ગુજરાતમાં પરીક્ષાકાંડમાં સપડાયેલા દોષિતોને સજા કેમ ન થઈ?- યુવરાજસિંહ જાડેજા

 ગુજરાતમાં પરીક્ષાકાંડમાં સપડાયેલા દોષિતોને સજા કેમ ન થઈ?- યુવરાજસિંહ જાડેજા

નિરવ જોશી, હિંમતનગર (M-7838880134)

યુવા નેતા યુવરાજસિંહ જાડેજા એ આજે એક નિર્ણાયક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરતા સત્તાધારી પાર્ટી ભાજપ પર ભૂતકાળ ની પરીક્ષાઓમાં થયેલા કાંડને અને તેમાં સંડોવાયેલા દોષિતોને છાવરવાનો અને તેમની પૂરેપૂરું રાજકીય સંરક્ષણ આપવાનો આક્ષેપ કર્યો હતો… એટલું જ નહીં પરંતુ દેશની અને ખાસ કરીને ગુજરાત રાજ્યનું યુવા ધન સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેકો વર્ષો લગાવીને પણ નિરાશાના – હતાશાના ખાડામાં  ધકેલાઈ ગયું છે તેવું સળસણતો આરોપ રામભક્તિની અને જમ્મુ કાશ્મીરની એકતાની વાતો કરતી ભાજપ શાસિત ગુજરાત રાજ્યની સરકાર પર  મૂક્યો છે કારણ કે આજે પાંચમી ઓગસ્ટ છે અને છેલ્લા ત્રણ વર્ષમાં શું શું પ્રોગ્રેસ દેશમાં થયો એ તો યુવા માણસને યાદ જ હશે ખરું ને?

બિન સચિવાલય ક્લાર્ક ૧૭ નવેમ્બર ૨૦૧૯ ભરતી

 પહેલાં જ્યારે આધાર પુરાવા આપ્યા ત્યારે સરકાર સ્વીકારવા જ તૈયાર ન હતી કે પેપર ફૂટ્યું છે. પરંતુ ત્યારબાદ આંદોલન થયું અને SIT માં સાબિત થયું એટલે સરકારે સ્વીકાર્યું કે હા પેપર ફૂટયું છે.

પછી શું થયું ? શું કોઈને સજા થઈ ?

ગેરરીતિ કરનાર ઉમેદવારની ઉમેદવારી રદ થઈ ?

 ૪૦ સ્કૂલનું લિસ્ટ આપેલ મોટાભાગના સેન્ટર ઉપર ગેરનીતિ સાબિત થઈ તેમ છતાં એક પણ સેન્ટર રદ ન કર્યું.

 તે સમયના તત્કાલીન ગૃહ રાજ્યમંત્રી માનનીય પ્રદીપસિંહ જાડેજા એ કહેલ હતું કે કોઈપણ ચમરબંધી ને છોડવામાં નહીં આવે કડકમાં કડક સજા કરીશું.

તો શું આજે કોઈને સજા થઈ ?

 અરે સજા તો દૂર ની વાત છે પરંતુ પેપર બહાર લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવામાં જે મુખ્ય આરોપી હતો, તેને નિર્દોષ જાહેર કરી છોડી દેવામાં આવ્યા.

 આમાં એક મુદ્દાનો જ કાર્યક્રમ થયો “પરીક્ષા રદ”. ફરી પરીક્ષા રદ કરીને એના મળતિયા, આશ્રિતો અને વગદાર લોકો હતા જેમને પાછલા દરવાજે થી બચાવી લેવામાં આવ્યા.

 ૧૨/૧૨/૨૦૨૧ હેડ કલાર્ક ભરતી.

 પરીક્ષાના બીજા જ દિવસે સરકારને આધાર પુરાવા આપવામાં આવ્યા કે પેપર પ્રાંતિજ ના ઉંચ્છા ફાર્મ હાઉસ ખાતે થી ફૂટયું હતું અને વગદાર લોકોને પરીક્ષાના એકદિવસ પહેલા મળી ચૂક્યું હતું.

 જે રીતે આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ અને મીડિયા મિત્રો દ્વારા પ્રેશર બનાવામાં આવ્યું તેને ધ્યાનમાં રાખી સરકારે ૧૭ તારીખ ના રોજ તપાસ કરી. અને તપાસ દરમ્યાન જાણવા મળેલ કે હા પેપર ભરવા પાત્ર ઉમેદવારોની સંખ્યા (૧૮૬) કરતાં પણ વધારે ઉમેદવારો પાસે પહોચી ગયું હતું.

 તેમાંમાં પણ એક મુદ્દાનો કાર્યક્રમ થયો “પરીક્ષા રદ”.
ફરી પરીક્ષા રદ કરીને એના મળતિયા, આશ્રિતો અને જે વગદાર લોકો હતા તેમને પાછલા દરવાજે થી બચાવી લેવામાં આવ્યા.

 તેમાં વર્તમાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબેનાં જણાવ્યા મુજબ અમે “એક મહિના ની અંદર” તમામ આરોપી ને કડક સજા કરીશું અને ગુજરાતમાં એક ઉદારણ રૂપ દાખલો બેસાડીશું.

આજદીન સુધી નતો તેમાના કોઈને સજા થઈ છે.
ન તો આ કૌભાંડ પાછળ સંકળાયેલા તમામ આરોપી ને પકડવામાં આવ્યા છે.

 આ બધા પેપરમાં જેમની સૌથી વધારે જવાબદેહી અને જવાબદારી બનતી હતી તેવા ગૌણ સેવા પસંદગી મંડળ નાં અધ્યક્ષ આસિત વોરા ને ફકત પદ પરથી દૂર કરવામાં આવ્યા. ન કોઈ તેમની પૂછપરછ થઈ, ન તો કોઈ પણ પ્રકારનાં પગલા લેવામાં આવ્યા.


 સૌથી વધારે જવાબદારી ભરતી બોર્ડનાં અધ્યક્ષની જ હોઈ છે.

 શા માટે પેપર ખાનગી પ્રેસ માં અને જેનો ભૂતકાળ ખરડાયેલ છે તેવા જ પ્રેસને પેપર પ્રિન્ટીંગ ની કામગીરી સોંપવામાં આવે છે ?

 પેપર ની વિતરણ (ડિસ્ટ્રીબ્યુશન) વ્યવસ્થામાં છીંડા ની જાણ હોવા છતાં શા માટે તેમાં કોઈ બદલાવ કરવામાં ન આવેલ ?

 ન તો ગૌણસેવા એ પેપર પ્રિન્ટિંગ એજન્સી ઉપર કોઈ એક્શન લીધા

 સિસ્ટમમાં રહેલી ખામીઓ અને તમામ પેપરકાંડમાં બનેલી ઘટનાઓ માં સરકારની છબી ખરડાવા લાગી એટલે મને કહેવામાં આવેલુ કે તમારી પાસે પેપર કાંડને લગતી જે કોઈ પણ માહિતી હોઈ તે માહિતી અમોને સુપ્રત કરવી અમે તે મુજબ જરૂરી કાર્યવાહી કરીશું.

 તે સમયે મે તેમના પર વિશ્વાસ કરી અન્ય પરીક્ષાઓના આધાર પુરાવા ગુજરાતના વહીવટી વડા અને પોલીસ વડાને સોંપ્યા હતા .

 આસિતવોરા ના અધ્યક્ષતા સમયની

1. ATDO (જાહેરાત ક્રમાંક – 181),
2. સબ ઓડિટર(જાહેરાત ક્રમાંક – ૧૮૯) ,
3. ઓડિટર(જાહેરાત ક્રમાંક – ૧૮૪),
4. AAE સિવિલ (જાહેરાત ક્રમાંક – 192),
5. JMC જામનગર મ્યું. કૉર્પોરેશન ની MPHW

આ ભારતીના તમામ આધાર પુરાવા(પેપર આપનાર, પેપર લેનાર, સ્થળ, કઈ ગાડી નો ઉપયોગ થયા થી તમામ માહિતી) સાથેની ગેરરીતિ ની માહિતી આપી તો પણ કોઈ પગલા ભરવામાં આવ્યા નહીં.

