જાણો, મતદાર યાદી  સુધારણા કાર્યક્રમના પ્રથમ રવિવારે કેટલા મતદારો ઉમેરાયા

 જાણો, મતદાર યાદી  સુધારણા કાર્યક્રમના પ્રથમ રવિવારે કેટલા મતદારો ઉમેરાયા

Avspost.com,  Himatnagar 

  • સાબરકાંઠામાં મતદાર યાદી  સુધારણા કાર્યક્રમના પ્રથમ રવિવારે નવા ૩,૭૦૧ મતદારો ઉમેરાયા
  • મતદારની વિગતમાં સુધારો કરવા માટે હકક-દાવા અને વાંધા અરજી સ્વીકારવાની સમયગાળો
  • તા. ૧૨ ઓગસ્ટ થી  તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ નિયત કરવામાં આવ્યો

         

 ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા, નામ કમી કરાવવા તથા મતદારની વિગતમાં સુધારો કરવા માટે હકક-દાવા અને વાંધા અરજી સ્વીકારવાની સમયગાળો તા. ૧૨ ઓગસ્ટ થી  તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ નિયત કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તા. ૨૧ ઓગસ્ટના રવિવારના રોજ નવા ૩૭૦૧ મતદારોનો ઉમેરો થયો હતો.

        તા.૧૨ ઓગસ્ટ ૨૦૨૨થી આરંભાયેલા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાના કાર્યક્રમ અન્વયે તા. ૨૧ ઓગસ્ટ ૨૦૨૨(રવિવાર), તા.૨૮ ઓગસ્ટ ૨૦૨૨(રવિવાર), તા. ૦૪ સપ્ટેમ્બર  ૨૦૨૨(શનિવાર) તથા તા.૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨(રવિવાર) ના દિવસોને ખાસ ઝુંબેશના દિવસો તરીકે નક્કી કરવામાં  આવેલ છે.

        મતદાર યાદીમાં તા. ૦૧/૧૦/૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ ઉંમરના નાગરિકનુ નામ નોંધાવવા માટે  નમુનો—૬માં અત્યાર સુધી ૩૮૯૩ અરજીઓ, ૬(ખ) ૭૧૫૬,નમુનો-૭ ૫૫૦, મતદારયાદીમાં નોંધાયેલ પોતાનું નામ તથા અન્ય વિગતો સુધારવા નમુનો-૮ ૧૨૧૫ અને એક જ વિધાનસભા મતવિભાગના એક ભાગમાંથી બીજા ભાગમાં નામ તબદીલ કરવા માટે નમૂનો- ૮કમાં રજુ કરવાનુ રહેશે. જે અંતર્ગત જિલ્લામાં કુલ ૧૨,૮૧૪ અરજી મળી છે.

ઉપર્યુકત નમુનો કલેકટર કચેરી, મતદાર નોંધણી  અધિકારી/ મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી, પ્રાંત/ મામલતદારની કચેરી તેમજ બુથ લેવલ ઓફિસર પાસેથી વિના મૂલ્યે મેળવી શકાશે. આ નમૂનો ભરીને જરૂરી પુરાવા સાથે ત્યાં જ આપી શકાશે.

૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

ગુરુવારે પ્રાંતિજ ખાતે મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં પર્યાવરણ સંવાદ યોજાશે

    અમૃત વર્ષની ઉજવણીના ભાગરૂપે ગુજરાત ઇકોલોજી કમિશન, વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ સંવાદ યોજાશે. આ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારની અધ્યક્ષતામાં યોજાશે.

     પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવાના અભિગમને ચરિતાર્થ કરવા સાથે જ પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંચય અને જળ સંરક્ષણ માટે સંવેદનશીલ ભારતના નિર્માણ અનિવાર્ય છે. આ દિશામાં પર્યાવરણ સંવાદિતા સાધી શકાય તે માટે પ્રખ્યાત વક્તાઓ અને આ ક્ષેત્રમાં અમૂલ્ય ફાળો આપનારા મહાનુભાવો સાથે વિચારો નું આદાન-પ્રદાન કરવામાં માટે ખાસ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે.

જે તા. ૨૫ ઓગસ્ટ ૨૦૨૨ના ગુરૂવારના રોજ  સવારે ૧0:00 કલાકે ઉમિયા સમાજ વાડી ગુજરાત વિદ્યુત બોર્ડ ની પાસે પ્રાંતિજ-તલોદ રોડ પ્રાંતિજ ખાતે વિશેષ પર્યાવરણ સંવાદ યોજાશે.

  આ કાર્યક્રમમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,  પૂર્વ શિક્ષણ મંત્રી શ્રી જયસિંહ ચૌહાણ, આઇ.એફ.એસ. શ્રી મહેશ સિંઘ ઉપસ્થિત રહેશે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *