પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ભારત સરકારે દેશની તમામ સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે અનેક પગલાં લીધા છે

 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ભારત સરકારે દેશની તમામ સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે અનેક પગલાં લીધા છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ભારત સરકારે દેશની તમામ સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે અનેક પગલાં લીધાં છે. આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો તથા 13 રાજ્યોમાં કાર્યરત 1,851 કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો (એઆરડીબી)ના રજિસ્ટ્રારને કોમ્પ્યુટરાઇઝ્ડ અને સશક્ત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

દેશની તમામ પ્રાથમિક કૃષિ ક્રેડિટ સોસાયટીઓ (પીએસીએસ)ની કમ્પ્યુટરાઇઝેશન યોજનાની જેમ જ કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોજિત યોજનાને 13 રાજ્યોની કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો (એઆરડીબી)ના 1,851 એકમોના કમ્પ્યુટરાઇઝેશન માટે રાષ્ટ્રીય એકીકૃત સોફ્ટવેર અને કેન્દ્રીય રજિસ્ટ્રારની જેમ તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની રજિસ્ટ્રાર ઓફ કોઓપરેટિવ્સની ઓફિસોના કમ્પ્યુટરાઇઝેશન માટે મંજૂરી આપવામાં આવી છે.

આ યોજના માટે એક સેન્ટ્રલ પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ (પીએમયુ)ની સ્થાપના કરવામાં આવશે, જે આ યોજનાના સફળ અમલીકરણ તરફ કામ કરશે. આ યોજના માટે કુલ અંદાજિત ખર્ચ રૂ. 225.09 કરોડ થશે.

આ યોજનાના અમલીકરણથી લોકોને રાજ્યોના સહકારી વિભાગો અને કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો (એઆરડીબી)ની કચેરીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ ઝડપથી પ્રાપ્ત કરવા માટે સક્ષમ બનાવશે એટલું જ નહીં, પરંતુ આ કચેરીઓની કામગીરીમાં પારદર્શિતા અને એકરૂપતા પણ લાવશે, જે તેમને વધુ કાર્યક્ષમ બનાવશે અને સમયની બચત કરશે.

AVS POST Bureau

http://avspost.com

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Bhool bhulaiyaa 3 Teaser and Trailer सावित्रीबाई फुले(Savitribai Phule) महिलाओं को प्रगति के मार्ग पर लाने वाली एक मजबूत सोच