 આજે ગેરરીતિ કરનાર લોકો નોકરી કરે છે અને બીજી અન્ય પરીક્ષા માં ઓર્ડર પણ મળવા જઈ રહિયા છે એના ઉપરથી વર્તમાન સત્તાપક્ષ ની મનસા સ્પષ્ટ દેખાય આવે છે.
 આ જ રીતે આરોગ્ય ની ભરતીમાં જે કૌભાંડીઓ અને સરકારના મળતીયાઓ ફ્રોડ / બોગસ સર્ટિ. આપી રહ્યા હતા તે સંસ્થા તે વ્યક્તિ અને તેના પૈસા લેતો વીડિયો (સ્ટિંગ કરેલ ટોટલ ૭ વીડિયો) અને સર્ટિ આપતા લોકોની તમામ માહિતી અને આધાર પુરાવા સાથે આપેલ તો પણ કોઈ પ્રકારના એક્શન લેવામાં ન આવેલ.

 ઉર્જા વિભાગની ભરતીમાં પણ કૌભાંડનો ઓળખાણવાદ ઉજાગર કરવામાં આવેલ જેમાં ફક્ત તેમના MD ને જ દૂર કરવામાં આવેલ. જે લોકો ગેરરીતિ થી લાગ્યા છે તેના પર કોઈ જ પ્રકારના એક્શન લેવામાં આવેલ નથી.

 વર્તમાન માં પરિસ્થિતિ એવી આવી ચૂકી છે કે લાગવક, વગદાર, કૌભાંડીઓ અને કાર્યકર્તા ને જ પ્રાધાન્ય મળી રહ્યા છે. . ખરેખર જે લાયક છે, હકદાર છે તેઓને તેમની મહેનતનું ફળ મળતું નથી.

ભ્રષ્ટાચાર ને પ્રતોસાહન મળી રહીયુ છે.

 તેના કારણે ગુજરાતનો આશાવાદી યુવાનો અત્યારે દેશ અને દુનિયા છોડી રહિયા છે.
 જેમને ABCD ના A ની પણ ખબર પડતી નથી તે હવે આંતરાષ્ટ્રીય સ્તરે કૌભાંડ માં આગળ નીકળી ગયા છે.
 હવે આ મુદ્દા અને માંગણી લઈને અમે ગુજરાતના ગામડે ગામડે ફરીશું અને ગુજરાતની સામાન્ય જનતા સુધી વાસ્તવિકતા રજૂ કરીશું. સાથે સાથે વર્તમાન રાજકારણ માં સક્રિય ભૂમિકા ભજવીશું..

 પહેલી માંગણી અમારી એ જ રહશે કે આ પેપર ફોડનાર વિરૂદ્ધ “”કડક કાયદો”” (જે રીતે રાજસ્થાન, મધ્ય પ્રદેશ માં છે) બનાવવામાં આવે.

 જે પણ લોકો કૌભાંડ થી આ સિસ્ટમ માં આવ્યા છે એમને દુર કરવામાં આવે.
 તમામ મોરચે આવા કૌભાંડીઓ વિરૂદ્ધ અમે લડીશું, તમામ સામાંજિક અને ધાર્મિક આગેવાનોને ને મળી સમર્થન માંગીશું.

 જો કોઈ એક્શન લેવામાં નહીં આવે અને જરૂર પડી તો આવનાર ઓક્ટમ્બર મહિનામાં યુવાનો ભાવી સાથે ચેડાં કરનાર વિરૂદ્ધ ગાંધીનગર ખાતે “”યુવા મહાસંમેલન”” નું આયોજન પણ કરીશું અને જેમાં ગુજરાતભર માંથી લાખો પીડિત યુવાનો આંદોલન માં હાજરી આપશે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *