જાણો ગોપાષ્ટમીનો અનેરો મહિમા, શ્રીકૃષ્ણને પ્રિય ગાયોની હાલત થઈ છે કફોડી!

 જાણો ગોપાષ્ટમીનો અનેરો મહિમા, શ્રીકૃષ્ણને પ્રિય ગાયોની હાલત થઈ છે કફોડી!

નીરવ જોષી , હિંમતનગર

આજે ગોપાષ્ટમી છે જે આવતીકાલે એટલે કે શુક્રવાર બપોર સુધી પણ ગોપાષ્ટમી તરીકે ઉજવાશે. આ દિવસ ગૌ ભક્તો અને ગૌ પ્રેમીઓમાં તેમજ સનાતન હિન્દુ ધર્મમાં ખૂબ જ મહિમા વાળો છે કારણ કે આ દિવસથી ભગવાન શ્રીકૃષ્ણ ગાયોને ચરાવવા માટે સૌથી પહેલા બાલ્યાવસ્થામાં ગોપાળ તરીકે ગાયોને લઇને ગોપાલકની જેમ ચરાવવા ગયા હતા. તેથી શ્રી હરિ ભક્તો અને ગૌ ભક્તો શ્રીકૃષ્ણને યાદ કરીને ગોપાષ્ટમી ઉજવે છે! હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા આસારામ આશ્રમમાં ગાયો માટે એટલે કે ઇડરની પાંજરાપોળ ની ગાયો માટે ખૂબ મોટા પાયે ઘઉની લાપસી બનાવવામાં આવી હતી અને આજે ગોપાષ્ટમી પર ગૌમાતાને અર્પણ કરાઇ હતી.

ગોપાષ્ટમી એ ગાયોને યથાશક્તિ ઘાસચારાનું દાન અને ઘઉંની લાપસી તેમજ અન્ય ખાવાની સામગ્રીઓ ગાયોને પીરસવામાં આવે છે. કેટલાક લોકો ગૌશાળામાં પણ યથાશક્તિ દાન કરવા પહોંચી જાય છે. આજના સમયમાં ગૌ સેવા અને ગૌ સંસ્કૃતિને બચાવી અત્યંત જરૂરી છે કારણકે લોકો ભેંસ ના દૂધ તરફ વળ્યા છે અને ગાયનું સંવર્ધન કે પછી ગાયોની સેવા કરવી ખેડૂતોને પણ પસંદ નથી! આમ હિંદુઓ જ ગૌ સંસ્કૃતિને મહત્વ નથી આપી રહ્યા… પરિણામે ઘણા બધા શહેરોમાં ગાયો કચરો ખાતી જોવા મળે છે. દેશી ગાયોની હાલત ઘણી કફોડી જોવા મળી રહી છે એટલું જ નહીં દૂધ વધારે આપતી હોવાનું જર્સી ગાયો માં કારણ ધરી ને ઘણા બધા લોકો એચ એફ એટલે કે જર્સી ગાયને તબેલામાં વસાવવા લાગ્યા છે. ઘણા બધા રબારી લોકો જમીન ન હોવાના પરિણામે ગાયોને સોસાયટીઓમાં કચરો ખાવા માટે છૂટી મુકી દે છે આ ગાયો ટ્રાફિક ને લઈને અનેક સમસ્યાઓ સર્જે છે તેમજ કેટલીક વખત હિંસક બની જાય છે. આમ જોવા જઈએ તો ગાયનું કોઇ સાંભળનાર નથી અને જાણે ભગવાનનું ક્રોધ આ ગાયોની કફોડી હાલત જોઈને શું થશે એ હિન્દુ પણ વિચારતો નથી.

આ બધામાં સૌથી મહત્વનો રોલ સરકારોનો છે જે ગૌચરની જમીન ઘણા ગામડાઓમાં અને નાના શહેરોમાં ખાઈ ગઈ છે.ભાજપ શાસનમાં ગૌચર ખૂબ મોટાપાયે દૂરઉપયોગ કે વેચી મારવામાં આવ્યું છે. દંભી ભાજપીઓના પ્રતાપે આપણી ગૌ સંસ્કૃતિનો પણ સર્વનાશ થઈ રહ્યો છે! આશા રાખીએ  કે ભગવાન શ્રીકૃષ્ણ આવા નાલાયક હિન્દુઓને સદબુદ્ધિ આપે! જય શ્રી કૃષ્ણ!

Email: joshinirav1607@gmail.com

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *