ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

 ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ ને જાહેર કરાયા ગુજરાતના નવા મુખ્યમંત્રી

નીરવ જોષી, ગાંધીનગર

ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલને જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતના 17 મા સીએમ તરીકે તેઓ ટૂંક સમયમાં પદ ગ્રહણ કરશે. ગુજરાત ભાજપે મુખ્યમંત્રી તરીકેનો તદ્દન નવો ચહેરો ગુજરાતી ઓ સમક્ષ રજૂ કર્યો છે અને લોકોને ચોંકાવી દીધા છે! ભાજપે ૨૪ કલાકની નવા મુખ્યમંત્રીની નિમણૂક અંગેનો નવી ઉત્તેજનાપૂર્ણ કવાયતનો હવે પૂર્ણ વિરામ આપ્યો છે. ગુજરાતના નાથ બનવાના નીતિન પટેલના તેમજ અન્ય ચર્ચાતા સંભવિત મુખ્યમંત્રી પદના દાવેદાર નેતાઓના સપનાઓ ચકનાચૂર બની ગયા છે. ગઈકાલે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલને રાજીનામું સુપરત કર્યું હતું અને તેના ૨૪ કલાક બાદ એકદમ અણધાર્યું અને અનપેક્ષિત એવું ઘાટલોડિયાના વર્તમાન ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલનું ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેની વરણી ભાજપની નવી રણનીતિ ના ભાગરૂપે એક જાહેરાત થઈને આવી છે. ભુપેન્દ્રભાઈ પટેલ જેઓ ભાજપના ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે તેઓ વર્તમાન સમયમાં ખૂબ જ લો પ્રોફાઇલ ધરાવતા તેમજ AUDAના ચેરમેન રહી ચૂકેલા અને AMCના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂકેલા છે. વડીલ જેવા લાગતા અને આનંદીબેનના ગ્રુપના કહેવાતા ભુપેન્દ્રભાઈ પટેલ હવે દિલ્હી દરબારના નરેન્દ્ર મોદીની પસંદગી બની ને ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે 17 મહિના માટે મુખ્યમંત્રી તરીકે કાર્યભાર સંભાળશે…

ઉલ્લેખનીય છે કે આ નવા કંઈ તદ્દન અનઅપેક્ષિત મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાદુગરી કરીને કોથળામાંથી બિલાડું કાઢી નાખ્યું હોય તેવી રીતે ગુજરાતના મુખ્યમંત્રીનો નવો ચહેરો જાહેર થયો છે!

પરંતુ સાડા છ કરોડ ગુજરાતીઓનો સૌથી મોટો મૂંઝવતો પ્રશ્ન એ છે કે શું આ નવો સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ભાજપની નૌકાને વિજયશ્રીની વરમાલા વિધાનસભાની 2022ની ચૂંટણીમાં પહેરાવી શકશે કે નહીં? શિક્ષિત ગુજરાતી અને કોરોના ની મહામારી થી ત્રાસી ગયેલ  ગરીબ અને મધ્યમવર્ગીય ગુજરાતીઓને રાહતનો શ્વાસ કે નવી લાગણીઓ આપી શકશે???

જે રીતે કોરોનાના સમયમા અસ્તવ્યસ્ત મેનેજમેન્ટ અને સરકારી ઇજારાશાહી ચાલી  તેને લઈને ભાજપના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.

ટૂંકમાં ભાજપ દ્વારા ગુજરાતમાં સીએમને બદલવાની કવાયત હાઈપ્રોફાઈલ 24 કલાકના અતિ ઉત્તેજનાસભર નાટક સાથે પૂરી થઈ છે. સાથોસાથ સાડા છ કરોડ ગુજરાતીઓ માટે નવા પ્રયોગ અને પરિવર્તનનો તેમજ ઝુમલી બાજ સરકારનો દોર જોવા માટે સવા વર્ષ જેટલો સમય ભાજપે ભુપેન્દ્ર પટેલ rupee મોટો જુગાર ખેલ્યો છે એમ પણ કહી શકાય.

Leave a Reply

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *