મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરકાંઠામાં, ખેડબ્રહ્મા ખાતે 536 કરોડની યોજનાઓનો શુભારંભ

 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાબરકાંઠામાં, ખેડબ્રહ્મા ખાતે 536 કરોડની યોજનાઓનો શુભારંભ

નીરવ જોષી, હિંમતનગર

સાબરની સૌમ્ય ધરા પર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું આગમન

મુખ્યમંત્રીશ્રીના હસ્તે જિલ્લાના પાણી પુરવઠા હસ્તકની રૂ. ૫૩૬.૭૮ કરોડની વિવિધ જૂથ યોજનાઓનું લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત કરાશે.

જિલ્લામાં રૂ. ૧૩૬.૪૩ કરોડના લોકાપર્ણ અને રૂ. ૪૦૦ કરોડના ખાતમુહૂર્તના કાર્યોથી બે શહેર અને ૪૧૯ ગામોને યોજના હેઠળ આવરી લેવાશે

            સાબરકાંઠા જિલ્લામાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે પાણી પુરવઠા હસ્તકની રૂ ૫૩૬.૭૮ કરોડની વિવિધ જૂથ પાણી પુરવઠાની યોજનાઓનું લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે.

        આજે તા. ૦૪ જૂન ૨૦૨૨શનિવારને સવારે ૧૧-૦૦ કલાકે ખેડબ્રહ્માની આર્ડેક્તા કોલેજ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકની રૂ. ૧૩૬.૪૩ કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી યોજનાઓનું લોકાપર્ણ  જયારે રૂ. ૪૦૦ કરોડના ખર્ચે નવી આકાર પામાનાર વિવિધ જૂથ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

પાણી પુરવઠાની મહત્વાકાંક્ષી યોજનાઓના લોકાપર્ણ વેળાએ સમારંભના મુખ્ય મહેમાન તરીકે પાણી પુરવઠા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલનર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીઅન્ન નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમારજિલ્લા પ્રભારી અને ઉચ્ચ તાંત્રિક અને વૈધાનિક અને સંસદીય રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર ઉપસ્થિત રહેશે.

જયારે અતિથિ વિશેષ તરીકે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડરાજયસભાના સાસંદ શ્રીમતી રમીલાબેન બારાજિલ્લા પંચાયના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલધારાસભ્ય સર્વ શ્રી રાજેન્દ્રસિંહ ચાવડાહિતુ કનોડીયા તથા જીયુડીસીના ડિરેક્ટર શ્રી જે.ડી. પટેલ ઉપસ્થિત રહેશે.

 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વિકાસકાર્યોના લોકાપર્ણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ બાદ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી વિકાસકાર્યોની સમીક્ષા કરશે. 

ઉલ્લેખનીય છે કે ધરોઇ વણજ ડેમ તથા નર્મદા મુખ્ય નહેર આધારીત આ મહત્વની યોજનાથી હિંમતનગર અને તલોદ શહેર તથા ખેડબ્રહ્માવિજયનગરપોશીના અને પ્રાંતિજના ૪૧૯ ગામોના ૧૭.૧૫ લાખ લોકોને પીવાના પાણીનો લાભ મળશે.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *