેટમાં મૂકેલા. આ વ્યક્તિ પાસે એ દરેક મોડેલનું સેમ્પલ નહીં ઓરિજિનલ ફોન મોડેલ છે. આખા દેશમાં ફરી ફરીને ક્લેક્શન ભેગું કર્યું છે. હાલ સ્થિતિ એવી છે કે, ડબલ બેડના બેડ પર જો સેલફોન સેટ કરવામાં આવે તો પગ તો ઠીક હેથળી જેટલી જગ્યા પણ ન જોવા મળે એટલા ફોન છે.

ભારત જ નહીં, યુરોપ, યુકે, યુએસએ, દુબઈ, સ્વિત્ઝરલેન્ડ એવા અનેક દેશમાંથી મોબાઈલ પેઈડ ઓર્ડર કરીને મંગાવેલા છે. એવી ખબર પડે કે, શનિવારી-રવિવારી માર્કેટમાં જૂના ફોન વેચાવવા આવ્યા છે તો આ બંદો ત્યાં પણ ઉપડી જાય. વેપારીને મો માગ્યા પૈસા આપે અને ખરીદે પણ ખરા. બેડમાં રહેલા તમામ ડ્રોઅર, તિજોરી, કબાટ, બોક્સ અને ત્રિપાઈના ખાના સહિત હવે બઘુ જ ફોનથી ભરાઈ ગયું છે. જમાનો એવો છે કે, લોકો ફોનમાં ભરાઈ ગયા છે આ નરવીરે ઘર ફોનથી ભરી દીધું છે. હવે આવે છે એની કારનો વારો, ડેશબોર્ડ, ગિયર પાસેની જગ્યા, કારમાં ગ્લાસ સ્ટેન્ડ, વિન્ડોની નીચેની જગ્યા, ડેકી, હવે આવો એના રસોડામાં, થાળી-વાસણ રાખવાનો ઘોડો, કિચન ડ્રોઅર, અભેરાઈ આ તમામ જગ્યાઓ પર જોવા મળશે મોબાઈલ ફોન. હજું તો શરૂઆત છે. આવો બ્રશ કરવાના વોશબેસિન ઉપરના ખાનામાં, ટોયલેટના ઉપરના બોક્સમાં જ્યાં ટોયલેટ ક્લિનર રાખવામાં આવે છે. આ બધી જ જગ્યા પર ફોન જોવા મળશે.વસ્તુ એવી છે કે, એની પાસે નંબર માત્ર એક જ છે. જે મોબાઈલ ફોનથી કંટાળો આવે એ મૂકી દેવાનો અને બીજો મોબાઈલ ચાલું કરી દેવાનો.

 

 

પછી કોન્ટેક્ટ અને બીજો ડેટા? ગજબનો મોબાઈલ લવર કહે છે કે, મારો તમામ ડેટા એકથી ત્રણથી ચાર મેઈલ આઈડી પર સ્ટોર છે. એટલે જે મોબાઈલ બદલે એમાં એ આઈડી લોગઈન કરીને વાપરૂ છું. એટલે ડેટાનો કોઈ ઈસ્યુ નહીં થયો. બાકી મલ્ટિમીડિયા ગૂગલમાં સ્ટોર છે. મારો પહેલો ફોન નોકિયા 3310 હતો. હું કૉલેજમાં હતો એ સમયે બીજા ફ્લોર પરથી મારો ફોન પડ્યો, હું ટેનશનમાં કે ફોન ચાલું હશે કે નહીં, મેં નવી બેટરી નાંખીને જોયું તો આશ્ચર્ય થયું કે, મોબાઈલ ચાલું હતો. અહીંથી શરૂ થયો મોબાઈલ ડિવાઈસ પ્રત્યેનો અનોખો પ્રેમ. હું ક્લેક્શન કરતા શીખ્યો ત્યારથીએ વાતનું ખાસ ધ્યાન રાખું છું કે, મોબાઈલની કંડિશન સારી હોય અને મોબાઈલ ચાલું સ્થિતિમાં હોવો જોઈએ. અર્થાત હું સિમકાર્ડ નાખું અને ફોન થવો જોઈએ. ગેમ પણ રમી શકું એવું હોવું જોઈએ. મારી પાસે આજે 3500 થી વધુ ફોન છે. જે માટે અત્યાર સુધીમાં આશરે 20 લાખ જેટલા રૂપિયા ખર્ચી નાંખ્યા છે. રસપ્રદ વાત એ છે કે, તમામ ફોનના કેમેરાથી લઈને ગેમ સુધી બધુ જ ચાલું હાલતમાં છે. આ છે મારી મોબાઈલની દુનિયા, લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મે એને જ મારી દુનિયા બનાવી.

આ ભાઈનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં છે. સેલફોન મેન ઓફ ઈન્ડિયા મિસ્ટર જયેશ કાલે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच