ગાંભોઈ પાસેના વાવડી ગામે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય સમાપન થયું
ચાણોદ પાસે આવેલા ગંગનાથ મહાદેવ દિવ્ય મહિમા
નીરવ જોશી, હિંમતનગર
(M-7838880134 & 9106814540)
નર્મદા કિનારે આવેલા અતિ પ્રાચીન શિવાલય ગંગનાથ મહાદેવના દર્શન. કહેવાય છે અહીંના મહાદેવ સામે ગંગાજી સ્વયં પ્રગટ થયા હતા અને તેથી આ શિવાલયનું નામ ગંગનાથ મહાદેવ પડયું હતું. આ એક સ્વયંભૂ શિવલિંગ છે અને વર્ષોથી તપસ્વીઓ અહીંયા તપસ કરીને રહેતા હતા!
મહાયોગી મહર્ષિ અરવિંદ ની તપોભૂમિ પણ શરૂઆતના વર્ષોમાં એટલે કે આઝાદી પહેલા ગંગનાથ મહાદેવ ભીમપુરા ગામ, તાલુકો ચાણોદ રહી.
ગાયકવાડ રાજવીના સમયમાં એક વિશ્વપ્રસિદ્ધ મહાત્મા બ્રહ્માનંદજી… કહેવાય છે 300 વર્ષ જીવ્યા હતા અને અહીંયા ખૂબ જ પ્રખર સાધના કરી હતી!!!
મહાયોગી તરીકે તેમની અહીં જ સમાધિ થઈ હતી. ક્યારે ચાણોદ જાવ તો જરૂર ગંગનાથ મહાદેવ આવજો!
એવું અદભુત સ્થળ છે કે જીવનમાં ક્યારેય ન ભુલાય ! હર હર મહાદેવ! જય ગંગનાથ મહાદેવ! ઓમ નમઃ શિવાય.