લઠ્ઠાકાંડનો વધી રહ્યો છે મૃત્યુ આંક – સત્તાવાર 42 પહોંચ્યો, 100 જેટલા સારવાર હેઠળ 

 લઠ્ઠાકાંડનો વધી રહ્યો છે મૃત્યુ આંક – સત્તાવાર 42 પહોંચ્યો, 100 જેટલા સારવાર હેઠળ 

 avspost.com બ્યુરો 

આખા ગુજરાતની જનતાને તીવ્ર શોક અને આઘાતથી હચમચાવી નાખનારા ભાવનગરના બરવાળા તેમજ અમદાવાદ જિલ્લા ખાતે થયેલા અત્યંત ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ ના મૃતકો ની સંખ્યા નો આંકડો 42 એ પહોંચ્યો છે ત્યારે હજુ 100 જેટલા લોકો ભાવનગર અને અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. હજુ કેટલાક દર્દીઓની હાલત ગંભીર બનેલી છે.

ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડ થઈ ગયા ને 48 કલાક થી પણ વધારે કલાક થઈ ગયા છે ત્યારે હજુ સુધી આ ગંભીર લઠ્ઠાકાંડ અંગે રાજ્ય સરકારે પોતાની કોઈ જવાબદારી ગંભીરતાથી લીધી હોય એવું લાગતું નથી એટલું જ નહીં પરંતુ ભાજપ સરકાર જે રીતે ઊંઘતી ઝડપાઈ છે તેનાથી ગુજરાતમાં સરકાર પ્રત્યે લોકોમાં આક્રોશ ફેલાઈ રહ્યો છે. ભાજપના નેતાઓ કોઈપણ રીતે પ્રભાવશાળી દેખાતા નથી અને એક અહેવાલ મુજબ ટીવી ચેનલ પર ડિબેટમાં પણ આ નેતાઓએ જવાનું ટાળવાનું ચાલુ કરી દીધું છે. કયા મોઢે સત્તાધારી પક્ષના નેતાઓ લઠ્ઠાકાંડની વાત અને એનું બચાવ કરવા ટીવી ચેનલ પર પહોંચે- એ સમજી શકાય એવું છે.

શું ભાજપ સરકાર દારૂબંધીના શાસન હેઠળના ગુજરાતમાં બુટલેગરો અને તેની સાથે સંબંધો ધરાવનારા સામે આટલી બધી નમાલી પાકી છે એ વિચારે અને તેના અલગ અલગ થિયરીઓના પરિણામે ગુજરાતની જનતાનો અંદરનો આક્રોશ વર્તમાન રાજ્ય સરકાર પ્રત્યે જાગી ઉઠ્યો છે!

આવો જાણીએ અત્યાર સુધીમાં લઠ્ઠાકાંડની જે પણ અસરો થઈ તેના અંગેનો અત્યારનો સૌથી તાજો ક્રમ કયો છે.

કેટલીક સમાચાર ચેનલના અહેવાલ મુજબ કેમિકલ મિથેનોલ માં પાણી મિશ્રિત કરીને દારૂ તરીકે પીવડાવવામાં આવ્યો તેના પરિણામે આ દારૂ નહોતો પરંતુ કેમિકલ કાંડ કહેવાય!!! પરંતુ આ એક તદ્દન હાસ્યસ્પદ વાત છે..

દારૂના અડ્ડા પર કોઈ કેમિકલ કહીને કોઈ દારૂ વેચે નહીં એટલું જ નહીં દારૂના અડ્ડા પર ભેગા થનાર લોકો કેટલા મોટા પાયે સસ્તો દારૂ પી રહ્યા છે એ પણ આ લઠ્ઠાકાંડથી બહાર પડ્યું છે. બીજું આ ગામના એટલે કે ભોગ બનારા એક ગામ રોજીદ ના સરપંચે આ અંગે માર્ચમાં જ કાગળ લખીને ફરિયાદ કરી હતી પરંતુ તેની વાતને પણ પોલીસે ગંભીરતાથી લીધી નહોતી.

 

વિપક્ષની પાર્ટી તરીકે જે રીતે કોંગ્રેસ ના નેતાઓ ગઈકાલે લઠ્ઠાકાંડનો ભોગ બનેલા ગામડાઓમાં લોકોને મળવા પહોંચ્યા અને રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું કે મોટી મોટી ટેકનોલોજી ની વાત કરનારી ભાજપ સરકાર દારૂના અડ્ડાઓ તેમજ બુટલેગરોના બેફામ દારૂના વ્યવહારો કેમ પકડી શકતી નહીં હોય ક્યાં જાય છે તેમનું સુશાસન? ગુજરાતમાં ડ્રોન કેમેરાઓથી જમીનની માપણી થતી હોય તો પછી દારૂના અડ્ડાઓ કેમ પકડી નથી શકાતા?

આપ પાર્ટી અને તેના નેતાઓ તેમજ ગુજરાતી મુલાકાતે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં થયેલા 42 લોકોના મોત અંગે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો છે.

આગામી સમયમાં આ મામલે રાજ્ય સરકારને મોટા ભાઈ ઘેરવામાં આવશે એટલું જ નહીં પરંતુ દિલ્હીના સંસદ ભવનમાં પણ ગુજરાતના લઠ્ઠા કાંડ અંગે  ભારે વિરોધ તેમજ શોર બકોર થયો હતો. સંસદના બંને ભવન ઝીરો અવરમાં ચર્ચા કરવાની માંગણી પણ કરાઈ હતી. ગુજરાત મોડેલ સ્ટેટ ગણવામાં આવે છે પરંતુ અંદરખાને ગુજરાત  બુટલેગરો અને ભ્રષ્ટાચારીઓના વહીવટથી કેટલું ખોખરું થઈ ગયું છે તે વરવી વાસ્તવિકતા આ કહેવાતા કેમિકલ કાંડ- લઠ્ઠા કાંડથી ખુલી ગયું છે અને ભાજપના સ્થાનિક નેતાઓ કે ખોખલા નેતાઓ કેવળ દલાલી કરવામાં વ્યસ્ત રહે છે તે જોવાઈ રહ્યું છે.. દારૂબંધીના ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં દારૂ વેચાતો હોવા છતાં તંત્ર કેમ ચૂપ રહે છે તે ખૂબ મોટો પ્રશ્ન બહાર આવી રહ્યો છે.

કેમિકલકાંડનો વધી રહ્યો છે મૃત્યુ આંક – સત્તાવાર મૃત્યુ આંક 42 થયો…

  • કેમિકલ યુક્ત દારૂ પીવાના પરિણામે મૃત્યુ આંક 41 સુધી પહોંચ્યો છે.
  • કેમિકલકાંડનો સતત વધી રહ્યો છે મૃત્યુ આંક, ભાવનગરમાં દાખલ થયેલા કેટલાક દર્દીઓ તો ભાગી પણ ગયા!
  • હજુ પણ હોસ્પિટલમાં લઠ્ઠાકાંડ નો ભોગ બનનારા 100 જેટલા લોકો જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
  • અમદાવાદ સિવિલમાં 41 લોકો જ્યારે ભાવનગરની સિવિલમાં 81 લોકો સારવાર હેઠળ છે. ભાવનગરની હોસ્પિટલમાં 13 દર્દીઓ પ્રાથમિક સારવાર બાદ ભાગી ગયા તેવો અહેવાલ છે.
  • ખાનગી ન્યુઝ ચેનલના અહેવાલ મુજબ લઠ્ઠાકાંડ બાદ અનેક પ્રકારની સમસ્યાઓ 42 લોકોના મૃત્યુ પછી એનો ભોગ બનનારા પરિવારજનોમાં સર્જાયા છે કારણ કે આ પરિવારજનો રોજનું કમાઈને પરિવારનું પોષણ કરનારો સ્વજન જ જતો રહ્યો ….આના પરિણામે બાળકો નિરાધાર તેમજ મહિલાઓ વિધવા થઈ ગઈ .
  • ભાજપના ઠાકોર સમાજના આગળ પડતા નેતા અને દારૂબંધીના હિમાયતી અલ્પેશ ઠાકોર આજે સવારે ભોગ બનનારા પરિવારજનોને મળીને સાંત્વના પાઠવી તેમજ દારૂની લતથી પાયમાલ થયેલા અને લઠ્ઠાકાંડનો ભોગ બનેલા પરિવારજનોના સભ્યો અંગે સંવેદના પ્રગટ કરી હતી તેમજ આમાં જવાબદાર સામે સખત પગલાં લેવા રાજ્ય સરકાર સામે માગણી કરી હતી.
  • Send your feedback
  • joshinirav1607@gmail.com

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *