સાબરકાંઠા જિલ્લા ખેલમહાકુંભ કબ્બડી સ્પર્ધા, બહેનોમાં ઇડર જ્યારે ભાઈઓમાં તલોદ વિજેતા
ગીર સોમનાથના ખેડૂતો હિંમતનગર કેસર કેરી વેચવા આવશે

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9106814540)
તાજેતરમાં જ કેસર કેરીનું આગમન ગુજરાત માં બે દિવસ પહેલા સૌ પ્રથમ પોરબંદર માર્કેટમાં થયું હતું. ગીર સોમનાથના પ્રતિશિલ ખેડૂત જેવો ઉત્તર ગુજરાતમાં દર વર્ષે કેસર કેરી મહોત્સવનું આયોજન કરી અને ખેડૂતોના ખેતરેથી ગ્રાહકના ઘર સુધીના અભિયાન થકી શ્રેષ્ઠ ગુણવત્તાના ગીર સોમનાથ જિલ્લાના ખેત ઉત્પાદનો નું વેચાણ કરે છે. આ બે ભાઈ – એક ભાઈ ચેતન પટેલ અને તુષાર ધામેલીયા છે. આજે ગીર જિલ્લાના ખેડૂતો હિંમતનગરની મુલાકાતે હતા. તેમને કેરી મહોત્સવ માટે 6-7 સ્ટોલ કેરીના વેચાણ માટે જગ્યા જોઈએ છે.
આમાંના એક ઉત્સાહી તુષાર ધામેલીયા એ એક youtube ચેનલ પણ બનાવી છે , જેના વડે તેઓ ગીર સોમનાથના ખેડૂતોની કાર્ય પ્રણાલી અને સંસ્કૃતિનો પરિચય આપે છે અને પોતાનું FPO પણ ચલાવે છે.
એમની વેબસાઈટની એક ઝલક.