વધતી જતી મોંઘવારી સામે કોંગ્રેસનો હલ્લાબોલ, કાર્યકર્તાઓની કરાઈ અટકાયત

 વધતી જતી મોંઘવારી સામે કોંગ્રેસનો હલ્લાબોલ, કાર્યકર્તાઓની કરાઈ અટકાયત

નીરવ જોશી હિંમતનગર ( M-7838880134)

આજરોજ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ ના ઉપક્રમે મોંઘવારી વિરુદ્ધમાં જિલ્લાના હેડ ઓફિસ હિંમતનગર ખાતે કોંગ્રેસના પદ અધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ વડે હલ્લાબોલ કાર્યક્રમ આયોજિત કરાયો હતો. ખાસ કરીને છત્તીસગઢના શિક્ષણ પ્રધાન ઉમેશ પટેલ જેમને સાબરકાંઠા લોકસભા સીટના ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરવામાં આવી છે, તેમને હાજર રહી અને ઉપસ્થિત સર્વે કોઈને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યકર્તાઓ તેમજ જિલ્લાના પદાધિકારીઓનું ઉત્સાહ વધાર્યો હતો અને માર્ગદર્શન આપ્યું હતું…સાથે સાથે તેઓ અરવલ્લીના પણ ઇન્ચાર્જ તરીકે નિમણૂક પામ્યા છે. છત્તીસગઢના શિક્ષણ પ્રધાન ઉમેશ પટેલ યુવા નેતા છે અને છત્તીસગઢમાં સતત ત્રણ વખત વિધાનસભાની ચૂંટણી જીતીને કોંગ્રેસની ભૂપેશ બધેલ સરકારમાં કેબિનેટ પ્રધાન બન્યા છે .તેમનો બહોળો અનુભવ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ માટે કામમાં આવશે એ હેતુથી તેમને સાબરકાંઠા જિલ્લાના માર્ગદર્શક તરીકે નિમણૂક કરવામાં આવી છે.

 

છતીસગઢના શિક્ષણ પ્રધાન ઉમેશ પટેલના કાર્યક્રમ બાદ કોંગ્રેસના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તા ટાવર ચોક ખાતે પહોંચી અને મોંઘવારી વિરુદ્ધમાં  સૂત્રોચાર કર્યો હતો અને ખૂબ વિરોધ પ્રદર્શન કરી અને વધતી જતી મોંઘવારી સામે પોતાનો વિરોધ નોંધાયો હતો…

જનતાને પડતી હાલાકી અને લાચારી સામે મોદી સરકાર જાગૃત થાય.. મોદી સરકાર અસરકારક તાત્કાલિક પગલા ભરીને મોંઘવારીથી ત્રાહિમામ  થયેલી પ્રજાને રાહત આપે તેવી માગણી કરી હતી …

વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરતા કાર્યકર્તાઓ તેમજ કોંગ્રેસના પદ અધિકારીઓની ઉપસ્થિત પોલીસે અટકાયત કરી હતી અને  પોલીસવાનમાં  બેસાડીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીની અનુલક્ષીને અને વધતી જતી મોંઘવારી તેમજ બીજા સામાજિક સમસ્યાઓને લઈને મોદી સરકાર સામે અનેક કાર્યક્રમો આપે તેવી સંભાવનાઓ પૂરી જોવાઈ રહી છે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *