ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
૨૫ જુલાઈ ૨૦૨૨, ગુડ મોર્નિંગ, નવા અઠવાડિયાની શરૂઆતે
સંકલન: નિરવ જોષી, હિંમતનગર (M-7838880134)
૨૫ જુલાઈ ૨૦૨૨
ગુડ મોર્નિંગ
નવા અઠવાડિયાની શરૂઆતે
Be so busy improving yourself that you have no time to criticize others.-ડો. આશિષ ચોક્સી…
૬૬ વર્ષ પહેલા આજના દિવસે ૨૫/૦૭/૧૯૬૬ ના દિવસે ‘મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ’ નામે એક ટ્રસ્ટ રજીસ્ટર થયું. શરૂઆતમાં માત્ર સાત મહિલા ભેગી થઇ હતી. પહેલા વર્ષનો બિઝનેસ ૬૦૦૦ રૂ નો હતો. ૨૦૦૯ માં ૫૦૦ કરોડ રૂપિયાનો હતો. આશરે ૪૦,૦૦૦ જેટલા પરિવારનું ગુજરાન તેની સાથે સંકળાયેલા લોકોનું ચાલે છે.
મદદનો નાનો હેતુ જો માનવતા અને લોકોને શ્રેષ્ઠ વસ્તુ આપવાના વિચાર સાથે સંકળાયેલ હોય તો તે કાર્ય ધીમે ધીમે તેના વિરાટ સ્વરૂપે પહોંચે છે.
Be so busy improving yourself that you have no time to criticize others.-ડો. આશિષ ચોક્સી
ગુડ મોર્નિંગ
ગત અઠવાડિયાની વાંચનયાત્રા!
મુબઈના સ્કુલ શિક્ષિકા અરુણાબહેન જાનીએ રીટાયર થયા પછી જ્યોતિષવિદ્યા શીખવાનું શરુ કર્યું. વૈદિક જ્યોતિષશાસ્ત્રની પાંચે પાંચ પરીક્ષામાં પ્રથમ આવ્યા. ગોલ્ડ મેડલ મેળવ્યો. છેલ્લા 22 વર્ષથી તેઓ એક વિધાર્થીની જેમ રોજ જ્યોતિષશાસ્ત્રનો અભ્યાસ કરે છે. લગભગ ચાર હજારથી વધુ લોકોની કુંડળી જોઈ. વાસ્તુ, ન્યુમરોલોજી અને કુંડળી ત્રણેયના જાણકાર છે. જોડિયા બાળકોની કુંડળી વિશેના અભ્યાસ સંશોધન પર phd ની પદવી મેળવી.
૨૦૧૪ માં તેમને બ્રેસ્ટ કેન્સર થયું. તેની સારવાર અને કિમોથેરાપી વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. પરિણામ – કેન્સરને માત આપી અને જીવનના ૮૦ માં વર્ષે phd થયા. આને કહેવાય નિવૃત્ત થયા પછી પણ મનગમતા વિષયમાં પ્રવૃત્ત થઇ જીવનને અમૃતમય બનાવવાની કળા.
(ચિત્રલેખા : ૯ મે ૨૦૨૨)
મુબઈના દહિસરમાં એક કરિયાણાની દુકાનમાં કામ કરતા ૪૫ વર્ષના વિપુલભાઈ છેડાએ ગુજરાતી ભાષાના એક લાખથી વધુ શબ્દોને આવરી લઇ સાત વર્ષની મહેનત બાદ એક જોડણીકોશ તૈયાર કર્યો છે. સવારના સાતથી રાત્રે નવ સુધી તો તેઓ દુકાનમાં કામે હોય. કરિયાણાની દુકાનના કામો વચ્ચે તેઓએ ગુજરાતી ભાષાનો ટૂંકો ઇતિહાસ, નવા શબ્દો, મૂળાક્ષરો, જોડણીના નિયમો, વ્યાકરણ વગેરેની સરળ ભાષામાં લોકો સમજી શકે તે રીતે ૪૮૦ પાનાંનું પુસ્તક તૈયાર કર્યું છે. તેમનો હેતુ કોઈને પણ ગુજરાતી ભાષાના શબ્દોની જોડણી શોધવામાં તકલીફ ના પડે, ગુજરાતી ભાષા શુદ્ધ સ્વરૂપે સચવાઈ રહે અને ભાષાનો વારસો આગળ વધે તે જ હતો. પુસ્તક તૈયાર કરતી વખતે તેમને ગુજરાતી ભાષાના વ્યાકરણ વિશે ઘણી માહિતી ખૂટતી હતી. એ જ સમયે ૮૦ થી વધુ વર્ષ જૂનું જર્જરિત અવસ્થામાં એક પુસ્તક મળી આવ્યું. આ પુસ્તક પર લેખક કે પ્રકાશકનું નામ ન હતું. પણ તેમને જોયતી અને ખૂટતી ઘણી ઉપયોગી માહિતી મળી ગઈ.
આ ઘટનાથી સમજવાની વાત એ આવે છે કે જ્યારે આપણો હેતુ અણીશુધ્ધ રીતે અન્યને મદદ કરવાનો અને સમાજ ઉપયોગી હોય ત્યારે આપણી મદદે ખુદ ઈશ્વર આવે છે. વ્યાકરણનું પુસ્તક લખનારને અનાયાસે વ્યાકરણનું જ પુસ્તક ક્યાંકથી મળી આવે? તે વાત ઈશ્વરીય મદદ જ કહી શકાય.
(માહિતી : કચ્છશ્રુતિ એપ્રિલ ૨૦૨૨ માંથી)
ક્યા બાત હૈ : અમદાવાદના ધરણીધર વિસ્તારમાં રહેતા હરેશભાઈનો જન્મ ૨૬/૦૩/૧૯૬૧, તેમના પુત્ર શ્રેણિકભાઈનો જન્મ ૨૬/૦૩/૧૯૯૦, તેમના પૌત્ર દ્વિતનો જન્મ ૨૬/૦૩/૨૦૨૨. (માહિતી : ગુજરાત સમાચાર : ૦૫ મે)
છેલ્લો બોલ : ૧૯૮૪ માં આવેલ ‘કમલા’ નામના એક પિકચરમાં એક દુબળી, પાતળી, કાળી, અભણ, ગામડિયણ અને બોલતા પણ ના આવડે એવી કમલા નામની સ્ત્રીના અભિનય માટે દીપ્તિ નવલે જાન રેડી દીધો હતો. તેના કેરિયરનું બેસ્ટ પર્ફોમન્સ આ પિકચરમાં હતું તેમ કહી શકાય. કુપોષિત દેખાવા માટે બીમાર થઇ જવાય તેટલી હદે તેઓ ભૂખ્યા રહ્યા હતા. કાળી ચામડી બતાવવા માટે તેઓ ચામડી બળે ત્યાં સુધી તડકામાં રહેતા. કારકિર્દીમાં ત્રણ વખત ‘બેસ્ટ એક્ટ્રેસ’ એવોર્ડ એમનેમ ના મળે.
(સંદેશ – ૦૪ મે)
એક ક્વિઝ પ્રશ્ન : ડગ્લાસ જાર્ડિન, કોલિન કાઉન્ડ્રી, અને નાસીર હુસેન આ ત્રણેય ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટનોમાં શું સામ્ય છે?
જવાબ : ત્રણેય નો જન્મ ભારતમાં થયો હતો.
સફળતા માટેના બે સુંદર વિધાન કાલે વોટ્સઅપ પર વાંચવા મળ્યા.
• ઉંચે પહોંચવા માટેનો રસ્તો ભલે વિકટ હોય. પણ ટોચ પર પહોંચ્યા પછી જોવા અને અનુભવવા મળતો વિશ્વનો સુંદર નઝારો અદભુત હશે તે નક્કી છે.
• A SMOOTH SEA NEVER MADE A SKILLED SAILOR.
સફળતા મેળવવાના રસ્તામાં અડચણો આવવાની જ છે પણ એ નક્કી જ છે જો અત્યારે જ તકલીફોનો સામનો કરી લઈશું તો ભવિષ્યમાં આવનાર દિવસો સુંદર જ હશે. સફળતાની મંઝિલે પહોંચવાના રસ્તામાં દુખ, તકલીફો, અપમાન, ભૂલ, નિષ્ફળતા, અવગણના અને હતાશા જેવા પત્થરોનો સામનો કરવાનો જ છે.
આગળ વધવાના રસ્તામાં જેમ જેમ પછડાટ આવે, નિષ્ફળતા મળે તેમ છતાં જે લોકો પોતાના પ્રયત્નો ચાલુ જ રાખે છે તે લોકોને પોતાની શક્તિઓની જાણ વધુ સારી રીતે થતી જાય છે અને મંઝિલે પહોંચવાનો તેમનો રસ્તો વધુ સરળ થતો જાય છે.
આગળ વધતા વધતા તમારી જાત અને તમારા મન સાથે જ વાયદો કરતા જાવ કે આગળના રસ્તે હજુ પણ અડચણો આવે તેમ છતાં હું નવી તૈયારી સાથે આગળ વધવા મક્કમ છું. આમ જ આગળ વધવાનું ચાલુ જ રાખશો ત્યારે એક સમય જરૂર આવશે જેની તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. એ મિનિટ અને એ સમયે તમને જે દિવ્ય અનુભવ થશે ત્યારે આખી મુસાફરીનો થાક એક જ ક્ષણમાં ઉતરી જશે તે નક્કી છે.
છેલ્લો બોલ : “સારો સમય પ્રાપ્ત કરવાની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ સમય તમારો ખરાબ સમય છે.”
રસ્કિન બોન્ડ.
ડો. આશિષ ચોક્સી