હિંમતનગર GIDC એસોસીએશન દ્વારા નવનીર્મિત કોનફરન્સ હોલનું ઉદ્દઘાટન
સાબરકાંઠામાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા આયોજીત કરાઇ

- સાબરકાંઠામાં જન આશીર્વાદ યાત્રાનું ભવ્ય સ્વાગત
પોલાજપુર – આરસોડિયા – જાદર માં ભવ્ય સ્વાગત – સભા યોજાઈ
રાજ્યકક્ષાના મંત્રી કિર્તીસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા
પ્રતિનિધિ ,હિંમતનગર
રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સંપૂર્ણ મંત્રીમંડળ જન આશીર્વાદ યાત્રા કાર્યક્રમ થકી અહીં તમારા બધાનો આશીર્વાદ લેવા આવ્યો છું રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા એ આજ રોજ પ્રાંતિજ તાલુકાના ઘડકન સુખડ ગામે થી જન આશીર્વાદ યાત્રાની શરૂઆત કરી પ્રાંતિજ શહેર માં સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને પુષ્પાંજલિ કરી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ જ્યારે યાત્રા હિંમતનગરમાં પ્રવેશતા મોતીપુરા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હિંમતનગર શહેરના ભાજપના કાર્યકરો દ્વારા તેમનો ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હિંમતનગર તાલુકાના પોલાજપુર ગામે પણ તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ.
આ પ્રસંગે મંત્રી કિર્તીસિંહ વાઘેલા જણાવેલ કે, કોઈપણ જવાબદારીઓ એ ભાજપના કાર્યકર્તા માટે વિશેષ મહત્ત્વ રહ્યું છે ભાજપના કાર્યકર્તાને જે જવાબદારી આપવામાં આવે તે ન્યાયપૂર્વક અને નિષ્ઠાપૂર્વક નિભાવે છે ભાજપની સરકારમાં આજે રાષ્ટ્રમાં વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી, આપણા દેશના લોકલાડીલા ગૃહમંત્રી અમિત ભાઈ શાહ, જે.પી.નડ્ડા જી સહિત આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ જી એ મારામાં જે વિશ્વાસ મૂકી મને પ્રધાનમંડળમાં લીધો જેથી હું તમારા બધાનો અહીં આશીર્વાદ લેવા આવ્યો છું આમ તો આ વિસ્તાર 27 વર્ષથી ભાજપના નેતૃત્વમાં કામ કરી રહ્યો છે તે ગર્વની બાબત છે. અહીં પરબડા શીટ ના આપણા ઉમેદવાર ને તમે જંગી બહુમતથી જીતાડી તમારા વિસ્તારમાં વિકાસના કામોને વધુ વિસ્તારો તેવી હું આપ સૌને અપીલ કરું છું.
મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા એ વધુમાં જણાવેલ કે, જેમ બુથ સ્તરથી આપણા દેશના ગૃહ મંત્રી તરીકે અમિતભાઈ શાહ કામ કરે છે તેમ આજે આપણા ગુજરાતના પનોતા પુત્ર સામાન્ય પરિવારમાંથી આવતા ઓબીસી સમાજના વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી અનેક જનકલ્યાણ દ્વારા છેવાડાના માણસોની ચિંતા કરી અનેક યોજનાઓ લાવ્યા છે તેમ અમે પણ નવા પ્રધાનમંડળમાં યુવાન અને શિક્ષિત કાર્યકર્તાઓને મંત્રીમંડળમાં સમાવેશ કર્યા છે તે ઐતિહાસિક નિર્ણય ભાજપમાં થઈ શકે મારું સન્માન અને સ્વાગત કર્યું તે તેમે મને આશીર્વાદ આપ્યા હું પણ તેમને વિનંતી કરું છું આ વિસ્તારમાં તમામ મતદારો આપણા ઉમેદવારને જીતાડો તમારો ભાજપ પ્રત્યેનો પ્રેમ-લાગણીને ભાજપના કાર્યકર્તાનું સન્માન છે આપના આશીર્વાદ એ જ ભાજપની તાકાત છે આપના આશીર્વાદ એ મોદી સાહેબને છે તેથી મોદી સાહેબ પણ કહે છે મારી તાકાત એ હિન્દુસ્તાનની પ્રજા છે અહીંનો ઉમેદવાર જીતશે તેથી ગુજરાતના વિકાસ માટે કામ કરી રહ્યા છે તે તમે મહોર મારી કહેવાય મારું સન્માન એ જ ભાજપના કાર્યકર્તા નું સન્માન છે.
આ પ્રસંગે પોલાજપુર સહિત આજુબાજુના ગામોના અનેક આગેવાનો એ મંત્રીશ્રીનું સ્વાગત સન્માન કર્યું હતું. કેટલાક યુવાનો પણ ભાજપમાં જોડાતાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા ના હસ્તે ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો.
આ પ્રસંગે સાસંદ દિપસિંહ રાઠોડ, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા એ પણ પ્રાસંગિક પ્રવચન કરી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની માહિતી આપી હતી તેમજ હિંમતનગર તાલુકામાં, પ્રાંતિજ તાલુકામાં, ઇડર તાલુકાના થયેલા વિકાસના કામોની માહિતી તેમજ કેન્દ્ર સરકાર દ્વારા તથા કામોની માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્ય કુવરબા પરમાર, સંગઠન પ્રભારી ભરતભાઇ આર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજભાઈ પટેલ, જીલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, મહેન્દ્રસિંહ રહેવર સહિત શહેર તાલુકાના સંગઠનના કાર્યકરો, હોદ્દેદારો હાજર રહ્યા હતા.