કર્ણાવતી મહાનગરમાં સંસ્કૃતભારતી વડે સંસ્કૃતનુંરાગી સંમેલનમ કાર્યક્રમ યોજાયો
હિંમતનગર તાલુકાના તાજપુરી ગામે ભગવાન શ્રીકૃષ્ણની ભવ્ય શોભાયાત્રા આયોજિત કરાઈ
નીરવ જોશી,હિંમતનગર(M-7838880134 & 9106814540)
હિંમતનગર શહેર અને તાલુકામાં આવેલા તાજપુરી ગામે ગુરુવારના રોજ જન્માષ્ટમી પર્વની ભારે ધામધૂમ અને આનંદ ઉલ્લાસથી ઉજવણી થઈ હતી.
હિંમતનગરના પાસે આવેલા તાજપુરી ગામે આશરે 200 થી 300 જેટલા યુવાનોનું બનેલું શ્રીકૃષ્ણ સેવા મંડળ અને વડીલોએ તેમજ શ્રદ્ધાળુ મહિલાઓએ શ્રી કૃષ્ણ ભગવાન ની શોભાયાત્રા સમગ્ર ગામમાં ફેરવીને ભગવાન પ્રત્યે આનંદ, પ્રેમ, શ્રદ્ધા અને ભક્તિનું ભાવ પ્રગટ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે તાજપુરી ગામ તેની આસપાસ આવેલા ગામડાઓ કુંડોલ,અશોકપુરા, વખતપુરા તેમજ મહોબતપુરા ગામોને સમાવિષ્ટ કરતું ગ્રામ પંચાયત વાળું ગામ છે. તાજેતરમાં જ ગરમીના દિવસોમાં એટલે કે ઉનાળામાં અશોકપુરા અને કુંડલ ગામે મા ઉમિયા, મહાદેવ અને ભગવાન વિષ્ણુ – શ્રીરામની તેમજ શ્રીકૃષ્ણની રાધાકૃષ્ણ સાથેની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
આમાં બે ગામોમાં કુંડોલ અને અશોકપુરા જે ફક્ત તાજપુરી ની આજુબાજુ બે કિલોમીટરની ત્રિજ્યામાં જ આવેલા છે ત્યાં ભવ્ય નવા મંદિરના નિર્માણ ગ્રામજનોના લોકફાળાથી થયા છે.
તાજપુરી ગ્રામ પંચાયતમાં યુવાનો છેલ્લા દસ વર્ષથી જન્માષ્ટમી પર શ્રીકૃષ્ણની શોભા યાત્રા સમગ્ર ગામમાં ફેરવે છે અને બધાને શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પણ ભાવ કરીને ભક્તિ કરી જીવનમાં ઉત્તમ કાર્ય કરવા પ્રેરણા આપે છે.
ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર ગામની જનતા તેમજ તેની આજુબાજુ આવેલા પાંચ ગામોની જનતાને સુખી કરે તેવી જ મંગળ પ્રાર્થના…