લાંબડીયા ખાતે બ્લોક હેલ્થ મેળો યોજાયો

 લાંબડીયા ખાતે બ્લોક હેલ્થ મેળો યોજાયો

નીરવ જોષી , હિંમતનગર

([email protected])

સાબરકાંઠામાં  રાજ્યસભાના સાંસદશ્રી રમીલાબેન બારાની અધ્યક્ષતામાં લાંબડીયા  ખાતે “બ્લોક હેલ્થ મેળો” યોજાયો 

રાજ્યની  પ્રજાના આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય મેળા સેતુરૂપ કાર્ય કરે છે.- સાંસદશ્રી રમીલાબેન બારા

સાબરકાંઠા જિલ્લામાં પોશીના તાલુકાના લાંબડીયા   ગામે રાજ્યસભાના સાંસદશ્રીમતી રમીલાબેન બારાની અધ્યક્ષસ્થાને હેલ્થ મેળો યોજવામાં આવ્યો હતો.

આ મેળામાં અલગ અલગ આરોગ્યલક્ષી માહિતી પૂરી પાડતા સ્ટોલ ગોઠવીને વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. તેમજ આયુષ્યમાન ભારત કાર્ડ  સ્થળ પર કાઢી આપવામાં આવ્યા હતા.

આ હેલ્થ મેળામાં આઈ.ડી, મોતિયાની તપાસ ઉપરાંત સ્પેશ્યાલિસ્ટમા પીડિયાટ્રીશીયન, ફીજીશિયન, ગાયનેક, ઓર્થોપેડિક, ડેન્ટીસ્ટ, સ્કીન, ઈ. એન. ટી, ટેલી કન્સલ્ટેશનની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી. આરોગ્ય મેળામાં  વિવિધ પ્રકારની તબીબી સેવાઓનો લાભ લાભાર્થીઓએ લીધો હતો.

      આ પ્રસંગે રાજ્યસભાના સાંસદશ્રીમતી રમીલાબેન બારાએ  જણાવ્યું હતું કે, રાજ્યની  પ્રજાના આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય મેળા સેતુરૂપ કાર્ય કરે છે. આથી જન જનના આરોગ્યની સુખાકારીને પ્રથમિકતા આપી રાજ્ય સરકારશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૧૮ થી ૨૨ એપ્રિલ સુધી બ્લોક હેલ્થ મેળાઓ યોજીને જન જન સુધી આરોગ્યલક્ષી સુવિધાઓ પુરી પાડવાનો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં   આરોગ્ય મેળામાં PMJAY કાર્ડ સહિત વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનો લાભ લોકો સરળતાથી અને વિના મૂલ્યે લઈ શકશે.

 

  રાજ્ય સરકારના આ અભિગમનો ઉપયોગ કરીને આરોગ્ય મેળાનો વધુમાં વધુ લાભ લેવા માટે લાભાર્થીઓને અનુરોધ કર્યો હતો.આ ઉપરાંત કોરોના મહામારી દરમિયાન સેવા આપનાર તમામ આરોગ્યકર્મીઓને  બિરદાવ્યા હતા.

આ આરોગ્ય મેળામાં  જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી શંકરભાઇ બેગડિયા, સિંચાઇ સમીતી ચેરમેન હિતેન્દ્ર ચૌહાણ, જિલ્લા મુખ્ય  આરોગ્ય અધિકારી શ્રી ડૉ. રાજેન્દ્ર પટેલ , આઇ.સી.ડી.એસ  અધિકારીશ્રી. ડો. ચારણ,  તાલુકા પ્રમુખ સમીરભાઇ તેમજ તજજ્ઞ તબીબો અન્ય પદાધિકારીઓ, લેબ, ટેકનિશિયનો તેમજ આરોગ્ય કર્મિઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં.