સંસદ આદર્શ ગામ પોગલું: સાબરકાંઠાના સાંસદે આપી હાજરી

 સંસદ આદર્શ ગામ પોગલું: સાબરકાંઠાના સાંસદે આપી હાજરી

સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)

સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરાયેલ પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ.

   સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઇ હતી. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આદર્શ ગામના સ્વપ્નને સાકાર કરવા માટે સાબરકાંઠા જિલ્લાના સાત ગામોની પસંદગી સાંસદ આદર્શ ગામ તરીકે કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં પ્રાંતિજના પોગલું ગામે કલેક્ટરશ્રી હિતેષ કોયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઇ હતી. આ સભામાં ગામના વિકાસ અંગે ગ્રામજનોની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

   આ ગ્રામસભામાં સ્વચ્છ ભારત અને પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” ના ભાગરૂપે સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધ અંગે ગ્રામજનોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી પ્રતિજ્ઞા લેવડાવી કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

    આ ગ્રામસભામાં ગામના સરપંચશ્રી, ગામના વડીલો, સંતશ્રી સુનિલદાસજી, શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *