હિંમતનગર ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ

 હિંમતનગર ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ

નીરવ જોશી , હિંમતનગર (M-7838880134)

  • તારીખ ૦૧ થી ૦૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
  •  વિવિધ સખી મંડળો દ્વારા કુલ ૧૬ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

ભાઈ બહેનના પવિત્ર પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન નજીકમાં છે ત્યારે હિંમતનગર શહેરમાં આ તહેવાર ઉજવવા માટે રાખડી વ્યાજબી ભાવે મળે તેમ જ અનેક પ્રકારની વેરાઈટી વાળી મળે તે માટે સખી મંડળની બહેનો તેમજ અન્ય સંસ્થા વડે એક સપ્તાહનું રક્ષાબંધન મેળો આયોજિત કરવામાં આવ્યો છે.હિંમતનગર ખાતે રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યુ.

  સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક  હિંમતનગર ખાતે મહિલા અગ્રણી કું. કૌશલ્ય કુંવરબાના વરદ હસ્તે જિલ્લા કક્ષાના રાખી મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.   

  રાષ્ટ્રીય ગ્રામીણ તથા શહેરી આજીવિકા મિશન અંતર્ગત કાર્યરત મહિલા સ્વ સહાય જૂથોને વિવિધ તાલીમો થકી કૌશલ્ય વર્ધન કરી તેમનું આજીવિકા લક્ષી વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાણ કરવામાં આવે છે. આ જૂથોને યોગ્ય બજાર મળી રહે તે માટે સમયાંતરે વિવિધ પ્રકારના મેળાઓ તેમજ અન્ય સ્થાનિક મેળાઓનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધનના પર્વ નિમિત્તે નગરપાલિકા હિંમતનગર તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે હિંમતનગર ટાવર ચોક ખાતે તારીખ ૦૧ થી ૦૮ ઓગસ્ટ ૨૦૨૨ સુધી રાખી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિવિધ સખી મંડળો દ્વારા કુલ ૧૬ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે.

    આ પ્રસંગે તાલુકા પ્રમુખ હિંમતનગરનગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી નગરપાલિકા સદસ્યો તથા નગરપાલિકા અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારી ગણ હાજર રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *